હોમ
સેક્સ અંગેની પ્રચલિત ગેરમાન્યતાઓ
-
સેક્સ અંગેની પ્રચલિત ગેરમાન્યતાઓ
ડૉ. સંજય પોપટ
માછલી કે એવો પદાર્થ ખાવાથી સેક્સ પર તીવ્ર અસર પહોંચે છે.વીર્યનો સંગ્રહ કરવાથી ફાયદો થાય છે.જો સમાગમ પછી યોનિમાર્ગમાંથી વીર્ય બહાર આવતું રહે તો બાળક થઈ શકતું નથી.નાના બાળક સાથે સેક્સ ભોગવવાથી જનનાંગો પરના ગુપ્ત રોગો સારા થઈ જાય છે.નપુંસક વ્યક્તિઓ તેમની પત્નીને કોઈપણ રીતે જાતીય આનંદ આપી જ ન શકે.પુરુષે સેક્સ કરવાનો હોય છે અને સ્ત્રીએ થવા દેવાનો હોય છે.મારા પતિને મારી સાથે સેક્સ માણવામાં રસ નથી પડતો એટલે નક્કી તેઓ કોઈ બીજી સ્ત્રી સાથે સુખ માણતા હશે.હું શરીર દુખે છે એમ કહીશ અથવા તો મૂડ નથી એમ કહી દઈશ અથવા તો થાકેલો છું એમ કહેતો રહીશ તો મારી પત્નીથી મારી જાતીય સમસ્યા છૂપાવી શકીશ.લગ્ન પહેલા તો કેવળ વિચારમાત્રથી જનનેન્દ્રિય ઉત્થાન પામતી હતી. હવે એ સ્પર્શ ન કરે ત્યાં સુધી અસર નથી જણાતી. મને કોઈ મોટો રોગ થઈ ગયો છે.નસબંધીના ઑપરેશનથી પુરુષાતન અથવા કામસંતોષ ઓછા થઈ જાય છે.મૂત્ર માર્ગે નીકળતું દરેક સફેદ તથા ચીકણો પદાર્થ વીર્ય જ હોય છે.ખોડખાંપણ ધરાવતા કે અશક્ત લોકોને કોઈ સેક્સ લાઈફ હોતી નથી અને હોય તો સુષુપ્ત હોય છે.ગર્ભ રહ્યા પછી પણ બાળક આવે એ માટે સંભોગ કરતા રહેવું જરૂરી છે.જાતીય વિકૃતિઓ ધરાવનારા (સેક્સુઅલી પરવર્ટ) લોકો જોખમી હોય છે.સેક્સ અને તેને લગતી તમામ વાતો, વસ્તુઓ ગંદી, કલુષિત તેમજ વર્જ્ય હોય છે.મૂક-બધિર, અંધ-અપંગ કે અશક્ત વ્યક્તિઓ તેમની જેવી જ વ્યક્તિઓને પરણે છે. તેઓને એકાંતની જરૂર નથી હોતી અને તેઓ સાથે કોઈ તંદુરસ્ત વ્યક્તિ સંબંધ બાંધે તો એનો અર્થ એ કે, તે તંદુરસ્ત વ્યક્તિઓ દયાથી યા તો પોતે અન્ય કોઈને આકર્ષી ન શકતી હોવાથી અપંગ સાથે કામસંબંધ બાંધ્યો છે.સશક્ત, દેખાવડા, ગૌર, આકર્ષક લોકો જાતીય રીતે વધારે સક્ષમ હોય છે. અને એકવડા, ઠીંગણા, કુરૂપ, સૂકલકડી વ્યક્તિઓ ઓછી સક્ષમ હોય છે.પ્રથમ સમાગમ સમયે સ્ત્રીનાં જનનાંગો વિષે, તેની સંરચના વિષે માહિતી મેળવવાની, તેનું નિરીક્ષણ કરવાની યા તો તે સમયે સ્ત્રીની મદદ લેવાની સહેજે જરૂર હોતી નથી.પતિ – પત્ની એકમેકને પરસ્પરના જાતીય અંગઉપાંગો, ઈચ્છા અનિચ્છાઓ તથા કામ ક્રિયાપ્રતિક્રિયાઓ અંગે ઝીણવટભરી પૃચ્છા કરે એ ઠીક નથી.બળાત્કાર દરમિયાન સ્ત્રીને હંમેશાં આનંદ આવતો હોય છે.સ્ત્રી ક્યારેય બળાત્કાર કે તેનો પ્રયાસ કે વિચાર કરી જ ન શકે.સેક્સ અને તેને લગતી તમામ વાતો, વસ્તુઓ ગંદી, કલુષિત તેમજ વર્જ્ય હોય છે.સેક્સ પાર્ટનરની ગેરહાજરીમાં અથવા તેને અલગ રાખીને અથવા તેનાથી છુપાવીને પણ જાતીય રોગોની સારવાર થઈ શકે છે ?જેનામાં જાતીય અશક્તિ ઉદ્દભવી છે તે વ્યક્તિ તેના સાથે પ્રત્યે ? કરનાર હોય છે.દીર્ઘકાળના ઘૂમ્રપાનથી સેક્સલાઈફ ઉપર કોઈ જ ઊલટી અસર થતી નથી.જાહેરમાં, સમૂહમાં પોતાના જાતીય આવેગો પ્રદર્શિત કરનાર યુવાનો એકલ, શરમાળ, જાતીય બાબતોથી દૂર રહેનાર યુવાન કરતા વધારે કામાતુર હોય છે.સેક્સલાઈફ જેમ ચાલતી હોય તેમ જ ચાલવા દેવી જોઈએ અને તેમાં જાણીબૂજીને કરવામાં આવતા કોઈ ફેરફારને અવકાશ નથી.પતિ – પત્ની બંને કામક્રીડા દરમિયાન એકસાથે જ ચરમસીમાએ પહોંચવા જોઈએ તો જ આદર્શ સેક્સ ભોગવ્યો કહેવાય અને તો જ ગર્ભધારણ થઈ શકે.એકવાર કામકાર્ય દરમિયાન એકથી વધુ વાર ક્લાઈમેક્સનો આનંદ (મલ્ટી ઓર્ગેઝમ્સ) એ જાતીય વિકૃતિની નિશાની છે.મને જ કેમ આવી સેક્સની સમસ્યા છે ? મોટા ભાગના લોકો પોતાની સેક્સલાઈફથી સંતુષ્ટ જણાય છે. કેવળ હું જ કેમ પીડાઉં છું ?જાતીય ચરમસીમાનો અનુભવ હંમેશા અનન્ય, અત્યંત આહલાદક તથા આનંદનો વિસ્ફોટ કરનાર જ હોવો જોઈએ.એકથી વધુ લગ્ન કરનાર સેક્સમાં વધુ રસ દાખવનાર, અને કુંવારા રહેનાર સેક્સની બાબતમાં નીરસ હોય છે.રોજ હરપળ પોતાના શૈયા સહભાગીને કામસંતોષ આપવા પોતે સમર્થ હોવા જ જોઈએ અને એ સામર્થ્યમાં ક્યારેક ક્ષણિક, અલ્પ ઓટ પણ ન જ આવવી જોઈએ.
-સમાગમના કર્મ દરમિયાન વચ્ચે થોભવા કે ધીમા પડવાથી તંદુરસ્તીને હાનિ પહોંચી શકે છે.
-ક્લાઈમેક્સના આનંદ માટે વીર્યસ્ખલન થવું જરૂરી છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com