હોમ
સેકસ ટોયસ કેટલી હદ સુધી સુરક્ષિત છે?
-
સેકસ ટોયસ કેટલી હદ સુધી સુરક્ષિત છે?
હું ૫૮ વર્ષનો પરિણીત ધાર્મિક પરુષ છું. મતભેદના કારણે હું પત્ની થી અલગ રહું છું, પણ રોજ રાત્રે મને વિકાર ઉત્પન્ન થાય છે, કામેચ્છા ખુબ જ જાગૃત થાય છે. હું પરસ્ત્રી પાસે જવું પાપ સમજું છું. તેમ છતાં સેકસનો આ આવેગને રોકવો મારા માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આજના જમાનામાં જે સેકસ ટોયસ નીકળ્યાં છે એ કેટલી હદ સુધી સુરક્ષિત છે? તમે એની ભલામણ કરો છો ? એનાથી કોઈ શારીરિક બીમારી થવાની શકયતા?
આયુર્વેદમાં ખૂબ જ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ વેગને રોકવો નહીં, પછી એ છીંક હોય, પેશાબની ઈચ્છા હોય કે વીર્યસ્ખલનની ઉત્કંઠા હોય. તમે તમારા આવેગ માટે હસ્તમૈથુનનો સહારો લઈ શકો છો, જે મૈથુનનો એક પ્રકાર જ છે. હકીકતમાં હસ્તમૈથુન વખતે તમે એવી વ્યકિતના વિચાર કરીને વીર્યસ્ખલન કરી રહ્યા છો જેની જોડે તમે પ્રેમમાં છો! સેકસ ટોયસ પણ બજારમાં ઉપલબ્ધ છે. જેમાં વાઈબ્રેટરથી માંડીને કૃત્રિમ યોનિનો સમાવેશ થાય છે. આના ઉપયોગથી કોઈ જ શારીરિક નુકશાન થતું નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. માત્ર એટલું જ ધ્યાન રાખવું કે તમારું સેકસ ટોય તમારા પૂરતું જ મર્યાદિત રાખવું અને એક વખત ઉપયોગ કરી પછી એને સાબુ અને પાણીથી સાફ કરી લેવું. આજના જમાનામાં કોઈ અજાણી વ્યકિત જોડે સમાગમ કરી, એઈડ્સ કે બીજી ખતરનાક બીમારીને નોંતરું આપવા કરતાં પોતાની રીતે મનગમતો આનંદ મેળવી લેવો એ સો ટકા સુરક્ષિત અને શાણપણ ભર્યા વિકલ્પ છે. ઋષિ વાત્સાયને પણ એમના કામસૂત્રમાં અતૃપ્ત કામેચ્છા માટે અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ) અને પ્રતિમા (કૃત્રિમ સ્ત્રી – યોની) ના ઉપયોગ માટે ભલામણ કરી છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com