રોજ સંભોગ કરતી વખતે સ્પ્રે નો ઉપયોગ કરવો સેફ છે કે નહીં?
હું બાવીસ વર્ષોનો યુવક છું. મારે એ જાણવું છે કે રોજ સંભોગ કરતી વખતે સ્પ્રે નો ઉપયોગ કરવો સેફ છે કે નહીં?
સંભોગ સમયે રોજ સ્પ્રે નો ઉપયોગ કરવાથી કોઈ નુકશાન નથી થતું. જોકે એનો ઉપયોગ કરતી વખતે ખાલી એક વાતનું ધ્યાન રાખવું કે તમારા શિશ્રનું આગળનું છિદ્ર (યુરેથ્રલ મેટસ) જેમાંથી પેશાબ અને વીર્ય બહાર આવે છે એની અંદર સ્પ્રે ન જાય. જો સ્પ્રે અંદર જાય તો કોઈ વાર ત્યા બળતરા થાય અને પછી ઈન્ફેકશન થવાની શકયતા રહે છે. જોકે આવી તકલીફ જવલ્લે જ થતી હોય છે. સ્પ્રે વાપર્યા પછી એક વાતનો ખ્યાલ રાખવો કે કાં તો તમારે નિરોધ પહેરીને સંભોગ કરવો અથવા તો યોનિમાર્ગમાં દાખલ કરતાં પહેલાં ઈન્દ્રિય પાણીથી ધોઈ નાખવી. નહીં તો તમારા પાર્ટનરનો યોનિમાર્ગ જડ (સંવેદનારહિત) બની જઈ શકે. એને કારણે સ્ત્રી ને સંતોષ મળતાં લાંબો સમય લાગી જાય.