પત્ની સાથે સમાગમ કરવાનું મન થાય છે, પણ પ્રેમ કરવાનું મન નથી થતું!
મને મારી પત્ની સાથે સમાગમ કરવાનું મન થાય છે, પણ પ્રેમ કરવાનું મન નથી થતું. આનું શું કારણ હોઈ શકે?
પ્રેમ અને આકર્ષણ વગર ઈન્દ્રિયમાં ઉત્તેજના આવવી મહંદઅંશે અશકય છે. હકીકતમાં તમે તમારી પત્ની જોડે પ્રેમ જ કરી રહ્યા છો. પ્રમની પરિભાષા ૧૦૦ ટકા કહેવી કે લખવી મુશ્કેલ છે. જેમ મોરનાં ઈંડાં ચિતરાય નહીં એમ પ્રેમની પરખ થાય નહીં. વિચાર કરીને પ્રેમમાં નથી પડાતું, પ્રેમમાં પડી જવાય છે. દિમાગમાં કોઈ વહેમ રાખ્યા વગર વધુ પ્રેમ રાખશો તો પ્રેમ આપમેળે ઉત્પન્ન થશે અને જેટલો પ્રેમ આપશો એટલો પ્રેમ સામેથી મળશે. પ્રેમનો ઈલાજ છે વધુ પ્રેમ ! પ્રેમ એ અવસ્થા છે અને સમાગમ એ અવસ્થાની પ્રેમભરી વ્યવસ્થા છે.