હું ૭૫ વર્ષનો વૃધ્ધ છું. મારી પત્ની ની ઉંમર ૬૫ વર્ષ છે. અમને ૭ સંતાનો છે પરંતુ અમે કયારેય સંભોગનો સંપૂર્ણ આનંદ માણી શકયાં નથી. હવે અમને થોડી મોકળાશ મળી છે અને અમે અમારું જાતીય જીવન નવપલ્લિત કરવા માગીએ છીએ. પરંતુ મારા શિશ્ર્નમાં ઉત્તેજના નથી આવતી. મને એવો કોઈ ઉપાય બતાવો જેથી હું પખવાડિયામાં એક વખત શારીરિક સંભોગ માણી શકું.
પુરુષની જાતીય પરિતૃપ્તિ માટે કામેચ્છા, શિશ્ર્નોત્થાન, શિશ્ર્નનો યોનિપ્રવેશ અને પરાકાષ્ઠા, એમ ચાર તબક્કાના અનુભવની આવશ્યકતા હોય છે. જેમ જેમ પુરુષની ઉંમર વધતી જાય તેમ તેમ પૌરુષત્વ બક્ષતા ‘મેલ હોર્મોન્સ’ની તેનામાં ઊણપ સર્જાય છે, જેના પરિણામે તેની કામેચ્છા ઘટતી જાય છે. શિશ્ર્નોત્થાનની અને પરાકાષ્ઠાના અનુભવની ગુણવત્તા ઘટતી જાય છે. ઘણી વખત પરાકાષ્ઠાનો અનુભવ થવામાં વિલંબ પણ થાય છે. સ્ખલનમાં વીર્યનું પ્રમાણ પણ ઘટતું જાય છે. આ લક્ષણ પુરતા હોર્મોન્સ ની ઓછપનાં છે. તમારાં લક્ષણ જો આ પ્રકારના હોય તો તમે સૌ પ્રથમ નૈસર્ગિક ઉપચાર અજમાવી જુઓ, અર્થાત્ તમે દરરોજના ભોજનમાં લીલાં પાંદડાંવાળી ભાજી, લીલાં શાકભાજી, અડદની દાળ લેવાની શરૂઆત કરો. આમ કરવાથી થોડાં અઠવાડિયાંમાં તમને ફાયદો થઈ શકે. ખોરાકના આ ફેરફારથી લાભ ન થાય તો તમારા ટેસ્ટોસ્ટેરોન ના પ્રમાણ માટે લોહીની ચકાસણી કરાવી લો. તેમાં જો ટેસ્ટોસ્ટેરોનની ઊણપ લાગે તો તમે કોઈ નિષ્ણાંત એન્ડ્રોલોજિસ્ટ ની સલાહ સારવાર હેઠળ ‘મેલ હોર્મોન’નાં ઈન્જેકશન લઈ શકો.