મર્ધપાનને કારણે સંભોગની ગુણવત્તામાં સુધારો થઈ શકે?
હું ૪૧ વર્ષીય યુવક છું મારાં લગ્નને ૧૫ વર્ષ થયાં છે. આઠ વર્ષ પહેલાં મેં મદ્યપાનની શરૂઆત કરી. જોકે હું ૧૮૦ એમએલથી વધુ પીતો નથી અને સંભોગનો આનંદ પણ માણી શકું છું. હવે હું મર્ધપાન છોડવા માગું છું છતાં છોડી નથી શકતો, કારણ કે મારી પત્ની કહે છે હું જયારે મર્ધપાન કરું છું ત્યારે વધુ સારી રીતે સંભોગ કરી શકું છું. હવે આપ મને કહો કે મર્ધપાનને કારણે સંભોગની ગુણવત્તામાં સુધારો થઈ શકે? �
શરાબ જો થોડા પ્રમાણમાં લેવામા: આવે તો વ્યકિતની ફિકર, ચિંતા થોડી ઓછી થઈ શકે અને એવા સંજોગોમાં વ્યકિત વધુ કોન્ફિડન્સ થી અને વધુ આક્રમક રીતે સમાગમ કરી શકે, પણ થોડી વધુ માત્રામાં શરાબ લેવાઈ જાય ત ઈન્દ્રિયમાં ઉત્થાન થવું બંધ પણ થઈ જાય. શરાબ કામેચ્છા જગાડે છે પણ કામ ને બગાડે છે. લાંબા અંતરના ગાળે મર્ધપાન મંદ ઝેર જેવું પુરવાર થાય છે અને કામેચ્છા, શિશ્નોનોત્થાન તેમ જ પરાકાષઠા ના અનુભવની માત્રા ઉપર તેની વિપરીત અસર થાય છે. શારીરિક સંભોગની ગુણવત્તા સુધારવા માટેના બીજા ઘણા ઉપાય છે. આલ્કોહોલના સેવનથી સંભોગની ગુણવત્તા પરમેનન્ટ સુધરે એ આપની ભ્રામક માન્યતા છે.