આપણા શરીરમાં શુક્રાણુઓનું ઉત્પાદન કેવી રીતે થાય છે ? શુક્રાણુઓ વિકસાવવા માટે શું કરવું જોઈએ એ વિશે માર્ગદર્શન આપશો.
દરેક મિનિટે શરીરમાં હજારો શુક્રાણુઓનું ઉત્પાદન થાય છે અને પુરુષ જ્યારે પરાકાષ્ઠા અનુભવે છે ત્યારે પાંચથી દસ કરોડ શુક્રાણુઓનું સ્ખલન થાય છે. ગર્ભાધાન માટે માત્ર એક શુક્રાણુની જરૂર પડે છે. વુષણમાં બે પ્રકારના કોષો હોય છે. એક હોર્મોનનો સ્ત્રાવ કરે છે જે સીધેસીધો લોહીમાં ભળે છે અને ગૌણ જાતીય લક્ષણો અને કામેચ્છા માટે જવાબદાર છે. બીજા પ્રકારના કોષો શુક્રાણુઓનું ઉત્પાદન કરે છે જે શુક્રનલિકા મારફતે પ્રવાસ કરે છે અને પ્રોસ્ટેટ તથા વીર્યકોશિકાઓના સ્ત્રાવ સાથે વીર્યરૂપે બહાર આવે છે. વીર્યના કુલ જથ્થામાં શુક્રાણુઓનું યોગદાન માત્ર એક ટકા જેટલું હોય છે.
આધુનિક ઔષધવિજ્ઞાન માને છે કે શુક્રાણુઓ માટે ખાસ કશું લેવાની કે છોડી દેવાની જરૂર નથી. આખા શરીર માટે જે સારું છે એ શુક્રાણુઓના ઉત્પાદન માટે પણ સારું છે