મેં કોપર – ટી કઢાવી લીધી છે. મને બીજું બાળક જોઈએ છે. મારું માસિક નિયમિત આવે છે. મારા ડોકટરના કહેવા પ્રમાણે શરીરમાં બધુ જ નોર્મલ છે અને મને કુદરતી રીતે જ બાળક થશે. પણ મને બહુ જ ચિંતા થાય છે. શું મને હવે બાળક થશે ખરું ? કોપર – ટીની આડઅસર થાય ખરી ?
સામાન્ય રીતે કોપર- ટી કઢાવ્યા પછી ચાર- પાંચ મહિનામાં ગર્ભ રહી જતો હોય છે. તમને કોપર- ટી કઢાવ્યા પછી છ મહિના થઈ ગયા છે અને તમને બીજા બાળકની બહુ જ ચિંતા થાય છે, એટલે તમારે ડોકટર પાસે જઈ એ જોઈ લેવું કે, તમારા ગર્ભાશય ઉપર સોજો તો નથી. એવું હોય તો તમે એન્ટીબાયોટિકસનો એક કોર્સ કરી શકો છો. જે તમારા સ્ત્રી – રોગના ડોકટર લખી આપશે. બે – ત્રણ મહિના પછી પણ જો તમને ગર્ભ ના રહે તો તમારી ટયુબ્સ (નળીઓ) નો રિપોર્ટ ચોક્કસ કરાવી લેજો. તમારી બંને નળીઓ ખુલ્લી છે કે નહીં એ આ રિપોર્ટમાં ખબર પડશે અને એ પ્રમાણે ડોકટર તમને આગળ સારવાર આપશે. સામાન્ય રીતે કોપર- ટી પછી ગર્ભ રહેવામાં કોઈ વાંધો આવતો નથી.