હું ૨૩ વર્ષનો યુવક છું.બે મહિના પછી મારાં લગ્ન થવાનાં છે.હું ૧૩ વર્ષનો હતો ત્યારથી હસ્તમૈથુન કરું છું.એને કારણે મારા લગ્નજીવનમાં કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને ?મારા એક મિત્રે કહ્યું હતું કે હસ્તમૈથુન કરવાથી વીર્ય ઓછું થઈ જાય છે અને હસ્તમૈથુન ને કારણે તેનું શરીર નબળું પડી ગયું છે. તો હસ્તમૈથુનથી આવું થાય અને એ સારી આદત છે કે ખરાબ એ જણાવશો.
તમારા લગ્નજીવનમાં કોઈ પ્રોબ્લેમ આવવાની શકયતા નથી. હસ્તમૈથુન થી વીર્ય ઓછું નથી થતુ;વીર્ય એ આપમેળે બનતો રસ છે. જેટલું કાઢશો એટલું થોડા સમયમાં પાછું તૈયાર થઈ જશે.તમે થોડું થૂંકો છો એ પછી શું પાછું મોઢામાં થૂંક નથી આવતું? હસ્તમૈથુન થી કોઈ કમજોરી નથી આવતી.એનાથી અનિચ્છનીય ગર્ભાવસ્થા અને એઈડ્સ જેવી ખતરનાક બીમારીઓથી તમે દૂર રહી શકો છો. હસ્તમૈથુન ને વધુ દબાવવામાં આવે તો સંભવ છે કે સમાજમાં બળાત્કારની સંખ્યા કયાંય વધી જાય. તમે હસ્તમૈથુન સરળતાથી કરી શકો છો એટલે સંભવ છે કે સંભોગ પણ એકદમ સરળતાથી અને સારી રીતે કરી શકશો.