ગર્ભાશય કઢાવી નાખ્યા બાદ જાતીય જીવનમાં કઈ તકેદારી લેવી જોઈએ?
૩૫ વર્ષની વયે જયારે કોઈ સ્ત્રી હિસ્ટરેકટમીના ઓપરેશન દ્રારા પોતાનું ગર્ભાશય કઢાવી નાખે ત્યારે તેણે પોતાના જાતીય જીવનમાં કઈ તકેદારી લેવી જોઈએ?
અહીં તમે એક વાત સમજી લો કે મૂળભૂત રીતે હિસ્ટરેકટમી ની શસ્ત્રરક્રિયાને કારણે સ્ત્રી ના જાતીય જીવન ઉપર કોઈ અવળી અસર થતી નથી. ગર્ભાશયનો ઉપયોગ માત્ર પ્રજોત્પત્તિ પૂરતો સીમિત છે, અને જયારે આપણને પ્રજોત્પત્તિ ની જરૂર ન હોય ત્યારે ગર્ભાશયના હોવા કે ન હોવાથી કશો ફરક પડતો નથી. પરંતુ ડોકટર કયારેક ગર્ભાશયની સાથોસાથ સંબંધિત સ્ત્રી ની ઓવેરિસની ગ્રંથિ પણ કાઢી નાખે છે.
આ ગ્રંથિમાંથી સ્ત્રી ની કામેચ્છા ને અને તેના સ્ત્રીત્વ ને જાળવી રાખનારા હોર્મોન્સ ઝરે છે, જે ‘ફિમેલ એસ્ટ્રોજન’ના નામથી ઓળખાય છે. આ હોર્મોન્સ ને કારણે સ્ત્રી ની યોનિમાં ભીનાશ જળવાઈ રહે છે અને કયારેક તે પરાકાષ્ઠા ની અનુભૂતિ કરાવવામાં પણ મદદરૂપ થાય છે. એટલે જો આ ગ્રંથિ હટાવી દેવાય તો� સ્ત્રી� માં મેનોપોઝ જેવી અવસ્થા સર્જાય. આ પરિસ્થિતિમાં કોઈ સારા હોર્મોન સ્પેશિયાલિસ્ટની સલાહ અને સારવાર લેવાથી ઘણી રાહત થઈ શકે. ઉપરાંત નૈસર્ગિક ઉપચાર તરીકે રોજિંદા ભોજનમાં લીલાં પાંદડાંવાળી ભાજી અને સોયાબીન લેવાથી, અઠવાડિયામાં એકાદ વખત અડદની દાળ લેવાથી અને સૂર્યનમસ્કાર જેવી કસરત કરવાથી� હોર્મોન્સ ના પ્રમાણમાં વૃધ્ધિ કરી શકાય.