મોટી ઉંમરમાં સેકસ માણવાનું જુવાનીની અવસ્થા જેટલું સરળ નથી, તે વાત સાચી. ઉંમર વધવાની સાથે શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે અને સેકસ માણવામાં આ ફેરફારો મુશ્કેલી સર્જી શકે છે, પરંતુ દરેક સિક્કાની બીજી બાજુ હોય એમ મોટી ઉંમરના કેટલાક ફાયદા પણ છે. મોટી ઉંમરે સારી રીતે સેકસ કઈ રીતે માણી શકાય તેના કેટલાક પોઈન્ટ
પુરૂષોની સમસ્યા :-શરીર વહેલું થાકી જાય છે.ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ ઘટી શકે. જોકે સારી વાત એ છે સાઠ વર્ષની ઉંમર પછી ફરી ટેસ્ટોસ્ટોરોનનું પ્રમાણ વધવા લાગે છે.વૃષણો કઠણ બની જાય છે. વીર્યનું પ્રમાણ તથા એની ગુણવત્તા ઘટે છે.લિંગનું ઉત્થાન થતાં લાંબો સમય લાગે છે અને ઝટ સ્ખલન કરવાની ઈચ્છા ધીમી પડે છે.સ્ખલન પછીના આનંદનો સમય ટૂંકાય છે અને લિંગનું ફરી ઉત્થાન થતાં વધુ લાંબો સમય લાગે છે. ફાયદાઃલિંગનું ઉત્થાન તથા સ્ખલન મોડું થવાને કારણે પુરૂષ પોતાની સાથીદારના આનંદની કાળજી વધુ સારી રીતે રાખી શકે છે.સાથી ઓર્ગેઝમ સુધી પહોંચે ત્યાં સુધી પુરુષ સ્ખલન રોકી રાખી શકે છે. આમ પુરૂષો સેકસમાં આનંદ મેળવવા કરતાં પાર્ટનરને સેકસની મજા મણાવા પર વધુ ભાર મૂકે છે. આ રીતે મોટી ઉંમરે બંનેનો સંબંધ વધુ ઉષ્માભર્યો બની શકે.એક અભ્યાસ મુજબ જે પુરૂષો સેકસનો આનંદ બરાબર માણે છે તેઓ મહદંશે એક જ સાથીને વળગી રહે છે અને સંબંધને નિભાવી જાણે છે.
સ્ત્રીઓની સમસ્યાઃએસ્ટ્રોજન નામનું સેકસ હોર્મોન પેદા ન થાય. ઓર્ગેઝમ ટૂંકો બની જાય. યોનિ સંકોચાઈ જાય અથવા તો સ્થિતિસ્થાપકતા ઘટી જાય, યોનિ સુકાઈ જાય અને સમાગમ વખતે પીડા અનુભવાય.ફાયદાઃ મોટી ઉંમરમાં સેકસ માણવામાં પ્રેગનન્સીનું કોઈ જોખમ નથી હોતું એટલે સેકસનો આનંદ બેફિકર થઈને માણી શકાય છે. મલ્ટીપલ ઓર્ગેઝમ તથા કિલટોરિરસની ઉત્તેજનાની ક્ષમતા યુવાનીના સમય જેટલી જ રહે છે.ધ્યાન મા રાખવા જેવી બાબતોસારી સેકસ લાઈફમાં બે શરીરો જ સંકાળેયેલાં હોય છે એ વાત ખોટી છે. મોટા ભાગના કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકો વાંચનમાં, ટેનિસ જેવી રમતમાં સારી રીતભાતમાં અને સદા રોમેન્ટિક રહેવામાં રુચિ રાખે છે તેઓ જ સેકસમાં સારા પાર્ટનર બની શકે છે.રમૂજવૃતિ, બાહ્યગામી, હૂંફાળું મિત્ર વર્તુળ અને પરિવાર વગેરે જેવાં પરિબળો સેકસીલાઈફને વધુ જોમવંતી બનાવે છે. બીજી તરફ હંમેશાં ઉપાધિ અને ફરિયાદો કરતાં લોકોની સેકસ લાઈફ સમાપ્ત થઈ જાય છે. વળી, તેમનું આયુષ્ય પણ ટૂકું થઈ જાય છે.મોટી ઉંમરમાં સેકસ માણવાની મજા અલગ પ્રકારની હોય છે તેમ જ ફોર પ્લેનો સમય વધુ લાંબો ચાલે છે. ગર્ભ વિરોધી સાધનો વાપરવાનાં ન હોવાથી યૌનિક સંબંધ સીધો રહે છે અને ઉંમરને ધ્યાનમાં રાખીને અલગ પ્રકારની પોઝિશનો અજમાવવાની હોય છે.મોટી ઉંમરમાં સેકસ બરોબર માણવું હોય તો ઓછી કેલરી અને હાઈ ફાઈબરવાળો ખોરાક ખાવો તથા નિયમિત કસરત કરો.વેજિટેરિયન રહેવું, બગીચામાં કામ કરવું ચાલવાની ટેવ રાખવી વગેરે જેવી તંદુરસ્ત આદતો સારી સેકસ લાઈફમાં પાયારૂપ હોય છે.મોટી ઉંમરમાં સેકસ માટે બ્લડપ્રેશર નોર્મલ હોય એ એક પૂર્વશરત છે.ઉંમર વધવાની સાથોસાથ શરીરમાં હોર્મોનના ફેરફારો થાય છે અને અંગોમાં પણ પરિવર્તન થાય છે. આ વાસ્તવિકતા સ્વીકારી લેવાથી સેકસની બાબતમાં અવરોધરૂપ ગ્રંથિઓ દૂર થાય છે.
મોટી ઉંમરના સેકસની બાબતમાં સ્ત્રી મોટે ભાગે સામાજિક કે માનસિક અવસ્થાને કારણે અરૂચિ રાખતી હોય છે, જયારે પુરૂષો નિષ્ફળતા મળવાના ડરને કારણે અચકાતા હોય છે. છેલ્લે-આટલુ યાદ રાખો કે સેક્સ ને કોઇ એક્સપાઇરી ડેઇટ નથી હોતી.