પત્ની ની ડિલિવરી પછી અમારો બંનેનો સેકસમાં રસ ઓછો થઈ ગયો છે.
મારી ઉંમર ૩૫ વર્ષ અને પત્ની ની ઉંમર ૩૩ વર્ષ છે. અમને ચાર મહિનાની બેબી છે. પત્ની ની ડિલિવરી પછી અમારો બંનેનો સેકસમાં રસ ઓછો થઈ ગયો છે. બે પહેલાં અમે સેકસમાં ખૂબ જ એકિટવ હતાં, પણ હવે તો મન નથી થતું. અમારે પાછું પહેલાં જેવું એકિટવ થવું છે તો એ માટે શું કરવું એનો યોગ્ય� ઉપચાર બતાવશો.
તમારી સમસ્યા બહુ ગંભીર નથી. ડિલિવરી પછી ઘણી વાર યોનિમાર્ગ વિસ્તરી જાય છે. ઘણી વાર જે પક્કડ ઈન્દ્રિય અને યોનિમાર્ગમાં આવવી જોઈએ એ નથી આવતી. એને પરિણામે આનંદની જે અનુભૂતિ થવી જોઈએ એમાં ઊણપ વરતાય છે. આવું વારંવાર થયા કરે તો કામેચ્છા પર વિપરિત અસર પડે છે. એક સાધારણ દાખલો છે. તમે એક કપ ચા પીધી. જો એ સારી હશે તો તમને બીજી વાર પીવાનું મન થશે અને સારી નહિ હોય તો પીવાનું મન ઓછું થાય અથવા પરાણે પીવા જાઓ તો જેટલો આનંદ આવવો જોઈએ એટલો ન આવે એ સ્વાભાવિક છે.� એ ઉપરાંત સાધારણ રીતે બાળકના આવ્યા પછી પત્નીનો પ્રેમ બાળક અને પતિ વચ્ચે વિભાજિત થઈ જતો હોય છે. એને કારણે ઘણી વાર આપણને પત્નીની કામેચ્છા ઓછી થઈ ગઈ છે એવો ભાસ થતો હોય છે. એ છતાં તમે સંભોગ પહેલાં સેકસના વિચારો કરો અને ફોરપ્લે માં વધારે સાથ ગાળો. એ ઉપરાંત સેકસને લગતું સાહિત્ય બંને સાથે બેસીને જુઓ કે વાંચો. એનાથી તમારા બંનેની કામચ્છામાં વધારો થશે. અને પાછો પહેલાં જેવો આનંદ મળશે.