
ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત ગુણ સહિષ્ણુતા છે. તેણે પોતાની મહાનતા સાથે અન્યની મહાનતાને પણ સહર્ષતાથી સ્વીકારી છે. આ સંસ્કૃતિમાં વૈવિધ્યની ભરમાર છે, પરંતુ તેનું વૈવિધ્ય કમળના ફૂલમાં રહેલી પાંખડીઓ જેવું છે. કોઈપણ સમાજનો સમતોલ વિકાસ તો જ કહી શકાય જો તે સમાજના સૌથી છેવાડાના (નિર્બણ) માણસને યોગ્ય ન્યાય મળતો હોય. આ માટે આપણી સંસ્કૃતિએ પંચાયત વ્યવસ્થાની કલ્પના કરી. સમાજમાં નાના-મોટા સૌની માટે ન્યાયની વાત કરી છે, અને આવું આદર્શ કાર્ય કરના પંચાયતનની પૂજા કરવાનું જણાવ્યું છે.
આ પંચાયતન પૂજામાં ગણેશ, શંકર, વિષ્ણુ, સુર્ય તેમજ અંબા એમ પાંચ દેવતાઓમાંથી જે સમૂહ જે દેવતાને મુખ્ય માને તેને કેન્દ્રમાં રાખીને તેની આસપસ રહેલા અન્ય ચારને ગોઠવીને તેઓની પૂજા-અર્ચના કરવાની છે. ઉદાહરણ તરીકે શંકર ભગવાનને મુખ્ય દેવતા માનનાર સમુહ તેને મુખ્ય માનીને બાકીના અન્ય દેવતા-ગણેશ, વિષ્ણુ, સુર્ય તેમજ અંબાજી વગેરેને ગોઠવી શૈવ પંચાયતન્ બનાવી, આમ, પંચ દેવની બનેલી પંચાયતનની પૂજા કરે છે. આ રીતે ગણેશ પંચાયતન વિષ્ણુ પંચાયતન, સુર્ય પંચાયતન, અંબાજી પંચાયતન, વગેરે અસ્તિત્વમાં આવી અને સમાજમાં કોઈપણ વાદ વિવાદો કલેશ ઉભા થાય આ પંચાયતન બહુ જ ખુબીથી નિરાકરણ લાવતી. આ પંચાયતનમાં સામેલ બધા દેવ સમાજના જુદાં જુદાં સંપ્રદાયોનું પ્રતિનિધીત્વ કરતી હોય તેના ફેંસલાઓ સર્વમાન્ય રહેતા.જુના સમયમાં શંકરાચાર્યે શરૂ કરેલા આ પ્રણાલીમાં કાળક્રમે ફેરફાર થતો ગયો તેના સ્વરૂપમાં ફેરફાર થતો ગયો. આજે પણ ગામડાઓમાં પંચાયતનું અસ્તિત્વ છે. પંચાયતના મૂળભૂત અર્થમાં પંચ રહેલું છે. અહિં પંચ એટલે પાંચ વ્યક્તિનું બનેલું ઉપરોકત દેવ પણ પાંચ જ છે. વળી, આપણે પંચ એજ પરમેશ્વર ઉક્તિ વાપરીએ છીએ, જે પણ ઉપરોકત દેવતાઓને બંધબેસતી છે.
આ પંચાયતન્ પૂજા વર્તમાન પરિપેક્ષ્યમાં પણ ખૂબજ મહત્વ ધરાવે છે. આજે પણ સમાજમાં સંપ્રદાયો, સંપ્રદાઓ, બે વ્યક્તિ વચ્ચે, કૌટુંબિકસ્તરે રાગ-દ્રેષ, ઈર્ષા-કલેશ ઝઘડાઓ વગેરેનું અસ્તિત્વ છે. આ બધી બાબતોમાં સૌને સ્વીકાર્ય સમાધાન માત્ર બધા સમૂહોનું પ્રતિનિધિત્વ ધરાવતી પંચાયતન જ લાવી શકે, તેથી તેની શાસ્ત્રીય રીતે પૂજા કરવી જરૂરી છે. પંચાયતનમાં શાસ્ત્રીય રીતે સ્થાપિત ઉપરોક્ત દેવતાઓ બુધ્ધિ, જ્ઞાન, સંપત્તિ (લક્ષ્મી) શક્તિ તેજસ્વિતા વગેરેની દ્રષ્ટિએ સર્વોત્તમ છે. તેઓના આ ઉત્કૃષ્ટ ગુણોને કારણે જ તેઓ પંચાયતનમાં એક આદર્શ પંચ તરીકે કાર્ય કરે છે. આપણે પણ આ પંચદેવ ની પૂજા કરી વર્તમાન પંચાયતન માં સમાજમાંથી એવી વ્યક્તિઓ પસંદ કરીએ જેઓ પણ બુધ્ધિ,જ્ઞાન, સંપત્તિ, શક્તિ તેમજ તેજસ્વિતાની વગેરેની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ હોય, આવી આદર્શ વ્યક્તિઓથી શોભતી પંચાયતન ઉત્કૃષ્ટ હોય, આવી આદર્શ વ્યક્તિઓથી શોભાતી પંચાયતન, સમાજની, દરેક વ્યક્તિઓને યોગ્ય ન્યાય આપી શકશે, અને સમાજને દોષમુક્ત કરી તેનો સાચા અર્થમાં વિકાસ કરશે.