
માણસના શરીરમાં પ્રાણ એ જીવન તત્વ છે. તેનાથી જ સમગ્ર શરીર ધબકે છે. બધી ક્રીયાઓ થાય છે. એકવાર શરીરમાંથી પ્રાણ ચાલ્યા ગયા પછી આ નશ્વર દેહમાં કોઈ કામનો રહેતો નથી. આપણે બહારના ઉપયોગી તમામ તત્વોનો મહિમા ગાઈએ પરંતુ ખુદ આપણા જીવન તત્વ અર્થાત્ પ્રાણને ભૂલી જઈએ તે કેમ ચાલે ? કારણકે તેના વગરતો કશું જ સંભવી શકે નહિ. વ્યકિત, કુટુંબ કે સમાજ કે રાષ્ટ્ર જીવનને પ્રાણવાન બનાવવા માટે તેનો આદર કે ઉપાસના કરવી જરૂરી છે જ આપણા વેદશાસ્ત્રોમાં પણ પાંચ પ્રકારના પ્રાણની ઉપાસના કરવાનું કહયું છે, તેમાં સમગ્ર શરીરમાં ફરતો અને વ્યાનરુપે રહેતો પ્રાણ હ્દયમાં તેનો વાસ પ્રાણવાયુ સ્વરૂપે છે તે ગુદામાં એ અપાનવાયુ તરીકે ઓળખાય છે, માનવના કંઠમાં રહેતો ઉદાનવાયુ સ્વરૂપમાં તેમજ શરીરના નાભિમંડળમાં જે સમાન વાયુ તરીકે નિવાશ કરે છે. જીવસૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે સૃષ્ટિના સર્જક બ્રહ્મા, પાલનકર્તા વિષ્ણુ તેમજ નાશકર્તા મહેશ મૂળ તો એક જ શક્તિના ત્રણ ભાગ હતા પરંતુ આ અખંડ શક્તિના ત્રણ કાર્યોને કારણે તેઓ હવે અલગ-અલગ ઓળખાય છે. તે જ રીતે શરીરનો એક જ પ્રાણવાયુ તેના પંચકર્મના આધારે અલગ-અલગ પાંચ નામે ઓળખાય છે.
માણસના સમગ્ર શરીરમાં સતત ચર્યા કરી રહેલો વ્યાન વાયુ શરીરના લોહી તે તેના તમામ ભાગોમાં પરિભ્રમણિત કરવાનું કાર્ય કરે છે. સદ્વિચારોએ સમગ્ર સમાજનો પ્રાણ છે અને તે સમાજના તમામ ભાગોમાં ફેલાવા જોઈએ તેમાં સૂર પણ વ્યાતવાયુના કાર્યમાંથી પ્રતિબિંબીત થાય છે. હદય એ સમગ્ર શરીરનો આધાર છે. તે ધબકે ત્યાં સુધી માણસનું જીવન ધબકે છે. આ હદયમાં રહેલો પ્રાણવાયુ લોહીને શુધ્ધ કરે છે. જો અહિં પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ ન રહે તો માણસ ગુંગળામણ અનુભવવા લાગે છે. માણસે સતત વિકાસનો પંથ જાળવવો હોય તો તેના વિચારોમાં પણ સ્ફૂર્તિ હોવી જરૂરી છે. નિરાશાવાદી વિચારો વ્યક્તિને ગુંગળાવે છે. અને અંતે તેનું પતન થાય છે આ માટે પ્રાણવાન વાયુ જેવા પ્રાણવાન વિચારો કેળવવા જરૂરી છે. જયોર ગુદાસ્થાનમાં નિવાસ કરતો અપનવાયુ શરીરમાં એકઠા થતાં કાર્ય ન કરે તો શરીરમાં બિનજરૂરી કચરો એકઠો થતો જાય જે અંતે સમગ્ર શરીરની તબિયત બગાડે. આપણા મનમાં પણ ખોટા આડંબરો રાગ, દ્રેષ, ક્રોધ, શત્રુના વગેરે ઘૂસી ગયા હોય છે. જો તેવા સમય રહેતા આપણે ત્યાગ ન કરીએ તો અંતે આપણને જ નુકશાનકારક નિવડે તેવો પ્રતિધ્વની અહિં મળે છે. માણસના કંઠમાં નિવાસ કરતો ઉદાનવાયુ માણસમાં ઓડકાર કે છીંક ઉત્પન્ન કરે છે. ઓડકાર ભરપેટ સંતોષમય ભોજનની નિશાની છે. જયારે છીંકને કારણે વ્યકિતનું મસ્તક હળવું બને છે. આ બંને ક્રયાઓની અંતે માણસને રાહત મળે છે. જયારે માણસના શરીરમાં નાભિસ્થાનમાં બિરાજમાન સમાનવાયુ પીત કફ તેમજ વાતને સમતોલ રાખે છે. આ સમતોલન જ વ્યકિતની તંદુરસ્તીને જાળવવાનું કાર્ય કરે છે. આમ, માણસના નિરોગીપણા માટે આ વાયુ ખુબ જ મહત્વનો છે.