
એકવાર રાજા વિશ્વરથ (જે પછી બ્રહ્મર્ષી વિશ્વામિત્ર બન્યા) પોતાની સેના સાથે યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરી પાછા વળી રહ્યા હતા, ત્યારે વચ્ચે ઋષિ વસિષ્ઠના આશ્રમે ગયા, ઋષિ વશિષ્ઠે રાજાનું સ્વાગત કરી ભોજન સમય હોઈ, રાજા સહિત સમગ્ર સૈન્યને બત્રીસ જાતના ભોજન કરાવ્યા એક તપસ્વી ઋષિ પોતાને તો ઠીક પણ લાખો સૈનિકોને પણ ભોજન અને એ પણ બત્રીસ જાતના ભોજન કરાવી શકે છે, ઋષિની આવી ક્ષમતાથી રાજાને આશ્ચર્ય થયું. પછી તેને જાણવા મળ્યું કે ઋષિ વસિષ્ઠ પસે કામધેનું નામની ગાય છે જે બત્તીસ પ્રકારના ભોજન તો શું તેની પાસે જે માગો તે આપે છે અને ખરેખર ગાયે માનવને શું નથી આપ્યું તેના મધુર દૂધમાંથી આપણે દહિં, છાસ, ઘી વગેરે બનાવીએ છીએ. ગોપાલન કરતા લોકો આ બધી વસ્તુઓ વેંચીને પોતાનો જીવન ગુજારો કરે છે. તેના ગોબરમાંથી છાણાં વગેરે બનાવી તેનો બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ ગોબરને ખેડૂતો ખેતરમાં ખાતર તરીકે ઉપયોગી કરી મબલખ કૃષિ પાકનું ઉત્પાદન કરે છે. વૈજ્ઞાનિકો દ્વારા થયેલા તાજા સંશોધનો મુજબ ગાયના મૂત્રથી ડાયાબિટીસ અને કેન્સર જેવા અસાધ્ય રોગોમાં પણ ફાયદો થાય છે. આમ તેનું પંચગત્ય સર્વ રીતે ઉપયોગી છે. આર્યોના જીવનનો આધાર પણ ગાય જ હતી તેથી જ તેઓને ગોપાલક-આર્યો કહેવામાં આવતા.
ગાયની આવી મહાન મહત્તા જોઈને જ તે પ્રાણી હોવાછતાં લાઠી અડાડવાનું પણ વર્જ્ય ગણેલ છે. તેને માતા તરીકે પુજવાનો આદેશ આપ્યો છે. કારણકે માનવતેનું દૂધ પીને મોટો થાય છે. આ પૃથ્વી જેના દ્વારા ધારણ થાય છે. તેવા સાત પ્રકારના મહાન લોકોમાં પુજનિય ગાયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ ગાયો બહુ વ્હાલી હતી તેના પ્રેમાણ વર્તનથી તેની મોરલીનો મધુર સુર સાંભળતા જ ગાયો ગમે ત્યાં ચરતી હોય શ્રી કૃષ્ણ પાસે દોડી આવતી કૃષ્ણનું એક નામ ગોપાલ છે. જે સૂચક છે આજે જયારે સંસ્કૃતિનો નાસ થઈ રહ્યો છે. ત્યારે પણ હજુ એવા ઘણા પરિવારો છે જે પહેલા ગયાને ચારો નાખે છે અને પછી પોતે જમે છે, ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જયાં ગાય માટેની અલગ રોટલી બનતી ન હોય. અહિં પોતાને ભૂખ લાગી છે તો આંગણામાં બાંધેલી ગાયને પણ ભૂખ લાગી છે તો આંગણામાં બાંધેલી ગાયને પણ ભૂખ લાગી હશે. આવો ઉચ્ચ પ્રેમભાવ તો માત્ર માતા-િ૫તા પોતાના સંતાનો માટે કે સંતાનો પોતાના માતા-િપતા કે પતિ-પત્નિ વચ્ચે જ સંભવી શકે, આવી છે ગાયની ઉચ્ચ મહત્તા.આ ગાય ઘણી વ્યકિતઓને મહાનતા બક્ષવામાં પણ નિમિત બની છે, જેના ઉદાહરણો પૌરાણિક ગ્રંથોમાં પણ જોવા મળે છે, રાજા વિશ્વરથ ને ઋષિ વસિષ્ઠ પાસે રહેલી મહાન કામધેનૂ ગાય પ્રાપ્ત કરવી હતી અને તે મેળવવા તેણે ઘણી શક્તિઓ વાપરી પરંતુ વસિષ્ઠના તપોબળ અને કામધેનૂની શક્તિ આગળ બધુ વ્યર્થ હતું વસિષ્ઠને પરાસ્ત કરવા વિશ્વરથ અમોધ તપ કરીને ઋષિ વિશ્વામિત્ર બન્યા અને ત્યાર પછી બ્રહર્ષી બન્યા, વિશ્વામિત્રને બ્રહ્મત્ત્વ અપાવવામાં પણ અપ્રત્યક્ષ રીતે એક ગાયનો ફાળો રહ્યો છે. આવી પૂજનિય ગાય પાસેથી આપણે ઘણું શિખવા જેવું છે. ગાય પોતાનો ખોરાક વાગોળી – વાગોળીને જ તેનું દૂધમાં ઉતારે છે. માણસે પણ કોઈપણ જાતની સલાહો, શિખામણો કે મંતવ્યો અર્થસભર છે કે નહિ, તે વિશે વિસ્તૃત વિચાર કરીને પછી જ તેનો અમલ કરવો જોઈએ, આપણી સંસ્કૃતિએ ગાયને માતા સમાન ગણી તેનું પૂજન કરવાનું કહ્યું છે. તેની પાછળ પણ ખાસ મર્મ રહેલો છે. જન્મ દેનારી માતાને વૃધ્ધવસ્થા આવે એટલે નકામી ગણી તેનો ત્યાગ નથી કરતા બલ્કે તેના સ્વર્ગવાસ સુધી હર પ્રકારે પાલન પોષણ કરીએ છીએ કારણકે તે આપણી માતા છે તેજ રીતે આપણને જીવનભર દૂધ આપી આપણને દરેક રીતે ઉપયોગી થયા બાદ પોતાના અંતકાળ તરફ જતી ગાયનો કયાંરેય ત્યાગ ન કરવો કે તેને કસાઈવાડે ન મોકલવી તેને હંમેશા માતા જેવું માન આપતા રહેવું.