ઈશ્વરે સુષ્ટિની રચના કરી ત્યારે તેઓમાં પણ સ્ત્રી અને પુરૂષના સંયુક્ત ગુણો આવ્યા. ભગવાને આ બંને પ્રકારના ગુણોને યોગ્ય ન્યાય આપવા દેવી ઉમા એટલે કે પાર્વતીજીને અર્ધુ અંગ આપી દીધું. ભગવાન માત્ર શક્તિ જ નહોતા ધરાવતા તેનામાં દય, પ્રેમ, લાગણીશીલતા વગેરે ભાવ ઉપરાંત નિડરતા, સંસ્કારીતા વગેરે ગુણો પણ સમાયેલા હતા. આ સ્ત્રી-પુરૂષોના સંયુક્ત ગુણોને કારણે શિવજી અને ઉમાજી સંયુક્ત રીતે અર્ધનારીશ્વર કે અર્ધનારીનટેશ્વર કહેવાયા. આ બાબતને થોડી જુદી રીતે કહીએ તો અર્ધનારીનટેશ્વર કહેવાયા. આ બાબતને થોડી જુદી રીતે કહીએ તો અર્ધનારીશ્વરમાં સ્ત્રી-પુરૂષ, પાર્વતી-શિવ તેમજ પ્રકૃતિ અને પુરૂષ બંનેના લક્ષણોનું એકીકરણ છે. જે સ્ત્રી અને પુરૂષ બંનેના લક્ષણોનું એકીકરણ છે, જે સ્ત્રી અને પુરૂષના જીવનને પૂર્ણતા બક્ષે છે, આમ અર્ધનારીશ્વર કે અર્ધનારીનટેશ્વર પૂર્ણતાનું પ્રતિક ગણાય.
સૌ પ્રથમ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે જીવ માત્રનો વિનાશ નક્કી જ હતો. ત્યારે સૃષ્ટિનું સર્જન, પાલન અને તેનો વિનાશ કરવાવાળી શક્તિ હક્કિતમાં એક જ હતી, પરંતુ આગળ જતાં આ એક જ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર તરીકે ઓળખાવા લાગી. વાસ્તવમાં સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજી, સૃષ્ટિના પાલનકર્તા શ્રી વિષ્ણુ અને સૃષ્ટિનો વિનાશ કરતાં શિવશંકર એક જ શક્તિના અનુટ ભાગ હતા. માનવની નિરાકાર શક્તિને સાકાર સ્વરૂપમા: જોવાની અદમ્ય ઈચ્છાએ જ આ એક જ શક્તિના ત્રણ સ્વરૂપોને જન્મ આપ્યો, અને મૂર્તિ પૂજાનો અતિરેક થવાથી કયારેક તો આ ત્રણે દેવો લડાઇઓ થઈ તેવી કલિપત કથાઓ પણ અસ્તિત્વમાં આવી હક્કિતમાં એક અખંડ શક્તિમાં આંતરિક લડાઈ થાય તે શક્ય જ નથી.
આ શરૂઆતની અખંડ શક્તિ હતી તેને કેટલા વિદ્ધાનોએ નાશી શક્તિ ગણી તો વળી કેટલા વિદ્ધાનોએ તે પુરૂષ સ્વરૂપે છે તેવી કલ્પના કરી. પરંતુ હક્કિતમાં આ બંને પ્રકારના વિદ્ધાનો અર્ધસત્ય જ સમજતા હતા. આ અખંડ શક્તિમાં રહેલા નર અને નારીના મિશ્ર ગુણો વ્યક્તિત્વને પૂર્ણ બનાવે છે.
ઈશ્વરે સૃષ્ટિની ઉત્પતિ માટે ઇચ્છયું હોય તો એક લિંગ વાળી પ્રજા પણ ઉત્પન્ન કરી શકયા હોત, ઘણા પ્રાણીઓ એક લિંગી છે જ, તેમ છતાં તેમણે નર અને માદા એમ દ્વિલિંગ ધરાવતા પ્રાણીઓ બનાવ્યા. એક બાળકને ઉછેરવા માટે જેમ માતા અને િપતા બંને હોય તો જ યોગ્ય સંતુલન રહે તેમ તેઓના ગુણ પણ બાળકમાં આવે તો જ તેનો પૂર્ણ વિકાસ થયો ગણાય. જીવસૃષ્ટિના સર્જનથી વિનાશ સુધીની પ્રક્રીયામાં જે વૈવિધ્ય જોવા મળે છે, એક બાળક નાનુક્ષ્ હોય તેનો વિકાસ થાય જીવનમાં તેને જે પડકારોનો સામનો કરવો પડે તેને પહોંચીવળવાની શકિત તદ્ઉપરાંત તેના પોતાના વ્યક્તિત્વ ના વિકાસ માટે જરૂરી ‘પોષણક્ષમ ગુણો‘ પ્રેમ, લાગણી વગેરે જોઈએ તે તમામ માતા અને પિતા તરફથી અનુવંશિક રીતે મળતા હોય છે. જીવસૃષ્ટિમાં માનવ સૌથી વધુ બુધ્ધિશાળી હોય તેણે ઉત્પતિની આ પ્રક્રીયાને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માનવસંસ્કૃતિએ લગ્નસંસ્થાનું નિર્માણ કર્યુ, અને સ્ત્રી અને પુરૂષ પરણે ત્યારે જ આપણે તેને પૂર્ણ માનીએ છીએ, આમ ઉચ્ચકક્ષાની કે પૂર્ણતા ધરાવતી જીવસૃષ્ટિના નિર્માણ માટે લગ્ન કે સ્ત્રી-પુરૂષનો સંયોગ જરૂરી છે, અને ઈશ્વરે આ કામ ખુબ જ બુધ્ધિપૂર્વક કર્યુ છે, જેનું પ્રતિક અર્ધનારીનટેશ્વર.