હોમ
સયાજીરાવ ગાયકવાડ
-
વડોદરા રાજ્યના પ્રગતિશીલ અને લોકપ્રિય રાજવી સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) નો જન્મ તા. ૧૧-૩-૧૮૬૩માં મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં થયો હતો. ૧૮ વર્ષની ઉંમરે તેઓ અંગ્રેજી વાંચતા બોલતા થયા. ટૂંકા ગાળામાં તો તેમણે રાજ્યસૂત્રોની જરૂરી માહિતી તથા જ્ઞાન મેળવી લીધા. દરમિયાન તેમને વડોદરા રાજ્યની સર્વ સત્તા સોંપવામાં આવી. કલ્પનાશીલ દીર્ધદૃષ્ટ્રિ રાજવી સયાજીરાવે વડોદરાને સુવિકસિત અને શોભતું નગર બનાવ્યું. પ્રજાવત્સલ રાજવી બનીને જેમણે હિન્દુસ્તાનમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું. એ સમયમાં ક્રાંતિકારી એવા સમાજસુધારણાના અનેક કાયદા કર્યા. સંસ્કૃત અને હિંદી પ્રચાર-પ્રસાર માટે એમણે વ્યાપક પ્રયત્નો કર્યા. એક દેશી રજવાડાના રાજા હોવા છતાં સમય સમય પર રાષ્ટ્રીય સમસ્યાઓ પર નિર્ભયતાપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કરતા રહેતા. લોકોપયોગી કાર્યો માટે ધન વાપરતા તેમણે કદી પાછી પાની કરી ન હતી. તેમણે ત્રીસેક વખત વિદેશયાત્રા કરી જેથી સુધારા અને સંસ્કૃતિ ક્ષેત્રે આગળ વધેલા દેશોના ઉમદા વિચારો અને કાર્યો રાજ્યમાં દાખલ કરવાની તેમને તમન્ના જાગી. યુરોપમાં હતા ત્યારે બિમાર પડતા તેમને ભારત લાવવામાં આવ્યા ઈ. ૧૯૩૯માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું પરાધીનતાના સમયમાં એમણે અંગ્રેજ સત્તા સાથે સંઘર્ષ કરી રાજ્યની પ્રજાને કુશળ વહીવટ આપ્યો તે આજે પણ પ્રેરણાદાયી છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com