જેમનું જીવન જ એક સંદેશ હતો તેવા બાપુના જીવનથી સૌ કોઇ પરિચિત છે.
તેમ છતાં તેમાં રહેલા સુક્ષ્મતમ સુક્ષ્મ એવા સત્યને થોડા વધુ નજીકથી જોવાનો આ માત્ર એક પ્રયત્ન છે.
આપણે સૌ સત્યની શાબ્દિક વ્યાખ્યા જાણીયે છીયે પરંતુ બાપુએ સત્યને જીવી જાણ્યું.
ગુર્જરીના વાચક મિત્રો સમક્ષ બાપુની આત્મ કથા 'સત્યના પ્રયોગો' રજુ કરવાની શરુઆત કરવા જઇ રહ્યાં છીએ. સત્યના પ્રયોગોમાં કુલ 5 ભાગ છે. હાલ ભાગ 1 થી શરૂઆત કરી રહ્યા છે. બીજા ભાગો ટૂંક સમયમાં આવી જશે. આશા છે આ પ્રયાસને વાચક મિત્રો આવકારશે.
..ચાલો આપણે સૌ આ રીતે નવી પેઢીને સત્યની તાકાતથી પરિચિત કરાવવાનું સહિયારુ સાહસ કરીયે.