હોમ
સંત ભોજા ભગત
-
‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા ‘ગુજરાતના કબીર’ ભોજા ભગતનો જન્મ તા. ૭-૫-૧૭૮૫ના રોજ વૈશાખી પૂર્ણિમાએ જેતપુર પાસેના દેવકીગાલોલ ગામમાં થયો હતો. આર્થિક દ્રષ્ટિએ સામાન્ય પરંતુ આંતરિક સમૃદ્ધિ અને ભક્તિએ અસામાન્ય હતા. બાલ્યબાળમાં ઈશકૃપાએ સર્જેલા ચમત્કારોથી અસંખ્ય શ્રદ્ધાળુ તેમના દર્શન આવવા લાગ્યા. ગાયકવાડી પ્રાંત અમરેલી પાસેના ફતેપુર ગામમાં આવી આશ્રમ બાંધ્યો. અમરેલીના દીવાન વિઠ્ઠલરાવ પણ તેમના શિષ્ય બન્યા હતા. તેમને સંબોધીને તેમણે ગાયેલા પદો ગુજરાતી સાહિત્યમાં ‘ચાબખા’નામથી જાણીતા છે. જેમાં ધારદાર અને બળુકી વાણીમાં અંધશ્રદ્ધા, પાખંડ અને દંભી વ્યવહારો પર ભારે પ્રહારો કર્યા છે. એનો ગેય ઢાળ પણ ખૂબ મનમોહક છે. ‘પ્રાણિયા ભજી લેને કિરતાર’ અને ‘કાચબા-કાચબીનું ભજન’ મહાત્મા ગાંધીજીને ખૂબ ગમતું. ઉપરાંત કીર્તન, હોરી, ધોળવાર વગેરે અનેક પદોનું સર્જન કર્યું છે. એમની વાણીમાં કુલ ૨૦૪ પદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તોઓ બિલકુલ નિરક્ષર હોવા છતાં તેમની કાવ્યવાણીમાં શબ્દ તથા અલંકારો, રંગીન આતશબાજીની જેમ રંગબેરંગી પ્રકાશ ફેલાવે છે. આ ભક્ત કવિએ પોતાનો દેહત્યાગ તેમના શિષ્ય જલારામના સાંનિધ્યમમાં વિરપુરમાં ઈ.૧૮૫૦માં કર્યો હતો. ભક્તભૂષણ ભોજા ભગત જ્યાં સુધી ગુર્જરભાષા જીવશે ત્યાં સુધી અમર રહેશે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved