મીઠું કે ક્ષાર બરફને કેવી રીતે પીગળાવે છે ?
મીઠું બરફને ઓગાળતું નથી, પરંતુ મીઠું તેમ જ પાણીનું દ્રાવણ કે મિશ્રણ જેને મીઠાનું દ્રાવણ કહેવામાં આવે છે, તે બરફને પીગાળે છે. ખાંડ અથવા સાકરના ટુકડા ચાના કપમાં જેમ ઓગળી જાય / પીગળી જાય તેવી રીતે બરફ મીઠાના આ દ્રાવણમાં ઓગળી જાય છે. તેનું કારણ એ છે કે, બરફના અણુઓ અને પ્રવાહીના અણુઓ પરસ્પર આકર્ષાય છે. એવો તર્ક કરવામાં આવે કે, જો આમ હોય તો પછી આ રીતે બનેલું દ્રાવણ વળી પાછું બરફમાં પણ રૂપાંતરિત થઇ જતું હશે. પરંતુ આ દ્રાવણનું ઠારબિદું, પાણીના ઠારબિદું કરતાં ઘણું નીચું હોય છે, તેથી તે પ્રવાહી રૂપમાં જ રહે છે.