-
બેચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતરે છે.આમલીને પાણીમાં પલાળી, મસળી ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતરે છે.છાશ પીવાથી ભાંગનો નશો ઉતરે છે.કાનમાં સરસિયાના તેલના ટીંપા નાખવાથી ભાંગનો નશો ઉતરે છે.#brake#સિંધવ, મીઠું અને સૂંઠ વાટી તેમાં લીંબુનો રસ મેળવી ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.ખજૂરને પાણીમાં પલાળી મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે.કાકડીને ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઉતરે છે.એક રૂપિયાભાર જેટલી ફટકડી ઓગાળી પીવાથી દારૂ પીને લથડિયાં ખાતા બેભાન બનેલા તરત ભાનમા આવે છે અને નશો ઉતરે છે.ચાર રૂપિયાભાર જેટલો ગોળ દસ રૂપિયાભાર જેટલા પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને ચકચૂર બનેલા ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com