હોમ
પડતીનો ગ્રહ ‘રાહુ’
-
વૈદિક જયોતિષશાસ્ત્રમાં ચંદ્રના ઉત્તર મધ્યબિદુંને રાહુ કહે છે તથા દક્ષીણ મધ્યબિદુંને કેતુ કહે છે. આ બંને ગ્રહોને કાળા ગ્રહો કે છાયા ગ્રહો કહેવામાં આવે છે. આ બંને ગ્રહો ગ્રહણની બાબતો સાથે સંકળાયેલા છે. તેઓમાં શાસક હોવાથી કોઈ નિશાની નથી. છતાં પણ કહેવાય છે કે તે બુધ અને ગુરૂની રાશિને લાભ આપે છે, જયારે અન્ય લોકો કહે છે કે રાહુ કુંભરાશીને અને કેતુ વૃશ્વિક રાશીને લાભ આપે છે,ચંદ્રનું ઉત્તર મધ્યબિદું રાહુ છુપાવવું, ગળી જવું એમ અર્થ ધરાવે છે.
આ ગ્રહ દુન્યવી ઈચ્છાઓ તથા ભૌતિકતાઓ સાથે સંકળાયેલ ગ્રહ છે. રાહુનો ગ્રહ ધાર્મિકવૃતિની અનિચ્છા અથવાતો ભૌતિકતામાં લીન થઈ જવાની વૃતિ દર્શાવનાર ગ્રહ છે. તે દુન્યવી ઈચ્છાઓ, પ્રસિધ્ધ, લાલચ, કુશાગ્ર, બૃધ્ધી, દોરી સંચાર (કામ કરાવડાવવું), આવેગશીલ વર્તન, વિદેશીઓ, રોગચાળો, પાગલપન અને જડતા દર્શાવે છે.
આ ગ્રહની પ્રકૃતિ વાત (વાયુ) છે. તેનો રંગ મધ જેવો છે તથા રત્ન ગોમેદ છે. તેની પાકટ અસર ૪૨ વર્ષની વયે થાય છે. પુરાણોમાં વર્ણન મુજબ રાહુનો ગ્રહ કપાયેલ અર્ધ- શરીર વાળો, સિંહણની કુખે જન્મેલો છતા પણ સર્પ જેવો, વિશાળ શરીર વાળો અને અસાધારણ તાકત ધરાવનારો ગ્રહ છે. સ્કંધ-પુરાણ મુજબ રાહુમાં એ ક્ષમતા છે કે એ શત્રુ ને પણ મિત્ર બનાવે છે. તેની કૃપાથી સર્પદંશની અસર દુર થાય છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણ રાહુ- કેતુને કારણે જ થાય છે.
રાહુને રંગ ઘાટો ચોકલેટ જેવો તથા તાલાશ પડતો છે. મધને મળતા આવતા તેના રંગને કારણે તેનું રત્ન ગોમેદ (કેનેમોન) છે. આ રંગ ન્યાયપ્રિયતા આપે છે તથા માનસિક તનાવ દુર કરવામાં મદદ કરે છે. વિદેશ પ્રવાસ, જુગાર, સાસચ, કુશાગ્ર, ચાતુર્ય,કામ કરવવાની કલા વગેરે આ ગ્રહ સાથે જોડાયેલ છે તેની દિશા નૈઋત્ય દિશા છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com