હોમ
પુષ્પાબહેન મહેતા
-
ગુજરાતના અનન્ય સમાજસેવિકા પુષ્પાબહેન મહેતાનો જન્મ પ્રભાસપાટણમાં તા. ૨૧-૩-૧૯૦૫ના રોજ થયો હતો. તેમને કરુણા, અભય અને સાહિસકતાના ગુણ વારસામાં મળ્યા હતા.પંદર વર્ષની વયે પુષ્પાબહેન સાહિત્ય-લેખો લખતાં થઈ ગયાં. બી.એ. થયા પછી હાઈસ્કુલમાં શિક્ષિકા તરીકે જોડાયા. જમાના પ્રમાણે નાની ઉંમરે લગ્ન થયા અને ૨૬ વર્ષની નાની ઉંમરે વૈધવ્યનો ખાલીપો દૂર કરવામાં કુદરતે સહાય કરી હોય તેમ તેમનો પરિચય ક્રાતિકારી વીરાંગના મૃદુલા સારાભાઈ સાથે થયો. સ્ત્રીઓને સહાય મળે તે માટે અમદાવાદમાં કાપડના બહિષ્કારની તેમજ દારૂની દૂકાનો ઉપરના પિકેટિંગની ચળવળોમાં ભાગ લીધો હતો. ૧૯૪૨ની ચળવળ વખતે ભૂગર્ભવાસીઓને મદદ કરી હતી. ભારત સરકારે “પદ્મભૂષણ” નો ઈલકાબ આપીને તેમનું બહુમાન કર્યું હતું. જૂનાગઢમાં ‘શિશુમંગલ’, રાજકોટમાં ‘કાન્તા સ્ત્રી વિકાસગૃહ’અને વઢવાણમાં ‘વિકાસ વિદ્યાલય’ એમ નારીગૃહોની સ્થાપના કરી. આ બધી સંસ્થાઓમાં તેમણે મન મૂકીને કામ કર્યું. સૌરાષ્ટ્ર સરકારની રચના થતાં ઢેબરભાઈ સરકારમાં પુષ્પાબહેન સ્પીકરપદે નિમાયા હતા. ઈ. ૧૯૮૮માં ગુજરાત જેમને માટે ગૌરવ લઈ શકે એવા પુષ્પાબહેનનું દેહાવસાન થયું.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com