હોમ
પ્રદીપ બ્રહ્મભટ્ટનું કાવ્ય પ્રેમની ભક્તિ
-
પ્રદીપ બ્રહ્મભટ્ટનું કાવ્ય પ્રેમની ભક્તિ
પ્રેમની ધારાએ હૈયુ હરખાઇ જાય,
આંખોના અણસારમાં જીવન હોમાઇ જાય.
સંબંધના સહવાસમાં સ્નેહ ઉભરાઇ જાય,
ભક્તિના? ગુણગાનમાં મુક્તિ મળી જાય.
કુદરત કેરા પ્રેમમાં દુનિયા ભુલાઇ જાય,
સંસાર જેના આંગણે શ્રીહરિ વિસરી જાય.
સગપણ સાચુ સ્નેહથી સૌને મળતું જાય,
વળગી ચાલે તેને જે જીવન હોમાઇ જાય.
માયાજીવન કર્મતણા બંધનેચાલતુ જાય,
પ્રેમપ્રભુનો મળતા જીવને મુક્તિ મળી જાય.
પ્રદીપ રમા રવિને પ્રેમ જલારામથી થાય,
અંતરમાં આનંદ ઉભરાયને પ્રેમ મળતો જાય.
નાચિંતા સંસારની જ્યાં ભક્તિ સાચી જાય,
વ્યાધિ નશ્વરદેહની મનથી નિકળી જાય.
કુદરતની આ અકળલીલા જીવને વળગી જાય,
માનવ મહેરામણ જગમાં બધેપ્રસરી જાય
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com