
સૂરજ ઊગ્યા રે કેવડિયાની ફણસે કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
સુતા જાગો રે વસુદેવના નંદ કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
તમ જાગે રે જાગે સહુ દેવ કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
લેજો લેજો રે પીતળના લોટા કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
દાતણ કરજો રે તુળસીને કયારે કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
મુખ લેજો રે પામરિયું ને છેડે કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
નામ લેજો રે શ્રી રામનાં નામ કે, કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
સૂરજ ઊગ્યા રે કેવડિયાની ફણશે? કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
સુતા જાગો રે......ના કંથ કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
તમ જાગે રે જાગે સહુ ઘેર કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
લેજો લેજો રે અધવાના લોટા કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
દાતણ કરજો રે ઊકરડાની ટોચે કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
મુખ લોજો રે મસોતાને છેડે કે, વ્હાણેલાં ભલે વાયાં રે.
નામ લેજો રે તમારા બાપનું નામ કે, વ્હાણેલાં ભલે વાયાં રે.