હોમ
રૂડે પરભાતને પો’ર
-
રૂડે પરભાતને પો’ર, કોશલ્યા માએ દાતણ માગિયાં.
માગ્યાં માગ્યાં વાર બે વાર, સીતાજીએ શબ્દ ન સાંભળ્યો.
મારા ગંગાજી સરખાં રે માત, તમારાં મન કોણે દુભાવ્યાં રે ?
આપણા ઘરમાં સીતાજી નાર, તેણે મારો શબ્દ ન સાંભળ્યો.
સોના ઝારી તે એને લે હાથ, કે મેડીએથી રામચંદર ઊતર્યા.
મારા નાનેરા લખમણવીર, ગંગાને કાંઠે ઘર કરો.
ત્યાં કાંઈ રાખોને સીતાજીનાર માતા વચન કેમ લોપિયું ?
સ્વામી શોરે અમારલો વાંક, શીદને કારણે વન મોકલો રે.
ગોરી તમે મારે હૈડાનો હાર, તમે મારી માતાને દુભવ્યાં?
સ્વામી હાર હોય તો હૈડે બંધાય, વહુવારુ હોય તો ઘર વસે.
સ્વામી શિયાળાના ચાર ચાર માસ, મશરૂનાં ગોદડાં મોકલાવજો.
સ્વામી ઉનાળાના ચાર ચાર માસ ફૂલના તે વીંઝણા મોકલજો.
સ્વામી ચોમાસાના ચાર ચાર માસ ચૂનાબંધ હવેલી ચણાવજો.
રાખીશ રાખીશ માસ છ માસ, છ તે માસે તેડાં મોકલું.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com