ઓ ઇશ્વર ભજીયે તને મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ.
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ,
ભુલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.
પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય,
ભુખ્યા કોઇ સુએ નહીં, સાધુ સંત સમાન.
અતિથિ ભોંઠો ના પડે, આશ્રિત ના દુભાય,
જે આવે મમ આંગણિયે, આશિષ દેતો જાય