હોમ
પ્રભાશંકર પટ્ટણી
-
વિચક્ષણ રાજ અમલદાર, સાધુપુરુષ પ્રભાશંકર પટ્ટણીનો જન્મ મોરબી ગામમાં થયો હતો. તેઓ વિધાર્થીકાળથી જ તેજસ્વી હતા. તેમનો અભ્યાસ મેટ્રિક સુધીનો હતો. એક સામાન્ય શિક્ષક તરીકેની નોકરીથી કારકિર્દીનો પ્રારંભ કરીને તેઓએ ભાવનગર રાજયના દીવાનપદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવ્યું હતું. ખેડૂતોની સ્થિતિ સુધારવા તેઓ પોતાથી બનતું બધુ જ કરતા. જૂનાગઢ વગેરે દેશી રાજ્યો ઉપરાંત સરકારી ઈલાકાઓએ પણ ભાવનગરનો દાખલો લઈતે દિશામાં પ્રયત્ન કરેલા. હિન્દુસ્તાનના દેશી રાજયોના માનવંતા સલાહકાર ઉપરાંત બ્રિટિશ સલ્તનતનોવિશ્વાસ મેળવી ઈન્ડિયા કાઉન્સિલમાં તેમણે સ્થાન ભોગવ્યું હતું. તેમનો ભાવનગર પ્રત્યેનો પ્રેમ અને મહારાજા ભાવસિંહજી પ્રત્યેની ભક્તિ અનન્ય હતા. ઉચ્ચ અમલદાર હોવા છતાં તેમનું જીવન ખૂબ જ સાદગીભર્યું હતું. તેણે કેવી નિષ્ઠાથી કામ કર્યું તેનો પુરાવો એ છે કે પોતે જ્યારે દીવાન થયા ત્યારે તિજોરી જે સ્થિતિમાં હતી તેમાં અનેક ગણો ભરાવો થયો હતો. નિ:સ્પૃહી પ્રભાશંકર પટ્ટણી જરૂરિયાતમંદ લોકોને છુટે હાથે સહાય કરતા એ કોઈથી અજાણ્યું ન હતું. ૭૬ વર્ષની ઉંમરે તા. ૧૬-૨-૧૯૩૮ના રોજ તેમનું અવસાન થયું, ત્યાં સુધી તેઓ ભાવનગર રાજયને અને રાજવીને સમર્પિત રહ્યા હતા.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved