મારી પત્ની� એ છેલ્લાં દોઢ વર્ષથી કોપર – ટી પહેરી છે. સમસ્યા એ છે કે કોપર – ટી પહેર્યા પછી તે વજન ગુમાવી રહી છે અને પાતળી થઈ ગઈ છે. અમારે હમણાં થોડાં વર્ષ બાળક નથી જોઈતું. મારે એ જાણવું છે કે હું નસંબંધીનું ઓપરેશન કરાવું અને પછી અમારે બાળક જોઈતું હોય તો નસ પાછી ખોલી શકાય? એ ઓપરેશન માટે કેટલો સમય લાગે ? શું એ સેફ છે?
નસંબંધીનું ઓપરેશન એકદમ સુરક્ષિત છે. નસબંધીનું ઓપરેશન વધુમાં વધુ દસ મિનિટમાં થઈ જાય છે. હમણાં એમાં પણ એક નવી ટેકનિકલ આવી છે જેને નો સ્કાલ્પેલ સર્જરી કહેવામાં આવે છે. એમાં છરીનો કોઈ ઉપયોગ નથી થતો. નસબંધી એ ગર્ભનિરોધનો ઉત્તમ ઉપાય છે. નસબંધી યોગ્ય રીતે કરેલી હોય તો કાપેલી નસને ફરી પાછી જોડી શકાય છે અને શુક્રજંતુ રાબેતા મુજબ વીર્યમાં દેખાવા માંડે છે. જોકે આવી રીતે કરાવેલા ઓપરેશન પછી જે શુક્રજંતુ બહાર આવે છે એ પ્રમાણમાં ઘણાં નબળા હોય છે. બીજાં સાધનો જેવાં કે નિરોધ, લૂપ વગેરેનો ઉપયોગ કરી શકો.