હોમ
નર્મદાશંકર દવે
-
પ્રેમ અને શૌર્યની કવિતાઓ ગાનાર અને નીડર પત્રકાર નર્મદનો જન્મ તા. ૨૪-૮-૧૮૩૩ના રોજ સુરતમાં થયો હતો. આ આદિપુરુષનું જીવન એટલ આંધી, તુફાન અને ઝંઝાવાત. એનો જીવનમંત્ર અને શૌર્ય. શિક્ષણ દરમિયાન તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. મિત્રોની સહાયથી તેણે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી, સુરત-રાંદેરમાં નોકરી સ્વીકારી. ટૂંકા ગાળામાં જ નોકરી છોડીને કલમને ખોળે જીવન વીતાવવાનો નિર્ણય લીધો. એમના કાવ્યોમાં લાલિત્ય કે ચારુતા કરતાં જોમ અને જુસ્સો વધુ દેખાય છે. નર્મદકોશ, નર્મદ સર્વ સંગ્રહ, નર્મદનું ગદ્ય મંદિર વગેરે તેના ચિરસ્થાયી સર્જનો છે. સુધારાની પ્રવૃતિ અને પ્રગતિ માટે તેણે ‘ડાંડીયા’ નામનું પત્ર પ્રગટ કર્યું. સમાજમાં ચાલતા જુઠાણાં, જુલમ અને સ્વાર્થ સામે એણે જીવનભર સંધર્ષ કર્યો.વિશ્વનાથ ભટ્ટે ખરું જ કહ્યું છે કે : ‘ભલે એ વીર કાવ્ય લખી ન ગયો પરંતુ એ વીર કાવ્ય જીવી ગયો.’ ઈ. ૧૮૮૬ના ફેબ્રુઆરી માસમાં તેમનું અવસાન થયું. બ્રિટનના ગુજરાતી સાહિત્ય અકાદમીના જગદીશ શાહે અનેકવાર અમદાવાદ આવી નર્મદના જીવનકાર્ય પર નાટક રજૂ કરી હૂબહૂ અભિનય આપી સતત ત્રણ કલાક નર્મદ બની નર્મદને ગુજરાતમાં જીવતો-જાગતો, ગાજતો – ગજવતો કર્યો એ ઘટના નોંધપાત્ર છે.
‘સહુ ચલો, જીવતા જંગ, બ્યૂગલો વાગે,
યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com