નાનો પણ કણ રાઈનો, પાંખી તો યે મૂછ;
ઘરડો તો યે ગરાશિયો, ભાંગ્યું તો યે ભરૂચ.
ઘરડો તો યે બળદિયો, તોડાની તો ગે ગાય;
વકરેલો તો યે વાણિયો, રૂઠેલી પણ માય.
મોળો તો યે મહીપતિ, શેઠ પણ સત્તાધીશ;
સૂતેલો તો યે કેસરી, ઊંઘેલો પણ ફણીશ.
ગાડું તો યે રગશિયં, ડાહ્યું તો યે ડૂચ;
ભૂંડું તો યે ભગતડું, રૂડું તો યે પૂછ
કાંટો તે યે થોરનો, થોડી તો યે ઘૂંચ;
તણખો તો યે આગનો, ભાંગ્યું તો યે ભરૂચ.