હોમ
મુંબઈને આતંકવાદથી બચાવવામાં ગુજરાતીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
-
મુંબઈને આતંકવાદથી બચાવવામાં ગુજરાતીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
દેશની આર્થિક રાજધાની મુંબઈને આતંકવાદીઓથી બચાવવા માટે પોલીસ સાથે એક ગુજરાતી યુવાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અબ્દુલ્લાભાઈ હાતિમભાઈ જામનગરવાલા. પોલીસ તેને વહાલથી જામ તરીકે જ સંબોધે છે.ગુરુવારથી મુંબઈમાં મહારાષ્ટ્ર રાજય વિધાનમંડળનું ચોમાસું સત્ર શરૂ થયું તે પૂર્વે ઘણા દિવસો સુધી આ જગ્યાને આતંકવાદીઓના લક્ષ્યથી બચાવવા માટે યોજના તૈયાર કરવામાં આવી રહી હતી.વિધાનમંડળના મકાનને આતંકવાદીઓના નિશાનથી દૂર કઈ રીતે રાખી શકાશે અને તેની બહાર કયા કયા સ્પોટ પર પોલીસ જવાન તહેનાત કરવા પડશે તેની યોજના તૈયાર કરનારો આ ગુજરાતી યુવાન જામ છે.મુંબઈ શેરબજાર, મુંબાદેવી મંદિર સહિત શહેરઆખામાં મહત્ત્વનાં સ્થળો અને પ્રાર્થનાસ્થળોની સુરક્ષાની યોજના તૈયાર કરવા માટે પોલીસ જામની જ મદદ લેતી હોય છે.મૂળ જામનગરના અને દક્ષિણ મુંબઈમાં રહેતા જામ આજકાલથી નહીં પરંતુ છેલ્લાં ૧૭ વર્ષથી મુંબઈ પોલીસ માટે મહત્ત્વનાં અને સંવેદનશીલ સ્થળો ફરતેની સુરક્ષાની યોજના તૈયાર કરી આપે છે.આ પછી પોલીસ કયાં કેટલા જવાન તહેનાત કરવા તે નક્કી કરતી હોય છે. જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેકચરમાંથી ગ્રેજયુએટ થયેલા જામ પહેલાં નળબજારસ્થિત બોરી મહોલ્લામાં રહેતા હતા. હવે તેમણે ક્રાફર્ડ માર્કેટમાં પોલીસ મુખ્યાલય નજીક પોતાનું ઘર વસાવી લીધું છે.યોજના બનાવવાનું કામ બચ્ચાના ખેલ નથી.મુંબઈમાં નવરાત્રિ, ગણેશોત્સવ જેવા ઉત્સવો ઊજવાય છે. ઉપરાંત શેરબજાર, મંદિરો જેવાં સ્થળો છે ત્યાં લાખ્ખો લોકો ઊમટી પડતા હોય છે. તેમને જોખમ નહીં થાય એ બારીકાઈથી વિચાર કરીને યોજના તૈયાર કરવી પડે છે.જામ મુંબઈની ગલીગલીથી પરિચિત હોવાથી તેને માટે આ કામ આસાન છે. તે ગણતરીના સમયમાં સુરક્ષા તહેનાત કરવાની હોય તે જગ્યાનો નકશો તૈયાર કરી આપે છે. તે સહજ સમજી શકાય એ રીતે નકશા તૈયાર કરી આપે છે, જેને લીધે પોલીસને જવાનો તહેનાત કરવાનું કામ આસાન બની જાય છે. અન્યથા આ કામ અત્યંત કપરું છે તે કોઈ પણ સમજી શકે છે. સન્માન મળે એટલું પૂરતું છે.જામ કહે છે કે તેમને આ રીતે નકશો તૈયાર કરવા માટે પોલીસ મહેનતાણું આપે છે અને સન્માન કરે છે. પરંતુ આ તો મારો શોખ છે. એથી પોલીસ માટે આ કામ કરું છું. પોલીસ સન્માન આપે તેનાથી ખુશ છું. આર્કિટેકટના મારા વ્યવસાયમાંથી પૂરતી આવક થઈ રહે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com