હોમ
મોહનથી મહાત્મા સુધીની યાત્રા
-
મોહનથી મહાત્મા સુધીની યાત્રા
2 ઑક્ટોબર 1869 સૌરાષ્ટ્રના પોરબંદર ગામે જન્મ. માતા પૂતળીબા અને પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી. 1875 પોરબંદરની ધૂળી શાળાના બાળપોથી વર્ગમાં ભણવા બેઠા.નવેમ્બર 1869 પિતા કરમચંદ ગાંધી રાજકોટ રાજ્યના દીવાન બનતા 7 વર્ષની વયના મોહને રાજકોટ આવી ગામઠી શાળામાં પ્રાથમિક અભ્યાસ શરૂ કર્યો. 1880 રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા. ડિસેમ્બર 1881 અંગ્રેજી બીજા ધોરણમાં આવ્યા. મે1869 પોરબંદર ખાતે 13 વર્ષની ઉંમરે કસ્તૂરબાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 18 ડિસેમ્બર 1887 રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા.10 ઑગસ્ટ 1888 રાજકોટથી વિલાયત જવા મુંબઈ જવા રવાના. 4 સપ્ટેમ્બર 1888 મુંબઈ બંદરેથી વિલાયત જવા રવાના. 29 સપ્ટેમ્બર1888 સાઉધમ્પટન (ઈંગ્લેન્ડ) પહોંચ્યા. 27 મે 1891 બેરિસ્ટરોની યાદીમાં નામ જાહેર થયું. 10 જૂન 1891 બેરિસ્ટરની પરીક્ષાનું પ્રમાણપત્ર મળ્યું. 11 જૂન 1891 લંડન હાઈકૉર્ટમાં બેરિસ્ટર તરીકે નામ નોંધાવ્યું. 12 જૂન 1891ભારત જવા રવાના થયા. 5 જુલાઈ 1891 મુંબઈ પહોંચ્યા. 7 જુલાઈ 1869 પરદેશાગમનના પ્રાયશ્ચિતરૂપે આત્મશુદ્ધિ કરાવવા નાસિક ગયા. 10 જુલાઈ 1891રાજકોટ આવી વકીલાત શરૂ કરી. નવેમ્બર 1891 રાજકોટમાં વકીલાત ન ચાલતા મુંબઈ ગયા. 24 એપ્રિલ 1893 મુંબઈથી આગબોટમાં દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા. 25 મે 1893 દક્ષિણ આફ્રિકાના ડરબન બંદરે ઊતર્યા. 26 મે 1893 પાઘડી ઉતારવાને બદલે ડરબન અદાલત છોડી ગયા. 1893 ટૉલ્સટૉયના પુસ્તક ‘ધ કિંગ્ડમ્ ઑફ ગોડ ઈઝ વિધિન યુ‘નું વાચન. 31 મે 1893 ડરબનથી ટ્રેનમાં બેસી પ્રિટોરિયા જવા નીકળ્યા. તે જ રાત્રે ટ્રેન નાતાલની રાજધાની પીટરમેરિત્સબર્ગ પહોંચી ત્યારે તેમની પાસે પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં રેલવેના એક અધિકારીએ બજળજબરીથી તેમને ડબ્બામાંથી ઉતારી મૂક્યા.અને એમનો સામાન પણ ડબ્બાની બહાર ફેંકી દીધો. 28 જૂન 1894 નાતાલની હિંદી કોમના છીનવાયેલા મતાધિકારના વિરોધમાં અરજી ઘડી નાતાલ વિધાનસભાને મોકલી. 22 ઑગસ્ટ 1894 નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ નામની સંસ્થાની સ્થાપના. 5 જૂન 1896 કુટુંબને નાતાલ લઈ આવવા ભારત જવા નીકળ્યા. 9 જુલાઈ 1896 રાજકોટ પહોંચી નાતાલના હિંદીઓને થતી હાડમારીનું વર્ણન કરતી પુસ્તિકા લખવાનું શરૂ કર્યું. 16 નવેમ્બર1896 પૂણેની સભામાં નાતાલના હિંદીઓને પડતી હાડમારી વિશે ભાષણ કર્યું. 30 નવેમ્બર1896 નાતાલ જવા મુંબઈથી નીકળ્યા. 11 ઑક્ટોબર1899 બોઅર યુદ્ધ વેળા 300 સ્વતંત્ર હિંદીઓની અને 800 ગિરમીટિયા મજૂરોની સારવાર ટુકડી તૈયાર કરી. 1900 છેલ્લા પુત્ર દેવદાસની પ્રસૂતિ જાતે કરાવી. 18 ઑક્ટોબર1901 ડરબનથી મુંબઈ જવા નીકળ્યા. 23 ડિસેમ્બર 1901 કલકત્તામાં યોજાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપી. 11 જુલાઈ 1902 રાજકોટથી મુંબઈ જવા રવાના થયા. 8 ઑક્ટોબર 1902 દક્ષિણ આફ્રિકાથી તાર આવ્યો કે, ચેમ્બરલેન આવે છે.તમે તેમને મળવા આવો. 25 ડિસેમ્બર 1902 ડરબન પહોંચ્યા. 27 ડિસેમ્બર 1902 ચેમ્બરલેન સાથે મુલાકાત. 4 જૂન 1903 દક્ષિણ આફ્રિકાના હિંદીઓની લડતમાં પ્રચારના માધ્યમ તરીકે શરૂ થયેલા અખબાર ‘ઇન્ડિયન ઑપિનિયન‘નો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો. એપ્રિલ 1904 હેન્રી પોલાક નામના અંગ્રેજ યહૂદી સાથે પ્રથમ પરિચય થયો. ઑકટોબર 1904 જૉન રસ્કિનનું પુસ્તક ‘અન્ટુ ધિસ લાસ્ટ‘ વાંચ્યું. ડિસેમ્બર 1904ડરબનથી ૨૦ કિ.મી. દૂર ફિનિક્સ નામે ઓળખાતા શેરડીના એક ખેતરની 40.48 હેકટર જમીન ખરીદી ત્યાં એ જ, ફિનિક્સ નામથી એમના પહેલા આશ્રમજીવનનો પ્રયોગ શરૂ કર્યો. 16 જુલાઈ 1906નાતાલના ઝુલુ નામથી ઓળખાતા હબસી વતનીઓની સારવાર કરી. 20 જુલાઈ 1906ઘવાયેલા ઝુલુઓની સેવા દરમિયાન પીડિતો પ્રત્યે હ્રદયમાં કરુણા ઊભરાઈ. તેનાથી પ્રેરાઈને આજીવન બ્રહ્મચર્યનું વ્રત લીધું. 30 જુલાઈ 1906ટ્રાન્સવાલના હિંદીઓની હાડમારીઓ વિરુદ્ધ લડત ચલાવવા જોહાનિસબર્ગ ગયા. 22 ઑગસ્ટ 1906સરકારી ગેઝેટમાં ટ્રાન્સવાલના હિંદીઓને ફરજિયાત નોંધણી કરાવવાના વટહુકમનો ખરડો વાંચ્યો. 11 સપ્ટેમ્બર 1906ફરજિયાત નોંધણીના કાયદાને તાબે ન થવાની પ્રતિજ્ઞા લેવરાવી. 6 ડિસેમ્બર 1906ટ્રાન્સવાલ શાહી સંસ્થાન મટી સવાયત્ત સંસ્થાન બન્યું. 22 માર્ચ 1907 સ્વાયત્ત બનેલા ટ્રાન્સવાલ સંસ્થાનની ધારાસભામાં ફરજિયાત ઓળખપત્રોનો કાયદો પસાર થયો. જાન્યુઆરી 1908 ઓળખપત્રોના કાયદા વિરુદ્ધની લડત જે ‘પેસિસ રેસિસ્ટન્સ‘તરીકે ઓળખાતી એનું ગુજરાતીકરણ કરી ‘સત્યાગ્રહ‘ નામ રખાયું. 30જાન્યુઆરી1908કાયદો રદ થાય તો સ્વેચ્છાએ ઓળખપત્રો કઢાવવાની ટ્રાન્સવાલના ગૃહપ્રધાન સ્મટ્સ સાથે સમજૂતી થઈ. 10 ફેબ્રુઆરી 1908 મીરઆલમ નામના શખ્સે હિંસક હુમલો કર્યો. 16 ઑગસ્ટ 1908 ગૃહપ્રધાન સ્મટ્સે સમજૂતિનો ભંગ કરવાથી ઓળખપત્રોની હોળી કરાઈ. 14 ઑક્ટોબર1908 ઓળખપત્રો વિના નાતાલમાંથી ટ્રાન્સવાલમાં દાખલ થવા માટે બે માસની સખત મજૂરીની કેદની સજા થઈ. 25 ફેબ્રુઆરી 1909 ટ્રાન્સવાલમાં ઓળખપત્ર વિના દાખલ થવા માટે ત્રણ માસની સખત મજૂરીની કેદની સજા થઈ. 1 ઑક્ટોબર 1909 ટૉલ્સટૉયને પ્રથમ વખત પત્ર લખ્યો. એ રીતે ટૉલ્સટૉય સાથેના પત્રવ્યવહારનો પ્રારંભ થયો. 11 ડિસેમ્બર1909 ‘હિંદ સ્વરાજ‘નાં ૨૦ પ્રકરણો ‘ઇન્ડિયન ઓપિનિયન‘માં પ્રસિદ્ધથયા. માર્ચ 1910 ‘હિંદ સ્વરાજ‘ પર મુંબઈ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો. 8 મે 1910 ટૉલ્સટૉયે ટ્રાન્સવાલના હિંદીઓની લડત એકલા ભારત માટે જ નહીં પણ સમસ્ત માનવજાત માટે મહત્વની હોવાનું જણાવ્યું. જૂન 1910 શ્રમપ્રધાન અને સાદા જીવનને વરેલા આશ્રમ- ટૉલ્સટૉય ફાર્મની સ્થાપના. જૂન 1910 ગાય-ભેંસનું દૂધ છોડી માત્ર લીલાં સૂકાં ફળો ઉપર રહેવાનો પ્રયોગ શરૂ કર્યો. 27 એપ્રિલ 1911 સ્મટ્સ સાથે કામચલાઉ સમજૂતિ થતા સત્યાગ્રહ મોકૂફ. 17 મે 1911 જયેષ્ઠ પુત્ર હરિલાલ અસંતોષની લાગણી સાથે સદાને માટે દક્ષિણ આફ્રિકા છોડી જતા રહ્યા. 22 ઑક્ટોબર1911 ગોપાળ કૃષ્ણ ગોખલે ટૉલ્સટૉય ફાર્મ ઉપર આવીને રોકાયા. 19 જાન્યુઆરી1913 ટૉલ્સટૉય ફાર્મનો આશ્રમ બંધ કર્યો. નાતાલ ફિનિક્સ આશ્રમમાં આવ્યા. 16 સપ્ટેમ્બર 1913 સત્યાગ્રહની લડત બદલ કસ્તૂરબાની ધરપકડ કરવામાં આવી. 23 સપ્ટેમ્બર 1913 કસ્તૂરબાને ત્રણ માસની સખત કેદની સજા થઈ. 6 નવેમ્બર 1913 હડતાલ ઉપર ઊતરેલા ગિરમીટિયા મજૂરોની તરફેણમાં ટ્રાન્સવાલમાં પ્રવેશવા બદલ ધરપકડ થઈ. 14 નવેમ્બર 1913 એક વર્ષની સખત કેદની સજા ફરમાવાઈ. 16 નવેમ્બર 1913અન્યાયનો પ્રતિકાર કરતા હિંદીઓ પ્રત્યે લોર્ડ હાર્ડિજે મદ્રાસમાં પોતાના ભાષણમાં સહાનુભૂતિ વ્યક્ત કરી. 12 ડિસેમ્બર 1913દક્ષિણ આફ્રિકાની સરકારે ત્રણ ગોરા સભ્યોના પંચની નિમણૂંક કરી. 18 ડિસેમ્બર 1913જેલમાંથી મુક્તિ. 2 જાન્યુઆરી1914ચાર્લ્સ એન્ડ્રુઝ ડરબન આવ્યા. જે જીવનભરના પ્રશંસક, મિત્ર બની રહ્યા. 22જાન્યુઆરી1914સ્મટ્સ સાથે કામચલાઉ સમજૂતી થઈ. 7માર્ચ 1914તપાસપંચે પોતાનો અહેવાલ સરકારને સુપ્રત કર્યો. તેમાં હિંદીઓની મુખ્ય માગણીઓને વાજબી ગણાવવામાં આવી. એ માંગણીઓ સંતોષાય એવો કાયદો કરવાની સરકારને અહેવાલમાં ભલામણ કરવામાં આવી. 26 જૂન 1914તપાસપંચની ભલામણો સ્વીકારી સરકારે એ મુજબનો કાયદો દક્ષિણ આફ્રિકાના સંયુક્ત રાજ્યની પાર્લામેન્ટમાં પસાર કરાવ્યો. 18 જૂલાઈ 1914કાયમને માટે દક્ષિણ આફ્રિકા છોડીને ગોપાળ કૃષ્ણ ગોખલેને મળવા કેપટાઉનથી આગબોટમાં લંડન જવા નીકળ્યા. 4 ઑગસ્ટ 1914પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થયું. 70 હિંદીઓની સારવાર ટુકડી રચી. 19 ડિસેમ્બર1914ભારત પાછા આવવા નીકળ્યા. 9 જાન્યુઆરી1915મુંબઈ બંદરે આગમન. 17 જાન્યુ. 1915મુંબઈથી રાજકોટ જવા રવાના. 1 ફેબ્રુઆરી 1915રાજકોટથી અમદાવાદ આવ્યા. 2 ફેબ્રુઆરી 1915વૈષ્ણવ ધનિકો સાથે અમદાવાદમાં આશ્રમ સ્થાપવાની શક્યતા વિશે ચર્ચા કરી. 17 ફેબ્રુઆરી 1915રવીન્દ્રનાથ ઠાકુરને મળવા શાંતિનિકેતન ગયા. 19 ફેબ્રુઆરી 1915ગોપાળ કૃષ્ણ ગોખલેનું પૂણેમાં અવસાન થવાથી પૂણે જવા નીકળ્યા. 12 માર્ચ 1915પૂણેથી કલકત્તા પહોંચ્યા. 17 માર્ચ 1915પ્રાણજીવન મહેતાને મળવા રંગૂન પહોંચ્યા. 28 માર્ચ 1915કલકત્તા પાછા ફર્યા. 5 એપ્રિલ 1915હરદ્વાર કુંભમેળામાં ગયા. અહીં તેમણે એક દિવસમાં દવા માટે જરૂર પડે તે ચીજો સહિત પાંચથી વધારે વસ્તુઓ નહીં ખાવાનું સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવાનું વ્રત લીધું. 11 મે 1915ઉત્તર અને દક્ષિણ ભારતની યાત્રા પૂર્ણ કરી અમદાવાદ આવ્યા. 11 મે 1915કોચરબ (અમદાવાદ)માં આશ્રમ સ્થાપવા જીવણલાલ વ્રજલાલ દેસાઈનો બંગલો જોયો. 11 મે 1915જીવણલાલ વ્રજલાલ દેસાઈનો બંગલો ભાડે રાખી વાસ્તુપૂજન કરી ઘડો મૂક્યો. 22 મે 1915આશ્રમનું નામ સત્યાગ્રહ આશ્રમ રાખવામાં આવ્યું. આશ્રમે રહેવા આવ્યા. 25 મે 1915આશ્રમની શાળાનો નિત્યક્રમ શરૂ થયો. 26 જૂન 1915‘કૈસરે હિંદ‘ નો ચાંદ મળ્યો. 11 સપ્ટેમ્બર 1915દૂદાભાઈ નામના એક અત્યંજને આશ્રમમાં પ્રવેશ આપ્યો. 15 નવેમ્બર 1915અમદાવાદની ગુજરાત સભાનું બંધારણ ઘડવામાં મદદ કરી તેના ઉપપ્રમુખ બન્યા. 6 ફેબ્રુઆરી 1916બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપના સમારંભમાં ક્રાંતિકારી વિચારો વ્યક્ત કરતું પ્રવચન આપ્યું. 7 જૂન 1916વિનાયક (વિનોબા) ભાવે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ કોચરબ આશ્રમમાં જોડાયા. 26 ડિસેમ્બર1916લખનૌમાં યોજાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપી. આ અધિવેશનમાં જવાહરલાલ નહેરુ સાથે તેમની પહેલી મુલાકાત થઈ. 10 એપ્રિલ 1917રાજકુમાર શુક્લ સાથે પટણા પહોંચ્યા. 16 એપ્રિલ 1917ગળીનું વાવેતર કરતા ગણોતિયાને નીલવરો તરફથી પડતા ત્રાસની તપાસ શરૂ કરે તે પહેલાં ચંપારણના કલેક્ટર તરફથી ચંપારણ છોડી જવાનો હુકમ મળ્યો. 18 એપ્રિલ 1917ભારતમાં પહેલીવાર સત્યાગ્રહીના હકનું પ્રતિપાદન કરતું? અદાલતમાં નિવેદન કર્યું. 20 એપ્રિલ 1917મુકદમો પાછો ખેંચી લેવાયો અને જોઈતી તપાસની છૂટ? આપવામાં આવી. 31 ઑગસ્ટ 1917મહાદેવભાઈ દેસાઈ પ્રથમ વખત ગાંધીજીને મળ્યા અને તેમની પ્રત્યે આકર્ષાયા. 20ઑક્ટોબર1917ભરૂચમાં મળેલી બીજી ગુજરાત કેળવણી પરિષદમાં પ્રમુખસ્થાનેથી મૌલિક વિચારો રજૂ કર્યા. 3 નવેમ્બર 1917ગોધરામાં મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદમાં પ્રમુખ- સ્થાનેથી સંબોધન કર્યું. 7 નવેમ્બર 1917મહાદેવભાઈ દેસાઈ રહસ્ય મંત્રી તરીકે જોડાયા. નવેમ્બર 1917ગંગાબાઈ નામની વિધવાના પ્રયત્નથી પ્રથમ વખત રેંટિયાના દર્શન કર્યા. 14 ફેબ્રુઆરી 1918અમદાવાદની કાપડમિલના મજૂરોના પગારવધારા માટે નિમાયેલા પંચના સભ્ય. 26 ફેબ્રુઆરી 1918અમદાવાદના હડતાલિયા મિલમજૂરોને જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવા પત્રિકાઓ પ્રગટ કરી. 15 માર્ચ 1918હડતાલિયા મજૂરોને મક્કમ રાખવા અનિશ્ચિત મુદતના ઉપવાસની જાહેરાત. 18 માર્ચ 1918સમાધાન થવાથી પારણાં કર્યા. 22 માર્ચ 1918નડિયાદમાં ખેડૂતોની સભાને સંબોધન કરી મહેસૂલ મોકૂફી માટે સત્યાગ્રહની સલાહ આપી. 28 એપ્રિલ 1918રંગરૂટોની ભરતી માટે વાઈસરૉયે બોલાવેલી પરિષદમાં ઠરાવને ટેકો. ?એપ્રિલ 1918રંગરૂટોની ભરતીમાં ખેડા જિલ્લાના ખેડૂતોને સહકાર ન મળતા આઘાત અને માંદગી. 9 જાન્યુઆરી 1919બકરીનું દૂધ લેવાનું શરૂ કર્યું. 20 જાન્યુઆરી1919દૂઝતા હરસની શસ્ત્રક્રિયા કરાવી. 24 ફેબ્રુઆરી 1919અંગ્રેજ ન્યાયાધીશ રૉલેટના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ તૈયાર કરેલાં ત્રાસવાદી અને રાજદ્રોહી પ્રવૃત્તિઓને દબાવી દેવા માટેના બે બિલોના વિરોધમાં સત્યાગ્રહ પ્રતિજ્ઞા ઘડી. 23 માર્ચ 1919રૉલેટ કાયદાના વિરોધમાં પ્રજાને હડતાળ, ઉપવાસ અને પ્રાર્થના માટેઅ આહવાન. 9 એપ્રિલ 1919પંજાબ સરકારના હુકમથી પલવલ સ્ટેશને ધરપકઙ 10 એપ્રિલ 1919ધરપકઙના વિરોધમાં અમૃતસર, અમદાવાદ અને મુંબઈમાં હિંસક તોફાનો થયા. 11 એપ્રિલ 1919મુંબઈમાં મુક્તિ. 13 એપ્રિલ 1919અમદાવાદ આવી 3 દિવસના ઉપવાસ કર્યા. 18 એપ્રિલ 1919મુંબઈમાંથી નિવેદન કરી સત્યાગ્રહ તત્કાલ પૂરતો મોકૂફ રાખ્યો. 7 સપ્ટેમ્બર 1919સત્યાગ્રહ વિશેના વિચારો ગુજરાતીમાં પ્રગટ કરવા "નવજીવન "સાપ્તાહિક શરૂ કર્યું. 8 ઑક્ટોબર 1919સત્યાગ્રહ વિશેના વિચારો અંગ્રેજીમાં પ્રગટ કરવા "યંગ ઇન્ડિયા" સાપ્તાહિક શરૂ કર્યું. 24 ઑક્ટોબર1919લાહોરમાં જઈ પંજાબના વિવિધ ભાગોમાં ફરી પ્રજાને લશ્કરી શાસન દરમિયાન ભોગવવી પડેલી હાડમારીથી વાકેફ થયા. 25 ડિસેમ્બર 1919અમૃતસરમાં યોજાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા. ભારતના નવા બંધારણના કાયદાનો સ્વીકાર. 1 ઑગસ્ટ 1920મુંબઈમાં લોકમાન્ય ટિળકની સ્મશાનયાત્રામાં હાજરી આપી. 2 ઑગસ્ટ 1920પોતાને મળેલા ત્રણે ચાંદ સરકારને પરત કરી અસહકારનો આરંભ કર્યો. 18 ઑક્ટોબર1920સરકારી શાળા-કોલેજના બહિષ્કારને વેગ આપવા અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. 21 જુલાઈ 1921પરદેશી કાપડની જાહેર હોળી કરવાનું શરૂ કર્યું. 22 સપ્ટેમ્બર 1921ગરીબોને ખાદી મોંઘી પડે છે એટલે તેઓ પરદેશી કાપડનો ત્યાગ નથી કરી શકતા એમ જોઈ ટૂંકી પોતડી અને ખાદીની ચાદરનો પહેરવેશ શરૂ કર્યો. 19 નવેમ્બર 1921ઈંગ્લેન્ડના પાટવીકુંવરના મુંબઈ આગમન સાથે જ મુંબઈમાં હિંસક તોફાનો થવાથી અનિશ્ચિત મુદત સુધીના ઉપવાસ શરૂ કર્યા. 22 નવેમ્બર 1921તોફાનો બંધ થતા ઉપવાસ છોડ્યા. 24 ડિસેમ્બર 1921અમદાવાદમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં અમુક શરતોએ કૉંગ્રેસના સર્વસત્તાધીશ નિમવામાં આવ્યા. 29 જાન્યુઆરી1922બારડોલી તાલુકા પરિષદમાં નાકર અને સવિનય કાનૂન ભંગની લડતનો ઠરાવ પસાર થયો. 4 ફેબ્રુઆરી 1922ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા નામના ગામમાં પોલીસ અને અસહકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ. 8 ફેબ્રુઆરી 1922ચૌરીચૌરાની હિંસક ઘટનાથી આઘાત પામી સવિનય કાનૂન- ભંગના કાર્યક્રમના આક્રમક અંશો થંભાવી દેવાનો નિર્ણય કર્યો. 10 માર્ચ 1922સરકાર દ્વારા ધરપકડ કરાઈ. 18 માર્ચ 1922અમદાવાદના શાહીબાગના સર્કિટ હાઉસમાં બ્રૂમફિલ્ડ નામના જિલ્લા ન્યાયાધિશે સરકારની ર્દષ્ટિએ વાંધાજનક એવા ત્રણ લેખો ‘યંગ ઇન્ડિયા‘માં લખવા બદલ છ વર્ષની સાદી કેદની સજા ફરમાવી. 21 માર્ચ 1922પૂણે પાસેની યરવડા જેલમાં લઈ જવાયા. 11 જાન્યુઆરી1924ઍપેન્ડિક્સના સોજાનું દરદ ઊપડ્યું. 12 જાન્યુઆરી1924પૂણેની સાસૂન હૉસ્પિટલમાં ઍપેન્ડિક્સની શસ્ત્રક્રિયા કરવામાં આવી. 5 ફેબ્રુઆરી 1924વિના શરતે જેલમાંથી મુક્તિ. 11 માર્ચ 1924મુંબઈ જઈ જૂહુમાં શેઠ નરોત્તમ મોરારજીના બંગલે ઊતર્યા. 27 જૂન 1924અમદાવાદમાં મળેલી કૉંગ્રેસની મહાસમિતિમાં ગાંધીજીએ કૉંગ્રેસની બધી પ્રતિનિધિરૂપ સંસ્થાઓના સભ્યોએ રોજ ઓછામાં ઓછા અડધો કલાક કાંતવાનો ઠરાવ રજૂ કર્યો. 17 સપ્ટેમ્બર1924ઠેર ઠેર થયેલા કોમી રમખાણો બદલ પ્રાયશ્ચિત અને પ્રાર્થના- રૂપે દિલ્હીમાં મહમદઅલીને ઘેર રહી 21 દિવસના ઉપવાસ કર્યા. 6 નવેમ્બર 1924સ્વરાજપક્ષના ચિત્તરંજન દાસ અને મોતીલાલ નેહરુ સાથે સમજૂતી. 26 ડિસેમ્બર1924બેલગામ કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ. કૉંગ્રેસમાં સભ્ય થવા માટેની લાયકાતમાં સુધારા. 28 એપ્રિલ 1925અખિલ હિંદ ગૌરક્ષા મંડળના પ્રમુખ વરાયા. 22 સપ્ટેમ્બર1925 પટણામાં ગાંધીજીના પ્રમુખપદે અખિલ હિંદ ચરખા મંડળની સ્થાપના થઈ. 7 નવેમ્બર 1925 ફ્રેન્ચ નવલકથાકાર અને ચિંતક રોમાં રોલાંએ ફ્રેન્ચ ભાષામાં લખેલ ગાંધીજીના જીવનચરિત્રના અંગ્રેજી અનુવાદથી પ્રભાવિત થઈ કુ. મેડલીન સ્લેડ આશ્રમમાં આવ્યા. ગાંધીજીએ તેમને પોતાની પુત્રી તરીકે સ્વીકારી તેમનું મીરાંબેન નામ રાખ્યું. 26 ડિસેમ્બર 1927 મદ્રાસમાં યોજાયેલ કૉંગ્રેસના અધિવેશનમાં જવાહરલાલ? નેહરુએ ભારતના ધ્યેય તરીકે સંપૂર્ણ સ્વાતંત્ર્ય સ્વીકારવાનો ઠરાવ રજૂ કર્યો. 5 જાન્યુઆરી1928 જવાહરલાલ નેહરુના ઠરાવની ‘યંગ ઇન્ડિયા‘માં કડક ટીકા કરાઈ. 3 ફેબ્રુઆરી 1928 ભારત માટેના નવા બંધારણને લગતી ભલામણો કરવા નીમાયેલા સાઈમન કમિશન મુંબઈ આવ્યું. તેનો દેશભરમાં બહિષ્કાર કરવામાં આવ્યો. 28 ઑગસ્ટ 1928 સાંસ્થાનિક દરજ્જાના સ્વરાજની ભલામણનો લખનૌમાં મળેલી સર્વપક્ષી પરિષદે કરેલો સ્વીકાર. 28 ડિસેમ્બર 1928 કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન કલકત્તામાં મળ્યું. 31 ડિસેમ્બર 1928 કલકત્તા અધિવેશનમાં નાકરની લડત અને અહિંસક અસહકાર નો ઠરાવ રજૂ કર્યો ને તે પસાર થયો. 31 ઑક્ટોબર1929 ભારત માટેનું નવું બંધારણ ઘડવા લંડનમાં બધા પક્ષોની? ગોળમેજી પરિષદ મળશે એવી વાઈસરૉય લોર્ડ અર્વિને જાહેરાત કરી. 27 ડિસેમ્બર 1929 લાહોરમાં મળેલ કૉંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયનો ઠરાવ રજૂ થયો અને તે પસાર થયો. આ માટેની લડત ચલાવવાની સત્તા ગાંધીજીને અપાઈ. 10 જાન્યુઆરી1930 તા.26મી જાન્યુઆરીએ પ્રજાએ પ્રતિજ્ઞા લેવાનો ઠરાવ પ્રસિદ્ધ કર્યો. 15 ફેબ્રુઆરી 1930સત્યાગ્રહ આશ્રમમાં મળેલી કૉંગ્રેસ કારોબારી સમિતિએ સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરવાની સત્તા આપી. 2 ફેબ્રુઆરી 1930વાઈસરૉયને પત્ર લખી પ્રજાને પડતી હાડમારી દૂર કરવાનું અને જો એમ નહીં થાય તો મીઠાના કાયદાનો ભંગ કરવાનું જણાવ્યું. 12 માર્ચ 193078 ચૂંટેલા સાથીઓ સાથે અમદાવાદથી 329 કિ.મી. ની જગ- વિખ્યાત દાંડીકૂચનો પ્રારંભ. 5 એપ્રિલ 1930દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930દરિયાકિનારાની રેતીમાંથી ચપટી મીઠું ઉપાડી સરકારના મીઠાના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સારાયે દેશમાં ઠેર ઠેરલોકોએ ગેરકાયદે મીઠું પકવવાનું શરૂ કર્યું. 4 મે 1930વાઈસરૉયને પત્ર લખી ધરાસણાના મીઠાના અગરો ઉપર હુમલો લઈ જવાનો પોતાનો ઈરાદો જણાવ્યો. 5 મે 1930સરકારે જૂના કાયદાની કલમ લાગુ કરી ધરપકડ કરી, યરવડા જેલમાં. 22 જુલાઈ 1930યરવડા જેલમાંથી નારણદાસ ગાંધીને આશ્રમનાં વ્રતોનું રહસ્ય સમજાવવા પત્રો લખવાનું શરૂ કર્યું. 26 જાન્યુઆરી1931જેલમાંથી છોડી મુકાયા. 14 ફેબ્રુઆરી 1931વાઈસરૉયને મુલાકાતની વિનંતી કરતો પત્ર લખ્યો. 17 ફેબ્રુઆરી 1931વાઈસરૉયે વિનંતી સ્વીકારતા બંને વચ્ચે મુલાકાત શરૂ થઈ. 5 માર્ચ 1931ગાંધી-અર્વિન સમજૂતી તરીકે ઓળખાયેલી સમજૂતી થઈ. 2 એપ્રિલ 1931કૉંગ્રેસની કારોબારી સમિતિએ ગોળમેજી પરિષદમાં ગાંધીજી કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે જાય એવો નિર્ણય કર્યો. 29 ઑગસ્ટ 1931બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા લંડન જવા મુંબઈથી આગબોટમાં રવાના થયા. 12 સપ્ટેમ્બર1931બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા લંડન પહોંચ્યા. 13 સપ્ટેમ્બર1931અમેરિકાની પ્રજાજોગ વાયુપ્રવચન આપ્યું. 22 સપ્ટેમ્બર1931ચાર્લી ચેપ્લિન સાથે મુલાકાત. 26 સપ્ટેમ્બર1931લંકેશાયરની કાપડની મિલોના બેકાર કામદારોને મળ્યા. 9 ઑક્ટોબર1931ઈટલીના બાળશિક્ષણના નિષ્ણાત મૉન્તિસરી સાથે મુલાકાત. 18 ઑક્ટોબર1931બર્મિંગહામ શહેરની મુલાકાત દરમિયાન ક્વેકર સંપ્રદાયના હૉરેસ એલેક્ઝાન્ડરનો અને કુમારી ઍગથ હરિસન સાથે પરિચય થયો. 20 ઑક્ટોબર1931કોલંબિયા ગ્રામોફોન કંપનીની વિનંતીથી ‘ગોડ ઈઝ‘ લેખ ધ્વનિમુદ્રિત કરાવ્યો. તેની રૉયલ્ટી પેટે ૫૦૦૦ પાઉન્ડ મળ્યા. 25 ઑક્ટોબર1931ઑક્સફર્ડ યુનિવર્સિટીની મુલાકાત લીધી. 31 ઑક્ટોબર1931કેમ્બ્રિજ યુનિવર્સિટીની મુલાકાત લીધી. 5 નવેમ્બર 1931શહેનશાહ પાંચમા જ્યૉર્જ ગોળમેજી પરિષદના સભ્યોને પોતાના મહેલમાં ચા-નાસ્તા માટે નિમંત્ર્યા. ગાંધીજી ઠંડીમાં પણ ટૂંકી પોતડી અને ચાદરના પોતાના સામાન્ય પહેરવેશમાં જ ગયા. 6 નવેમ્બર 1931 બર્નાર્ડ શૉ અને તેમના પત્ની સાથે મુલાકાત. 1 ડિસેમ્બર 1931 ગોળમેજી પરિષદ પૂરી થઈ. 6 ડિસેમ્બર 1931 સ્વિટ્ઝર્લેન્ડમાં રોમાં રોલાંના મહેમાન. 12 ડિસેમ્બર 1931 વેટિકન સિટીની મુલાકાતે. રોમમાં મુસોલિની સાથે મુલાકાત. 28 ડિસેમ્બર 1931 મુંબઈ પાછા ફર્યા. 4 જાન્યુઆરી1932 સરકાર દ્વારા સવારે 3 વાગ્યે ધરપકઙ અનિશ્ચિત મુદત સુધી જેલમાં રાખવા યરવડા લઈ જવામાં આવ્યા. 11 જાન્યુઆરી1932 ભારતમંત્રી સેમ્યુઅલ હોરને યરવડા જેલમાંથી પત્ર લખ્યો. 20 સપ્ટેમ્બર 1932 અસ્પૃશ્યો માટે અલગ મતદારમંડળો રાખવાના સરકારના નિર્ણયની વિરુદ્ધમાં અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યા. 26 સપ્ટેમ્બર 1932 ઉપવાસ છોડી પારણાં કર્યા. 30 સપ્ટેમ્બર 1932 હરિજન સેવક સંઘની સ્થાપના. 11 ફેબ્રુઆરી 1933 અસ્પૃશ્યતાનિવારણનો પ્રચાર કરવા અંગ્રેજી ‘હરિજન‘ સાપ્તાહિક શરૂ કર્યું. 23 ફેબ્રુઆરી 1933 અસ્પૃશ્યતાનિવારણનો પ્રચાર કરવા હિંદી ‘હરિજનસેવક‘સાપ્તાહિક શરૂ કર્યું. 12 માર્ચ 1933 અસ્પૃશ્યતાનિવારણનો પ્રચાર કરવા ગુજરાતીમાં ‘હરિજનબંધુ‘ સાપ્તાહિક શરૂ કર્યું. 8 મે 1933 અસ્પૃશ્યતાનિવારણનું કરતા સેવકોમાં શિથિલતા આવી હોવાનું લાગતા ઉપવાસ શરૂ કર્યાં. 8 મે 1933 વિના શરતે છોડી મુકાયા. 17 જૂન 1933 સત્યાગ્રહીઓને સત્યાગ્રહ બંધ રાખવા અનુરોધ. 1 ઓગસ્ટ 1933 ખેડા જિલ્લાના રાસ ગામે કૂચ લઈ જવા બદલ ધરપકડ કરી યરવડા જેલમાં લઈ જવાયા. 4 ઓગસ્ટ 1933 પૂણેની બહાર નહીં જવાની શરતે જેલમાંથી છોડવામાં આવ્યા.પરંતુ ગાંધીજીએ એ હુકમનો અનાદર કરવાનો પોતાનો ઈરાદો જણાવતા જેલમાં તેમની ઉપર કામ ચલાવી એક વર્ષની સજા કરી. 16 ઓગસ્ટ 1933 જેલમાં રહી અસ્પૃશ્યતા નિવારણનું કામ કરવાની પૂરતી સગવડો ન અપાતા અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યા. 23 ઓગસ્ટ 1933વિના શરતે છોડી મુકાયા. 14 સપ્ટેમ્બર1933સજાની મુદત પૂરી થાય ત્યાં સુધી રાજકારણમાં ભાગ નહીં લેવાનો નિર્ણય જાહેર કરી વર્ધા રહેવા ગયા. 30 સપ્ટેમ્બર1933આશ્રમ હરિજન સેવક સંઘને સોંપી દીધો. 7 નવેમ્બર 1933રાજકારણમાંથી નિવૃત્તિ લઈ ‘હરિજનયાત્રા‘ નામથી જાણીતો થયેલો દેશનો પ્રવાસ શરૂ કર્યો. 25 એપ્રિલ 1934બિહારના પ્રવાસ દરમિયાન મોટર ઉપર તોફાની ટોળાનો પથ્થરમારો. 7 જૂન 1934દેશનો પ્રવાસ પૂરો કર્યો. 25 જૂન 1934પૂણેમાં ગાંધીજીની મંડળીની એક મોટર ઉપર તેમાં તેઓ બેઠા છે એમ માની કોઈ વિરોધીએ બૉમ્બ ફેંક્યો. 17 સપ્ટેમ્બર1934જાહેર નિવેદન કરી અહિંસાનો સંદેશો પ્રજા સુધી નથી પહોંચ્યો અને અહિંસા તથા રચનાત્મક કાર્યક્રમ અંગે પોતાની અને પોતાના સાથીઓ વચ્ચે મતભેદ છે એમ કહી કૉંગ્રેસમાંથી નિવૃત્ત થવાનો પોતાનો ઈરાદો જણાવ્યો. 30 ઑક્ટોબર1934મુંબઈમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. 14 ડિસેમ્બર 1934અખિલ હિંદ ગ્રામોદ્યોગ સંઘની રચના. 30 એપ્રિલ 1936વર્ધા છોડી વર્ધાથી દસેક કિ. મી. દૂર આવેલા સેગાંવમાં મીરાબેનના સેવાકાર્યમાં સાથ આપવા ગયા. 31 એપ્રિલ 1936ગુજરાતી સાહિત્ય પરિષદનું 22મું અધિવેશન ગાંધીજીના પ્રમુખપદે અમદાવાદમાં મળ્યું. 12 જાન્યુઆરી1937ત્રાવણકોરના મહારાજાએ પોતાના રાજ્યનાં મંદિરો અસ્પૃશ્યો માટે ખુલ્લાં મૂકતા ગાંધીજી ત્રાવણકોરના પ્રવાસે ગયા. 17 જુલાઈ 1937મુંબઈમાં બાળાસાહેબ ખેરે પ્રધાનમંડળ રચવાનું સ્વીકાર્યું.ગાંધીજીએ ‘હરિજન‘માં પ્રધાનો અને વિરોધપક્ષોને સલાહ આપતો લેખ લખ્યો. નવેમ્બર 1937કલકત્તામાં ત્રાસવાદી કેદીઓને છોડાવ્યા. 25 માર્ચ 1938અત્યંજો માટે પ્રવેશબંધીવાળા જગન્નાથ મંદિરમાં કસ્તૂરબા અને મહાદેવ દેસાઈના પત્ની દર્શનાર્થે ગયા તે બદલ મહાદેવભાઈને કડક ઠપકો આપ્યો. 2 ફેબ્રુઆરી 1939રાજકોટના ઠાકોર ધર્મેન્દ્રસિંહે કસ્તૂરબાને અટકાયતમાં લીધાં. 3 માર્ચ 1939રાજકોટના ઠાકોરે સમજૂતી માટેની વિનંતી ન સ્વીકારતાં અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યાં. 7 માર્ચ 1939વાઈસરૉયે ભારતની વડી અદાલતના ન્યાયાધીશ સર મૉરિસ ગ્વાયરને લવાદ તરીકે નિમતાં ઉપવાસ છોડ્યા. 16 એપ્રિલ 1939સર મૉરિસ ગ્વાયરે વલ્લભભાઈના પક્ષે ચુકાદો આપતાં મુસ્લિમ અને ભાયાતોએ ગાંધીજીની પ્રાર્થના સભામાં દેખાવો કર્યા. 24 એપ્રિલ 1939કાઠિયાવાડના કુટિલ રાજકારણે પોતાની ધીરજની કસોટી કરી હતી એમ કહી પોતાની હાર કબૂલ કરતું અને રાજકોટના દીવાન વીરાવાળા જીત્યા એ મતલબનું નિવેદન કર્યું. 23 જુલાઈ 1939જર્મનીના સરમુખત્યાર ઍડોલ્ફ હિટલરને યુદ્ધ ટાળવાની વિનંતી કરતો પત્ર લખ્યો. 5 સપ્ટેમ્બર 1939સિમલામાં વાઈસરૉય સાથે મુલાકાત દરમિયાન યુદ્ધથી થનારા વિનાશના વિચારે હ્રદય દ્વવી ઊઠ્યું. 2 જુલાઈ 1940 પોતાના અહિંસાના સિદ્ધાંતને અનુસરીને દરેક બ્રિટનને જાહેર- પત્ર લખી અહિંસાના શસ્ત્ર વડે નાઝીવાદ સામે લડવાનો માર્ગ? ચીંધ્યો. 10 ઓક્ટોબર1940 સેવાગ્રામમાં કૉંગ્રેસ કારોબારી સમિતિ સમક્ષ વ્યક્તિગત સત્યાગ્રહની યોજના રજૂ કરી. 29 ડિસેમ્બર 1940 સુભાષચંદ્ર બોઝે પોતાના પક્ષના સભ્યોની ગાંધીજીની લડતમાં સહકાર આપવાની તૈયારી બતાવતો પત્ર લખેલો. જેનો ઉત્તર? આપતાં સુભાષચંદ્રની અને પોતાની વચ્ચે મૂળભૂત મતભેદો જોતાં એ શક્ય નથી એમ સ્પષ્ટ જણાવી દીધું. 13 ડિસેમ્બર 1941 18 મુદ્દાના રચનાત્મક કાર્યક્રમનો મુસદ્દો તૈયાર કર્યો. તેમાં સુધારાવધારા કરી પુસ્ત્કિરૂપે પ્રગટ કર્યો. 30 ડિસેમ્બર 1941 કૉંગ્રેસને દોરવણી આપવામાંથી પોતાને મુક્ત કરવા કરેલી વિનંતીનો બારડોલીમાં મળેલી કારોબારીએ સ્વીકાર કર્યો. 15જાન્યુઆરી1942 સેવાગ્રામમાં મળેલી કૉંગ્રેસની મહાસમિતિમાં બોલતાં પોતાને જવાહરલાલ નેહરુ સાથે મતભેદ હોવા છતાં પોતાના વારસ- દાર ચક્રવર્તી રાજગોપાલાચારી કે વલ્લભભાઈ પટેલ નહીં,પણ જવાહબલાલ નેહરુ બનશે, પોતાના મૃત્યુ પછી જવાહબલાલ એમની જ (ગાંધીજીની)ભાષા બોલશે, કંઈ નહીં તો પોતે તે? શ્રદ્ધા સાથે મૃત્યુ પામશે એમ કહ્યું. 18જાન્યુઆરી1942 પરિસ્થિતિ બદલાઈ હોવાથી હરિજન સાપ્તાહિકો અમદાવાદમાં ફરી શરૂ કર્યાં. 27 માર્ચ 1942 ભારતના નેતાઓ સાથે વાટાઘાટો કરવા કેટલીક દરખાસ્તો લઈ આવેલા બ્રિટિશ પ્રધાનમંડળના સભ્ય સર સ્ટફર્ડ ક્રિપ્સને મળ્યા.તેમની દરખાસ્ત વાંચી તે જ દિવસે તેમણે ક્રિપ્સને મળે તે પહેલામાં પહેલા વિમાનમાં બેસી ઈંગ્લેન્ડ પાછા જવાની સલાહ આપી. 8 ઑગસ્ટ 1942 મુંબઈમાં મળેલ કૉંગ્રેસની મહાસમિતિમાં બ્રિટિશરોને ‘ભારત છોડો‘ અને દેશની પ્રજાને ‘કરેગેં યા મરેંગે‘નો મંત્ર આપ્યો. 9 ઑગસ્ટ 1942 વાઈસરૉયની સૂચનાથી ધરપકડ અને આગાખાન મહેલમાં અટકાયત. 15 ઑગસ્ટ 1942 હ્રદયરોગના હુમલાથી અંગત સચિવ મહાદેવ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન. 9 ફેબ્રુઆરી 1943 પોતાને જાપાન તરફી અને હિંસક ઘટનાઓ માટે જવાબદાર ગણવાના આક્ષેપ વિરુદ્ધ 21 દિવસના ઉપવાસ શરૂ કર્યા. 22ફેબ્રુઆરી 1943 સરકારે હિંસાના કૃત્યો માટે ગાંધીજીને જવાબદાર ઠરાવતું લાંબું તહોમતનામું પુસ્તિકારૂપે પ્રસિદ્ધ કર્યું. 15 જુલાઈ 1943 પોતાના પરના આક્ષેપોનો લાંબો વિગતસભર અને સચોટ ઉત્તર લખી મોકલ્યો. 22 ફેબ્રુઆરી1944 આગાખાન મહેલમાં પત્ની કસ્તૂરબાનું અવસાન. 6 મે 1944 વિના શરતે આગાખાન મહેલ મહેલમાંથી મુક્તિ. 10 મે 1944 કસ્તૂરબાની સ્મૃતિમાં લોકસેવાના ઉદ્દેશથી સ્થપાયેલ કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટના પ્રમુખ થવાનું સ્વીકાર્યું. 11 મે 1944 મુંબઈમાં જૂહુના દરિયાકિનારે જહાંગીર પટેલ નામના પારસી સજ્જનના કમ્પાઉન્ડમાં આવેલી એક નાની ઝૂંપડી જેવા મકાનમાં રહેવા ગયા. 9 સપ્ટેમ્બર1944 મુંબઈમાં મહમદઅલી ઝીણાને મળ્યા. બંને નેતાઓ વચ્ચે 18 દિવસ સુધી ચાલેલી વાટાઘાટ આરંભાઈ. 27સપ્ટેમ્બર194418 દિવસ સુધી ચાલેલી વાટાઘાટ પડી ભાંગી. પ્રજાને પ્રશ્નનો તટસ્થ અભ્યાસ કરી ભાગલાના પ્રશ્ન અંગે સ્વસ્થ પ્રજામત કેળવવાની સૂચના આપી. માર્ચ 1945બ્રહ્મચર્યના પ્રયોગો ફરી શરૂ કર્યા. 10ઑક્ટોબર1946નોઆખલીમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસક રમખાણો શરૂ થવાથી વ્યથિત. 21ઑક્ટોબર1946એક અમેરિકન પત્રકારની મુલાકાત દરમિયાન પહેલા પોતે 125 વર્ષ સુધી જીવવાનું ઇચ્છતા હતા, પણ તે માટે જરૂરી ાનસિક સ્વસ્થતા હવે પોતે ગુમાવી બેઠા હતા અને ગુસ્સે થઈ જતા હતા એમ કબૂલ કર્યુ. 28ઑક્ટોબર1946દિલ્હીથી કલકત્તા થઈ નોઆખલી જવા રવાના થયા. 6 નવેમ્બર 1946નોઆખલી પહોંચ્યા. 19 નવેમ્બર 1946‘હરિજન‘ સાપ્તાહિકની જવાબદારી કાકા કાલેલકર, કિશોર-લાલ મશરૂવાળા અને નરહરિ પરીખને સોંપી. 3 ડિસેમ્બર 1946મુસ્લિમ લીગના બહિષ્કાર છતાં બંધારણસભા મળે તે અયોગ્ય છે એવું નિવેદન કર્યું. 2 જાન્યુઆરી1947નોઆખલીનો પગપાળા પ્રવાસ શરૂ કર્યો. 1 ફેબ્રુઆરી 1947પ્રાર્થનાસભામાં પોતાના બ્રહ્મચર્યની કસોટી કરવા મનુબહેન સહશયનના પ્રયોગનો ઉલ્લેખ કર્યો. 2 માર્ચ 1947નોઆખલીમાં લગભગ ચાર મહિના રહ્યા. તે દરમિયાન પગ-પાળા પ્રવાસ કરી તેમણે 55 જેટલાં ગામોની મુલાકાત લીધી. 5 માર્ચ 1947હિંસાગ્રસ્ત બિહારની મુલાકાતે જવા માટે પટણા પહોંચ્યા. 30 માર્ચ 1947બિહારમાં લગભગ પચ્ચીસ દિવસ રહ્યા તે દરમિયાન 35 જેટલાં ગામોની મુલાકાત લીધી અને મુસલમાનોની દુર્દશા નજરે નિહાળી. 31 માર્ચ 1947નવા વાઈસરૉય લોર્ડ માઉન્ટબેટનને દિલ્હીમાં મળ્યા. 2 એપ્રિલ 1947એશિયાના કેટલાક દેશોના પ્રતિનિધિઓની એશિયન રિલેશન્સ કૉન્ફરન્સને સંબોધન કર્યું. 4 એપ્રિલ 1947ઝીણાને કે કૉંગ્રેસને પ્રધાનમંડળ રચવાના આમંત્રણની યોજના વાઈસરૉય સમક્ષ રજૂ કરી. 13 એપ્રિલ 1947બિહાર ગયા. 1 મે 1947દિલ્હી આવ્યા. 8 મે 1947દિલ્હી છોડી કલકત્તા જવા નીકળ્યા. 10 ઑગસ્ટ 1947મુસ્લિમ લીગના મંત્રી સાથે મંત્રણા. 11 ઑગસ્ટ 1947બંગાળના ભૂતપૂર્વ પંતપ્રધાન સુહરાવર્દી સાથે મુલાકાત. 15 ઑગસ્ટ 1947ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ અને પ્રાર્થના કરી ઊજવ્યો. 31 ઑગસ્ટ 1947કલકત્તાના હૈદરી મેન્શન ઉપર હિંદુ ટોળાંનો હુમલો થતાં અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યા. 4 સપ્ટેમ્બર 1947કલકત્તામાં શાંતિ જળવાવાની ખાતરી મળતાં ઉપવાસ છોડ્યા. 5 સપ્ટેમ્બર 1947શાંતિસેવાદળને બંગાળીમાં ‘મારું જીવન એ જ મારો સંદેશો છે‘એ સંદેશો આપ્યો. 7 સપ્ટેમ્બર 1947દિલ્હી થઈ પંજાબ જવા નીકળ્યા. 9 સપ્ટેમ્બર 1947દિલ્હી પહોંચ્યા. 12જાન્યુઆરી1948દિલ્હી ખાતે પ્રાર્થના સભામાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસ કરવાના નિર્ણયની જાહેરાત કરી. 13જાન્યુઆરી1948ઉપવાસનો પ્રારંભ. 18જાન્યુઆરી1948શાંતિની જાહેરાત થતાં ઉપવાસ છોડ્યા. 20જાન્યુઆરી1948પ્રાર્થનાસભા ચાલી રહી હતી ત્યારે મદનલાલ પહવા નામના પંજાબી યુવકે પ્રાર્થનાસ્થળથી જરા દૂર બૉમ્બનો ધડાકો કર્યો. 30જાન્યુઆરી1948પ્રધાનમંડળમાં જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ વચ્ચે મતભેદો હતા તેની ચર્ચા કરવા બપોરે 4 વાગે વલ્લભભાઈને પોતાને મળવા બોલાવ્યા. પ્રધાનમંડળમાં જવાહરલાલ નેહરુ વલ્લભભાઈ પટેલ એમ બંનેની હાજરી જરૂરી હોવાનો પોતાનો ર્દઢ અભિપ્રાય દર્શાવ્યો. વલ્લભભાઈ પટેલ સાથેની ચર્ચા લાંબી ચાલી તેથી આભા ગાંધીએ ઘડિયાળ તરફ ગાંધીજીનું ધ્યાન દોર્યું. ગાંધીજી સાંજની પ્રાર્થનાસભામાં જવામાં 10 મિનિટ મોડા હતા. મનુ- બહેન ગાંધી અને આભાબહેન ગાંધીના ખભે હાથ રાખી ચાલીને ગાંધીજી પ્રાર્થના સભામાં પહોંચ્યા. લોકોના નમસ્કાર ઝીલવા પોતાના હાથ મનુબહેન અને આભાબહેન ગાંધીના ખભે હાથ રાખ્યા હતા તે ઉઠાવી લીધા. તે જ ક્ષણે નથુરામ ગોડસે નામના એક યુવાને ટાળામાંથી આગળ ધસ આવી ગાંધીજીની તદ્દન નજીકથી તેમના ઉપર ત્રણ ગોળીઓ છોડી. ‘હે રામ‘ શબ્દ બોલી તુરત જ ગાંધીજી ઢળી પડ્યા ને મૃત્યુ પામ્યા. 31જાન્યુઆરી1948લશ્કરી માન-સન્માન સાથે અંતિમયાત્રા નીકળી. યમુના નદી કિનારે ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસે ગાંધીજીના નશ્વર દેહને અગ્નિદાહ દીધો.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com