હોમ
મેરૂભા ગઢવી
-
સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કારનું સિંચન કરનાર મેરૂભા ગઢવીનો જન્મ સંવંત ૧૯૬૨ના ફાગણસુદી ૧૪ના રોજ થયો હતો. પિતાની વાર્તાકથની મુગ્ધભાવે માણતા મેરૂભાનું મિલન થયું. પોતાની મીઠી હલકથી કાગવાણીના ગીતો અને ભજનો રજૂ કરીને શ્રોતાઓને ડોલાવ્યા છે. તેમના કંઠમાં કંપન હતું, વેધકતા હતી, દર્દ હતું. એમના કંઠની ભવ્ય બુલંદી આસપાસ બેઠેલાઓને સ્વરલોકની યાત્રાએ ઉપાડી કોઈ નવી જ ભૂમિકા પર લઈ જતી. માતા સરસ્વતીની ઉપાસના સાથે એમણે ગુજરાતમાં ભમતા રહી ગાંધીયુગના સાહિત્ય સંસ્કારની ચેતનાનો દીવો જલતો રાખ્યો. તેઓ માત્ર લોકસાહિત્યના આરાધક અને ગાયક જ ન હતા, પણ દીદ્યદ્રષ્ટા અને સમાજ સુધારક પણ હતા. ચારણ કન્યાઓની કેળવણી અર્થે પોરબંદરમાં ચારણ કન્યા છાત્રાલય ઊભું કર્યું. હરિજનોઅને નબળા વર્ગોને માટે વસાહત બંધાવી, દ્વારકામઠના જગતગુરુ શંકરાચાર્યજીએ તેમને ‘કવિરત્ન’ નો ઈલકાબ એનાયત કરી તેમની કદર કરી છે. ઉતરાવસ્થામાં ભક્તિના રંગે રંગાઈને તમામ વૃત્તિઓમાં નિવૃત્તિ લીધી. તા. ૧-૪-૧૯૭૭ના રોજ એમનો જીવનદીપ બૂઝાઈ ગયો. વિશ્વની મહાજ્યોતમાં કંઠ કહેણીના મશાલચી એવા લાડીલા મેરૂભા ગઢવીની જીવનજ્યોત વિલીન થઈ ગઈ.
“મેરુભા ઊંચો મેરથી, છપાવે બડ ચિત્ત
ભજન બહુવિધ ભાવથી, ગાવે આછાં ગીત”.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com