ખોડો :

માથામાં જ્યારે મૃત ત્વચા ખૂબ મોટા પ્રમાણમાં ફોતરી બનીને ઉખડવા માંડે એ સ્થિતિને ખોડો કહે છે. એ તો સાબિત થઈ ચૂક્યું છે કે, હોર્મોન્સ, કબજિયાત, આહાર, ટેન્શન, વાતાવરણમાં ફેરફાર અને જલદ પ્રસાધનો ખોડો થવા માટે અને વકરાવવા માટે જવાબદાર છે. તો પણ સાબિત થઈ ચૂક્યું છે કે વિટામીન થેરપી આવી પરિસ્થિતિમાં તો સહાય કરે જ છે સાથે સો વાળને ધોળાં બનતાં અટકાવે છે.
૦ સપ્તાહમાં બે વાર વાળમાં તેલ નાંખો, અને શેમ્પુ કરો.
૦ ઓઈલ મસાજ હંમેશા આંગળીના ટેરવાંથી હળવાશથી કરો.
૦ માથામાં રાતભરથી વધુ તેલ ન રહેવા દો કારણ કે એનાથી વાળમાં વધુ મેલ જામશે.
૦ યોગ્ય બ્રશ વાપરો.
૦ સપ્તાહમાં એક વાર વાળમાં કંડીશનર લગાવો.
૦ સૂર્યના સીધાં સંપર્કમાં ન આવો. (એનાથી વાળ લુખ્ખા અને બરછટ થઈ તૂટે છે.) ૦ શેમ્પુમાં પાણી મેળવી એને મંદ કરી પછી જ વાપરો.
૦ યોગ્ય આહાર લો અને પુષ્કળ પ્રવાહી લો.
૦ પ્રાણાયામ અને યોગ હોર્મોન્સ સમતુલામાં મદદ કરે છે અને આ રીતે વાળનો તંદુરસ્ત વિકાસ કરે છે.
૦ મહેંદી વેજિટેબલ ડાઈ હોવાને લીધે ત્વચાનું સૌથી ઉપરનું સ્તર તોડી અંદર પ્રવેશે છે.વાળને રંગ આપે છે. એનો ઉપયોગ બે મહિને એકવાર થવો જોઈએ કે જેથી તૂટી ગયેલાં પ્રથમ સ્તરને સુધારોથવા માટે પૂરતો સમય મળી રહે.
કુદરતી કંડીશનર્સ :
ઇંડા ચાની પત્તી, સફરજનનો જ્યુસ, ચાની પત્તી વગેરે.
૦ નવશેકાં પાણીથી વાળ ધોઈ લો. શાવરનો ઉપયોગ ત્વચાને ઉત્તેજિત કરે છે.
૦ ઈન્ફ્રા-રેડ કિરણો પછી વાળમાં તેલથી મસાજ વાળની વૃદ્ધિમાં મદદ કરે છે.
તેલ : સૂર્યમુખીનું તેલ, ઓલિવ ઑઈલ, દિવેલ, તલનું તેલ, લીમડાંનું તેલ (મસાજ માટે માત્ર કોપરેલ ન વાપરશો.)
વાળની સંભાળ
માથાની પૂરતી સાર – સંભાળ લેવાનો મુખ્ય ઉદેશ વાળ અને માથાની ત્વચાની તંદુરસ્તી એ સુંદરતા જાળવી રાખવાનો છે. વધુમાં વાળમાં ખોડો કે ખરતા વાળની સમસ્યાનો સામનો કરવા પણ માથાની સાર – સંભાળ જરૂરી બને છે.
તંદુરસ્ત વાળ અને ત્વચાનું મૂળ રહેલું છે. સ્વચ્છતામાં યોગ્ય રીતે શેમ્પુ કરી અને કુદરતી દાંતાવાળા બ્રશથી વ્યવસ્થિત રીતે બ્રશ કરી વાળ અને ત્વચા સ્વચ્છ રાખો. વ્યવસ્થિત બ્રશીંગ માથામાં રક્તભ્રમણ સુધારે છે અને ધૂળમેલ દૂર કરે છે. વાળને એનાથી વધારાની ચમક સાંપડે છે.
માથાની ત્વચા અને વાળ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. વાળને તંદુરસ્ત રાખવા ત્વચાની ઘણી સમસ્યાઓનો ઉપચાર કરવો જરૂરી બને છે. આંગળીના ટેરવાથી વ્યવસ્થિત તેલ માલિશ કરવાથી માથામાં રક્ત સર્ક્યુલેશન વધે છે, જ્ઞાનતંતુઓને રાહત મળે છે, ત્વચાની ગ્રંથીઓની કામગીરીને ઉત્તેજન મળે છે અને વાળની તંદુરસ્તી અને વૃદ્ધિમાં સહાય કરે છે.

વાળનો બાહ્ય દેખાવ વ્યક્તિની આંતરિક તંદુરસ્તીનું પ્રતિબિંબ મનાય છે અને તેથી જ તમારો રોજિંદો આહાર વાળનું સૌંદર્ય વધારી પણ શકે છે અને એને નષ્ટ પણ કરી શકે છે. યોગ્ય આહાર લેવાં ઈચ્છતા હો તો એમાં વિપુલ માત્રામાં લીલા સલાડ, શાકભાજી, સૂપ, જ્યુસ, કંદમૂળ – ખાસ કરીને ગાજર વગેરે લો. પૂરક આહાર તરીકે યીસ્ટ, વિટામીન એ, ડી, કેલ્શિયમ, બી – ૬ અને બી -૧૨ મળી રહે એવો આહાર લો. ઔષધીય વનસ્પતિઓ વાળને તંદુરસ્ત અને ચમકદાર રાખવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.
વધુમાં એ વાળની વૃદ્ધિ અને મજબૂતાઈને ઉત્તેજન આપે છે.
૦ લીમડો : માઈક્રોબ્સનો નાશ કરી ખોડો દૂર કરે છે.
૦ આમળા : વિટામીન સી મળે છે.
૦ બ્રાહ્મ અને સુખડ : ઠંડક પહોંચાડે છે.
૦ ડમરો : ફોલીકલ્સને ઉત્તેજિત કરે છે.
૦ ભાંગરો : વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
૦ મહેંદી : વેજીટેબલ ડાઈ છે.
૦ મેથી અને નાળિયેરનું દૂધ : વાળને વધારે અને ચમક આપે છે, ત્વચાને સાફ કરે છે.
૦ શિકાકાઈ : વાળમાં ચમક લાવે છે.
૦ અરીઠા : વાળ અને ત્વચાને સાફ કરે છે.
૦ હાથીદાંતી ભસ્મ : નવા વાળ ઉગાડે છે.