હોમ
મનુભાઈ મહેતા
-
બહુમુખી પ્રતિભા ધરાવતા પત્રકાર શ્રી મનુભાઈ મહેતાનો જન્મ સુરત જિલ્લાના ચીખલી ગામે તા. ૧૦-૭-૧૯૧૨ના રોજ થયો હતો. અભ્યાસમાં તે અત્યંત તેજસ્વી હતા. વિજ્ઞાનના ક્ષેત્રે મનુભાઈ હરતા-ફરતા જ્ઞાનકોશ જેવા હતા. મુંબઈના ‘જન્મભૂમિ’ અખબાર સાથે તેઓ આજીવન સંકળાયેલા હતા. તંત્રીપદેથી નિવૃત થયા બાદ મુખ્યત્વે વિજ્ઞાન વિષે તથા અન્ય વિષયો પર વિવિધ પત્ર-પત્રિકાઓમાં તથા ‘જન્મભૂમિ-પ્રવાસી’ની પૂર્તિમાં લગભગ નિયમિત લખતા. એમણે બારેક જેટલી પરિચય પુસ્તિકાઓ લખી છે, ખગોળ જેવા વિષય પર લગભગ દર અઠવાડિયે કંઈક માહિતીપ્રદ લખાણ તે આપતા રહેતા. તેમના લેખોએ અસંખ્ય વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક કારકિર્દી શરૂ કરવાની પ્રેરણા આપી હતી. જે સબબ તેમને અનેક પારિતોષિકો મળ્યા હતા. પોતાના લેખોમાં ક્ષતિ ન આવે તેની મનુભાઈ ખૂબ કાળજી રાખતા છતાંય જો નાનકડી ભૂલ અંગે કોઈ વાચક ધ્યાન દોરે તો ખેલદિલીપૂર્વક સ્વીકારતા. હેલીનો ધૂમકેતુ ઈ. ૧૯૮૫ના અંતભાગમાં દેખાવાનો હતો. આ ધૂમકેતુનું દર્શન કરવાની તીવ્ર ઈચ્છા મનુભાઈને હતી. તે અંગે જન્મભૂમિ પ્રવાસીમાં એમના અંતિમ લેખમાં લખ્યું પણ હતું. પરંતુ આ દર્શન કરવા માટે તેઓ જીવ્યા નહીં.... મૃત્યુ પહેલા થોડા સમય પહેલા તેઓ કહેતા કે ‘હવે ગીતાએ દર્શાવેલ કાચબાની જેમ પ્રવૃત્તિનો સંકેલો કરવાનો વખત આવી રહ્યો છે એમ લાગે છે.’
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved