હોમ
મણિભાઈ દેસાઈ
-
ગાંધીયુગના મહામૂલા રત્ન ડો. મણિભાઈ દેસાઈનો જન્મ તા. ૨૭-૪-૧૯૨૦ના રોજ સુરત પાસેના કોસમાડ ગામે થયો હતો. કોલેજનું છેલ્લું વર્ષ હોવા છતાં કોલેજ છોડીને આઝાદીની લડતમાં જોડાઈ ગયા. માત્ર ૨૫ વર્ષની વયે જ બાપુના રંગે રંગાઈ ગયા. બાપુએ તેમને સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. એમણે સમાજસુધારાનું કામ પણ આદર્યું. ઉરુળી જેવા ગામમાં કામ માટે જીવન સમર્પિત કરવાનો મણિભાઈએ મનોમન નિર્ણય કર્યો અને પછી તો લોકોની વ્યસનમુક્તિ, કરજમુક્તિ પછી પડતર જમીનનો વિકાસ, શિક્ષણ વગેરે કાર્યક્રમો હાથ ધર્યા. ગાંધીજીની સૂચનાથી ગૌશાળા વિકસાવવા એમણે ગાયના શરીરશાસ્ત્રનો અભ્યાસ કરી ખરા અર્થમાં ગાયોને કામધેનુ બનાવી. બાયફ સંસ્થા દ્વારા કૃષિવિદ્યા, ઘાસચારા ઉત્પાદન, રેશમકીડા સંવર્ધન વગેરે અને પ્રકારને કાર્યક્રમો એમણે ચલાવ્યા. મણિભાઈ મેગસેસે એવોર્ડના નાણાંમાંથી ‘બાયફ’ જેવું અખિલ વિશ્વ કક્ષાનું ફાઉન્ડેશન ઊભું કરવાની અને એવોર્ડના નાણા તેમાં ફંડ તરીકે આપવાની જાહેરાત પણ કરી હતી. આવા મણિભાઈનું ૭૩ વર્ષની વયે ઉરુળીમાં અવસાન થયું. મણિભાઈ માત્ર મણિ જ નહોતા, એ ભારતરત્ન હતા.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved