હોમ
અંગારક તરીકે ઓળખાતો ‘મંગળ’
-
અંગારક તરીકે ઓળખાતો ‘મંગળ’
વૈદિક જયોતિષ શાસ્ત્રમાં મંગળ ને અંગારક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રણેય નામોને સંસ્કૃત ભાષા પ્રમાણે “પવિત્ર સળગતો કોલસો અને સાનુકુળ” એમ અર્થ થાય છે. મંગળ કપરો કે હાનિકર્તા ગ્રહ છે એમ કહી શકાય. તેનું વર્ણન લાલ રંગના શારિરવાળાં દેવ તરીકે કરાયું છે, એવા દેવ જે અવકાશમાં ખગોળશાસ્ત્રને લગતાં સ્વાભાવિક રંગોને સિધ્ધ કરે છે.
મંગળ ભાઈ-બહેન (ભાંડરડા) નો સૂચક ગ્રહ છે. ર્દઢનિશ્ચયતા, ઉશ્કેરાટ, સૈનિકવૃતિ, સાહસિક પ્રવાસ રસ, તકનીકી કુશળતા, આવડત, સેનાપતિના ગુણો, શાસકવૃતિ, હિસંકસ્વભાવ યુયુત્સુ પ્રકૃતિ (યુધ્ધમાં રસધરાવનાર), મહત્વકાંક્ષા, દલીલબાજી, અકસ્માતના યોગ, વિખવદા, આવેગીપણું અને વિપુલ ઈચ્છા ઓ? આ બધાં જ લક્ષણો મંગળના ગ્રહમાં ઉપલબ્ધ છે. તેની પ્રકૃતિ પિત્તની એટલે કે અગ્રિ સમાન છે. તેનો રંગ લાલ છે અને રત્ન (દાહક) પરવાળાં છે તથા દિશા દક્ષીણ છે. તેનો વાર મંગળવાર છે અને તેની પાકટ અસર ૨૮ વર્ષ થાય છે. મંગળનો ગ્રહ જીવનના આધારની દૃષ્ટિએ પૃથ્વીનું તત્વ ધરાવે છે. તાકાત, સાહસવૃતિ અને વિશેષ રીતે રક્ષણાત્મક સ્વભાવ મંગળના વિશીષ્ટ લક્ષણો છે. મંગળને ધર્મનો રક્ષક કહેવાય છે. આપણાં જીવનમાં આપણાં પ્રયોજનો અને પસંદ કરેલાં પંથકની રક્ષા પણ મંગળ ગ્રહ કરે છે. અંગારક કે મંગળ રાશી મૃજબ લડાયક મીજાજ ધરાવનારો ગ્રહ છે. તેનું દરેક પાસું લાલ રંગ બતાવે છે. રોમ દેશનાં લોકો પણ મંગળને પોતાનો ગુરૂ માને છે. મંગળ ગ્રહની પુજા ઋણમુકત બનાવે છે. ગરીબી અને ચામડીને લગતાં દર્દો દુર કરે છે. આ ગ્રહ મીલકત તથા જીવનશકિત આપનાર છે. મંગળ ને થતી પ્રાર્થનાથી ગુમાવેલ દૃષ્ટિ પાછી મળી શકે છે. મંગળના ગ્રહને સામવેદનાં સૂકતોં પ્રિય છે અને તેના વડે મંગળવારે પ્રાર્થના કરવાથી લાભ થાય છે. માન્યતા છે કે એકવીસ મંગળવાર કરવાથી મંગળની આડ અસરો દુર થાય છે.
મંગળ ગ્રહનો રંગ લાલ છે. લાલ રંગ ઉર્જા, જીવન મૃત્યુ, જન્મ, ચેતન અને સત્તા દર્શાવે છે. આ રંગની ઉર્જા જીવન જરૂરી લક્ષણોને દૃઢ બનાવે છે, જેમ કે,આત્મવિશ્વાસ, સાહસ, સુરક્ષા, હકારાત્મક પ્રેમભાવ અને મનોબળ રકત અને તેનાં ભ્રમણને લગતાં કોઈ પણ રોગમાં આ રંગ ફાયદાકારક છે. લોહીનું પરિભ્રમણ જેના થકી થાય છે તે હ્રદય પણ લાલ છે જે શરસરનાં બધાં કોષને ચેતન આપે છે. તે હતાશામાં રાહત આપે છે. હાઈબ્લડપ્રેશરની તકલીફોવાળાં અને સતત ચિંતામાં રહેતાં લોકો માટે લાલ રંગનો ઉપયોગ યોગ્ય નથી. લાલ રંગ ની આસર હેઠળ વધારે રહેવાથી મન વ્યગ્રતા તથા ઉશ્કેરાટ અનુભવે છે.
મંગળનો ગ્રહ ભારતિય જયોતિષ શાસ્ત્ર મુજેબ મેષ તથા વૃશ્ચિક રાશીનો સૂચક છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com