
સમગ્ર બ્રહ્માંડમાં જીવમાત્રનું અસ્તિત્વ ઈશ્વરને આધિન છે. આપણું હ્યદય ત્યાં સુધી ધબકે છે જયાં સુધી ભગવાનની ઈચ્છા હોય, જીવસૃષ્ટિમાં બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ બુધ્ધિ ધરાવતો માનવ સમૂહ આ સત્ય સારી રીતે સમજે છે કે તેનું જીવન ઈશ્વર ઈચ્છા ને આધિન છે. આથી પ્રભુના સાચા ભક્તો તેને કહે છે કે મારા દેહનો માલિક તુ છે, તેને ચલાયમાન કરનાર તેમજ તેનો અંત લાવનાર પ્રભુ તુ જ છે. આવો ભાવ વ્યક્ત કરવા ભક્ત ભગવાનના સવાર સાંજ પૂજા પાઠ કરે છે. પરંતુ પ્રભુનું ભજન રાત કે દિવસ ચોવીસ કલાકમાં ગમે ત્યારે કરવું હોય તો શું કરવું, વારંવાર ભગવાનના મંદિરે કે મૂર્તિ પાસે જવું તો અનુકૂળ પડે પણ નહિ. વળી પ્રભુનું સ્મરણ કરવામાં પણ લાંબો સમય એકાગ્રતા જળવાઈ શકે નહિ. આથી આપણા શાસ્ત્રોએ પ્રભુના સ્મરણ માટે એકસો આઠ મણકાની માળા આપી. આ માળા માણસ ગમે ત્યારે ફેરવી શકે અને તેના દરેક મણકા ઉપર ઈશ્વરનું સ્મરણ કરી શકે. આ માળામાં રહેલા એકસોને આઠ મણકા માણસને ઘણું બધું કહી જાય છે. માનવ હ્યદય ચોવીસ કલાકના રાત્રિ-દિવસ દરમ્યાન જે શ્વાસોશ્વાસ લે છે તેની સંખ્યા આશરે રર૦૦ જેટલી છે. માત્ર દિવસ દરમ્યાન ન લેવાતા શ્વાસોની સંખ્યા આશરે ૧૦,૮૦૦ થાય. માનવના દરેક શ્વાસે પ્રભુનું એક નામ ગણીએ તો માણસે દરરોજ ૧૦,૮૦૦ વાર ઈશ્વરનું નામ લેવું જોઈએ. પરંતુ વાસ્તવિક રીતે એ અનુકૂળ બની ન શકે. પરંતુ માત્ર પ્રભુ ભક્તિમાં લીન થઈને જો કોઈ નામ લેવામાં આવે તો તે નામે ૧૦૦ નામ બરાબર ગણાય તેમ આપણા શાસ્ત્રોએ જણાવ્યું છે, આ રીતે માણસ સાચી પ્રભુ નિષ્ઠાથી માત્ર એકસોને આઠ વાર ભગવાનનું નામ લે તો પણ તેને ૧૦,૮૦૦ નામ લીધા ગણાય, અને આથી માળાના મણકાઓની સંખ્યા એકસોને આઠ રાખવામાં આવી.
આપણે ભગવાનને ચરણે ભોગ ધરીએ કે બ્રાહ્મણને દક્ષીણા આપીએ ત્યારે તુલસીનું પાન અવશ્ય મૂકીએ છીએ. અહિં આ નશ્વર દેહ મારો નથી પરંતુ પ્રભુ તારો જ છે. અને તને જ અર્પણ કરુ છુ તેમ આપણે બોલીએ છીએ. આપણો દેહ ભગવાનને સમર્પિત થાય તે માટે અહિં પણ તુલસીના પાનની જરૂર પડે છે, પરંતુ તુલસીનું પાન પણ લાંબે ગાળે સૂકાઈ આ સમસ્યામાંથી માર્ગ કાઢવા માળાના મણકાઓને જ તુલસીમાંથી બનાવવામાક્ષ્ આવે છે, અને તેને કંઠી તરીકે શરીર ઉપર પહેરવામાં આવે છે. આ કંઠીને ભગવાનની ભક્તિનું ઉત્તમ પ્રતિક માનવામાં આવે છે. આપણે પણ આ કંઠી પછળ રહેલો પ્રભુ ભક્તિનો વાસ્તવિક સંદેશ સમજીએ અને તેને ધારણ કરી પ્રભ ભક્તિમય થઈએ.