શ્રી મહેતાજીની ઘોડી ત્રણ પગે ખોડી,
એક પગે હાલેચાલે, પતાળામાંથી પાણી કાઢે,
એ પાણીનો કાવો સીજે, માબાપના પગ ધોઈ પીજે,
માબાપે તો આપી શીખ, માબાપની સોનાની શીખ,
શીખે વળગ્યા તંબોળી ભાઈ તંબોળી.
તંબોળીના ઊંચા વેલા, રાત પડે ગુજરાતી ચેલા,
નિશાળિયા છે ત્રણસેં સાઠ, એ તો ભણવા બેઠા પાઠ,
એક નિશાળિયો રૂડો, સરસ્વતીએ માગ્યો ચૂડો,
ચૂડો પહેર્યો હાથે, સરસ્વતી બેઠાં પાટે.
પાટે વળગ્યા મોર, લાખ સવાના મોર,
મોર ગયા છે ચરવા, સરસ્વતી બેઠા ભણવા,
ભણીગણીને નીચે ઊતર્યાં, સો સો ઘોડા લેઈ ઊતર્યાં,
એક ઘોડું પાછળ પડયું, ચાબુક મારી આગળ કર્યું.
એ ઘોડાનું શું શું કરે, વિધા હોય તો રાજ કરે,
લીલી ટોપી નિખારી, ના ભણે તે ભિખારી,
ભણે ગણે તે નામું ઇખે, ના ભણે તે દીવો ઘરે.