"મારા જેવા અલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો."
-મહાત્મા ગાંધી
"જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે."
– નરસિંહ મહેતા
"બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે."
- ટીપુ સુલતાન
"ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે."
–બાજીરાવ પહેલો
"ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો."
- સ્વામી વિવેકાનંદ
"તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દુંગા."
-સુભાષચંદ્ર બોઝ
"સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને પ્રાપ્ત કરીને જ હું જંપીશ."
- બાળગંગાધર ટિળક
"હું માનવી માનવ થાઉં તો ઘણું."
- સુન્દરમ્
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત."
- ખબરદાર
"જય જગત."
- વિનોબા ભાવે
"કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી."
- ઇન્દિરા ગાંધી
"મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો."
- નરસિંહરાવ દિવેટિયા
"સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા."
- ઇકબાલ
"ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર."
- અખો
"વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે."
- નરસિંહ મહેતા
"મેરે તો ગિરિધર ગોપાળ દૂસરો ન કોઈ."
- મીરાંબાઈ
"એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ."
- અખો
"આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે."
- નરસિંહરાવ દિવેટિયા
"છે વૈધવ્યે વધુ વિમલતા બહેન સૌભાગ્યથી કંઈ."
- કલાપી
"અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા."
- નાનાલાલ
"જનનીની જોડ સખી નહીં જડે રે લોલ."
- બોટાદકર
"મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે."
- મહાત્મા ગાંધી
"રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું."
- મીરાંબાઈ
"સૌન્દર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે."
- કલાપી
"કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે."
- બાળાશંકર
"હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે."
- કલાપી
"પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ."
- નરસિંહરાવ
"આરામ હરામ હૈ."
- પંડિત જવાહરલાલ નેહરુ
"જય જવાન, જય કિસાન...."
- લાલ બહાદુર શાસ્ત્રી
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન..."
- અટલ બિહારી વાજપાઈ
"સત્ય અને અહિંસા મારા ભગવાન છે."
- મહાત્મા ગાંધી
"દિલ્લી ચલો."
- સુભાષચંદ્ર બોઝ
"દીવા ને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે."
– મધર ટેરેસા
"દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા."
- રવિન્દ્રનાથ ટાગોર
"હું ફક્ત મારા અંતરાત્માને ખુશ રાખવા માંગું છું કે જે ભગવાન છે."
- મહાત્મા ગાંધી
"જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે."
- જવાહરલાલ નેહરુ
"જીવન દરમ્યાન મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્ત કર્યું છે."
- મહાત્મા ગાંધી
"મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. "
- ડૉ. રાધાકૃષ્ણન્
"માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્યુ છે."
- મહાત્મા ગાંધી
"મૃત્યુ વિના જીવન સંભવ નથી."
- કૃષ્ણચંદ્ર
"લોકશાહી પ્રત્યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતિ જ હંમેશા સાચી હોય છે."
- જવાહરલાલ નેહરુ
"જ્યાં ડર નથી, ત્યાં ધર્મ નથી."
- મહાત્મા ગાંધી
"ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ."
- મહાત્મા ગાંધી
"ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. "
- મહાત્મા ગાંધી
"જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે."
- શ્રી અરવિંદ ઘોષ
"જ્યારે આપણાં મન ખાલી હોય ત્યારે આપણે વસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ."
- જે કૃષ્ણમૂર્તિ
"જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્નતા તરફ લઈ જાય છે."
- રામકૃષ્ણ
"જ્યારે તમે અનુભવો છો કે તમે કંઈ પણ જાણતા નથી ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો."
- મધર ટેરેસા
"દર્શન, ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે. "
- આચાર્ય રજનીશ
"આપણા દેશમાં આપણું રાજ્ય."
- મદનમોહન માલવિયા
"ગરીબી હટાવો."
- ઇન્દિરા ગાંધી