મહામૃત્યુંજય કવચ
જયારે મૃત્યુનો સમય ન હોય એટલે કે તમારી જન્મકુંડળીમાં મૃત્યુનો યોગ ન હોય તેમ છતાંય મૃત્યુ થાય તેને અકાળ મૃત્યુ કહેવામાં આવે છે. એટલે કે દરેક કદમ પર મૃત્યુ સામે હોય છે. દિવસ – રાત બાળકો, પતિ અને પોતાની ચિંતા રહ્યા કરે છે કે કોઇ ઍટિત દુઘર્ટના ન બને.
આ દરેક પ્રકારની શંકાઓના નિવારણ માટે તંત્ર શાસ્ત્રમાં એક ઉપાય આપવામાં આવ્યો છે ‘અમોઘ મહામૃત્યુંજય કવચ’આ અમૂલ્ય જીવનની રક્ષા કરે છે. ‘ક્રિયોડડીશ તંત્ર’ માં આ કવચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કવચ માટે ભગવતીએ ભગવાન શિવને કહ્યું કે, ‘હે દેવ! તમે મને મૃત્યુથી રક્ષા કરનાર તથા દરેક અશુભોનો નાશ કરનારું કવચ બતાવો, ત્યારે શિવજીએ’ ‘મહામૃત્યુંજય કવચ’ આપ્યું. મહામૃત્યુંજય કવચ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાનો અદ્દભુત ઉપાય છે. આઘાત- પ્રત્યાઘાતના યુગમાં દરેક વ્યકિતએ પોતાની રક્ષા માટે મહામૃત્યુંજય કવચ ધારણ કરવું જોઈએ.
પારાનું શિવલિંગ
પારાનું શિવલિંગ સંસારમાં એક અદ્રિતીય અને દેવતાઓ દ્રારા મનુષ્ય જાતિને મળેલ વરદાન સ્વરૂપ છે. શિવલિંગનું નિર્માણ કર્યા પછી વિશેષ મૂહૂર્તમાં ષોડશોપચાર પૂજન અને વિશેષ તાંત્રિક ક્રિયાઓ દ્રારા પૂર્ણ ચૈતન્ય કરવામાં આવે છે.
પારાના શિવલિંગના લાભઃ- પારાનું શિવલિંગ શિવ આરાધનામાં સહાયક છે. પારાના શિવલિંગ પર અભિષેક કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. પારાનું શિવલિંગ વ્યાપારિક

ઉન્નતિમાં સહાયક છે. જીવનની પૂર્ણ ભૌતિક અને આધ્યાત્મિ ઉન્નતિમાં સહાયક છે, જે ઘરમાં પારાનું શિવલિંગ સ્થાપિત હોય ત્યા વાસ્તુદોષ સમાપ્ત થઇ જાય છે. પ્રત્યેક સોમવારે પારાના શિવલિંગ પર અભિષેક કરવાથી તાંત્રિક પ્રયોગ દૂર થાય છે.
રુદ્રાક્ષ માળા
રુદ્રાક્ષ ભગવાન શંકરની એક અદ્દભુત, અમૂલ્ય અને ચમત્કારપૂર્ણ દેણ છે. પૂજા તથા ધાર્મિક વિધિઓમાં રુદ્રાક્ષને મહત્વ આપવામાં આવે છે. રુદ્રાક્ષ ધારણ કરનાર ભકત ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે. ભગવાન શિવ તેમનું હમેશાં કલ્યાણ કરે છે. જે વ્યકિત અપવિત્ર હોય, ખરાબ કાર્યો કર્યા હોય, પાપોથી જીવન ભરેલું હોય તેવી વ્યકિત રુદ્રાક્ષ ધારણ કરે તો તમામ પ્રકારના પપોમાંથી મુકત થઈ જાય છે. તેમજ બ્રહ્મહત્યા જેવાં ભયાનક પાપમાંથી મુકિત મેળવીને મોક્ષને પ્રાપ્ત કરે છે.