હોમ
માદામ ભીખાઈજી કામા
-
અનન્ય ગુજરાતી વીરાંગના માદામ ભીખાઈજીના હ્વદયમાં બાળપણથી જ દીનદુખિયાની સેવા અને દેશની સ્વતંત્રતાના કોડ ખીલ્યા હતા. પિતાના આગ્રહને વશ થઈ કે.આર.કામા સાથે તેમણે લગ્ન કર્યું. પણ જાહેર પ્રવૃત્તિને કારણે લગ્નજીવન ખંડિત થયું. લંડનમાં આગ ઝરતાં વ્યાખ્યાનો એમણે આપવા માંડ્યાં. અમેરિકામાં પણ તેજીલા વ્યાખ્યાનો આપ્યાં તેથી બ્રિટિશ સરકારે તેમને હિંદ આવવાની બંધી કરી. જર્મનીમાં સમાજવાદી કોગ્રેંસ મળી હતી ત્યાં માદામ કામાએ સર્વ દેશોના રાષ્ટ્રધ્વજો સાથે ઊભો રાખવા માટે હિંદ તરફથી બ્રિટના યુનિયન જેકને બદલે ભારતનો સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવી ત્યાં રજૂ કર્યો હતો. ભારતના અગ્રગણ્ય ક્રાંતિકારીઓએ ત્યાં ભારતની મુક્તિ કાજે સક્રિય કામ કરનારી ‘અભિનવ ભારત’ નામની સંસ્થા શરૂ કરી. માદામ કામા તેના અગ્રણી કાર્યકર્તા હતા. તેમણે પાંત્રીસ વર્ષ સુધી દેશવટો ભોગવ્યો તે દરમિયાન ગાંધીજીની રાહબરી નીચે ભારતમાં સ્વાતંત્ર્ય માટેની ચળવળ શરૂ થઈ ગઈ હતી. કોઈપણ રાજકીય રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લેવાની શરતે બ્રિટિશ સરકારે ભારત આવવા પરવાનગી આપી. આઠ માસની બીમારી ભોગવી તા. ૧૩-૮-૧૯૩૬ના રોજ તેમનું અવસાન થયું. પેરિસના કબ્રસ્તાનમાં સચવાયેલા એકમાત્ર સ્મારક પર લખ્યું છે: “જુલમશાહીનો પ્રતિકાર કરવો એ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા બરાબર છે.”
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved