હોમ
જુગતરામ દવે
-
સેવાના ઓરસિયા પર ચંદનની જેમ ઘસાઈ જઈને ચિરકાળ સુધી જેમની સુવાસ પ્રસરેલી છે તેવા જુગતરામભાઈનો જન્મ સુરેન્દ્રનગર પાસેના લખતર ગામે તા. ૧-૯-૧૮૯૨ના રોજ થયો હતો. મેટ્રિકની પરિક્ષામાં બે વખત નાપાસ થયેલા. સ્વામી આનંદે તેમની સાહિત્યિક રુચિ જોઈને પરદેશી કંપનીમાંથી નોકરી છોડાવી, ‘વીસમી સદી’ માસિકમાં કામ કર અપાવ્યું. અને પછી કાકાસાહેબ સાથે કામ કરવા તે વડોદરા આવી ગયા. ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા અને ‘નવજીવન’ પત્ર માટે પણ કામ કર્યું. તેમણે રાષ્ટ્રીય શિક્ષણને વેડછીની ભૂમિ પર ચરિતાર્થ કરવાનો પુરુષાર્થ કરવાનો પુરુષાર્થ આદર્યો. વેડછીનો વડલો ફુલ્યો, ફાલ્યો. સત્યાગ્રહ દરમિયાન અનેકવાર જેલમાં ગયા સૌથી મહત્વની સાધના તે તેમનું સાહિત્યસર્જન, જેને તેમણે ‘જેલજીવનનું જમાપાસું’ કહ્યું છે. ગામડાના ફળિયામાં નજીવા સાધનો દ્વારા તેમણે બાલવાડીના સફળ પ્રયોગો કર્યા. બાળશિક્ષણ અને આદિવાસીના સર્વાંગી વિકાસમાં તેમણે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. તેમને ‘જમનાલાલ બજાજ એવોર્ડ’ દ્વારા સન્માનવામાં આવ્યા હતા. એવોર્ડના એક લાખ રૂપિયા ગરીબોના ઉત્થાનના કાર્ય માટે અર્પણ કર્યા. લોકોએ ‘અમૃત મહોત્સવ’ યોજી તેમનું બહુમાન કર્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણના આચાર્ય જુગતરામભાઈનું ઈ.સ.૧૯૮૫માં દેહાવસાન થયું. ઈશોપનિષદના તત્વજ્ઞાન ને તેમણે આ રીતે સાદી લોકવાણીમાં ઊતાર્યું છે.
‘કામ કરો, ખૂબ ઘસાઓ, સુખે શતાયુ થાઓ
માનવ તુજ, પથ આજ અવર નહીં, કર્મે કાં ગભરાઓ’
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com