ગુજરતી વ્યાકરણના પ્રણેતા – હેમચંદ્રાચાર્ય
જન્મ : 1089
મૃત્યુ : 1173
જન્મસ્થળ : ધંધુકા
કૃતિઓ :
સિદ્ધહૈમ (વ્યાકરણ), અભિધાનચિંતામણિ (કોશ), કાવ્યાનુશાસન (અલંકારશાસ્ત્ર), છંદાનુશાસન (છંદશાસ્ત્ર), પ્રમાણમીમાંસા (ન્યાયશાસ્ત્ર), દ્વયાશ્રય (સંસ્કૃત અને પ્રાકૃત).
આદિકવિ – નરસિંહ મહેતા
જન્મ : 1414
મૃત્યુ :? 1480
જન્મસ્થળ : તળાજા
કૃતિઓ :
સુદામાચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ (ભક્તિ રચનાઓ), પુત્રવિવાહ, હૂંડી, કુંવરબાઈનું મામેરુ. પદો : અખિલ બ્રહ્માંડમાં, નીરખને ગગનમાં, વૈષ્ણવજન તો તેને કહીએ, મેહુલો ગાજે ને માધવ નાચે, વારી જાઉં રે સુંદર શ્યામ.
પ્રેમ દિવાની – મીરાં
જન્મ : 1499
મૃત્યુ : 1547
જન્મ સ્થળ : મેડતા (મારવાડ)
કૃતિઓ :
રામ રમકડું જડિયું રે, હાં રે કોઈ માધવ લો, લેને તારી લાકડી, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, વૃંદાવન કી કુંજગલન મેં, હેરી મેં તો પ્રેમદીવાની, રાણાજી હું તો ગિરધરને મન ભાવી, નરસિંહ રા માહ્યરા, સત્યભામાનું રૂસણું
આખાબોલો – અખો
જન્મ : 1591
મૃત્યુ : 1656?
જન્મસ્થળ : જેતલપુર
કૃતિઓ :
પંચીકરણ, ગુરુશિષ્ય સંવાદ, અનુભવબિંદુ, અખેગીતા, કૈવલ્યગીત, બાર મહિના, સાખીઓ, ચિત્તવિચારસંવાદ, કૃષ્ણ ઉદ્વવ સંવાદ ભક્તિ સભર રચનાઓ : આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, શાં શાં રૂપ વખાણું સંતો.
મહાકવિ – પ્રેમાનંદ
જન્મ : 1636
મૃત્યુ : 1734
જન્મસ્થળ : વડોદરા
કૃતિઓ :
નરસિંહ મહેતા સંબંધી મામેરું, હૂંડી, શ્રાદ્ધ, હારમાળા અને બીજી રચનાઓ, રણયજ્ઞ, અભિમન્યુ આખ્યાન, સુદામાચરિત, સુધન્વા આખ્યાન, સુભદ્રાહરણ, ઓખાહરણ, દશમસ્કંધ, વિવેક વણજારો.
વાર્તાકાર – શામળ
જન્મ : 1694
મૃત્યુ : 1769
જન્મ સ્થળ : અમદાવાદ
કૃતિઓ : પદ્માવતી, ચંદ્રચંદ્રાવતી, નંદબત્રીસી, મદનમોહના, સિંહાસનબત્રીસી, સૂડાબહોતેરી, બરાસકસ્તૂરી, શિવપુરાણ, રાવણમંદોદરી સંવાદ, રણછોડજીના શ્લોકો, છપ્પાઓ.
ભક્તકવિ – દયારામ
જન્મ : 1775
મૃત્યુ : 1853
જન્મસ્થળ : ડભોઈ
કૃતિઓ :
રસિક વલ્લભ, ભક્તિપોષણ, રુકમણી વિવાહ, અજામિલ આખ્યાન, પ્રેમરસગીતા, શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય, શોભા સલૂણા શ્યામની, શ્યામ રંગ સમીપે ન જાવું, ઋતુવર્ણન.
લોકહિત ચિંતક – કવિ દલપતરામ
જન્મ : 1820
મૃત્યુ : 1898
જન્મસ્થળ : વઢવાણ
કૃતિઓ :
દલપતકાવ્ય ભાગ 1 – 2, લક્ષ્મી, મિથ્યાભિમાન (નાટક), કાવ્યદોહન, જ્ઞાતિનિબંધ, ભૂતિનિબંધ, બાલવિવાહ નિબંધ, દૈવજ્ઞ દર્પણ, શામળ સતસઈ, કથન સપ્તશતી, તાર્કિક બોધ.
રાસમાં રંગાયેલો પરદેશી – અલેકઝાંડર કિન્લોક ફાર્બસ
જન્મ : 7 -? 7 - 1821
મૃત્યુ : 31 - 8 - 1865
જન્મસ્થળ : લંડન
કૃતિઓ :
રાસમાળા ભાગ 1 – 2, ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓનું સંકલન અને સંપાદન.
ગુજરાતનુ ગૌરવ – નર્મદ
જન્મ : 24 – 8 – 1833
મૃત્યુ : 25 – 2 – 1886
જન્મસ્થળ : સુરત
કૃતિઓ :
નર્મકવિતા, નર્મગદ્ય, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ, નર્મકોશ, મારી હકીકત, રાજ્યરંગ, કૃષ્ણકુમારી, શ્રી દ્રોપદી દર્શન, સીતાહરણ, શ્રી સારશાકુન્તલ, કવિ અને કવિતા, કવિચરિત્ર, સજીવારોપણ.
‘સરસ્વતીચંદ્ર’ ના સર્જક – ગોવર્ધનરામ ત્રિપાઠી
જન્મ : 20 – 10 – 1855
મૃત્યુ : 4 – 1 – 1907
જન્મસ્થળ : નડિયાદ
કૃતિઓ :
સરસ્વતીચંદ્ર ભાગ 1 – 4, સ્નેહમુદ્રા, સાક્ષરજીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્ક્રેપબુક, લીલાવતી જીવનકલા.
અભેદ માર્ગના પ્રવાસી – મણિલાલ નભુભાઈ દ્વિવેદી
જન્મ : 26 – 9 – 1858
મૃત્યુ : 1 – 10 – 1898
જન્મસ્થળ : નડિયાદ
કૃતિઓ :
કાન્તા, નૃસિંહાવતાર (નાટકો), ગુલાબસિંહ, સુદર્શન ગદ્યાવલી, પ્રાણવિનિમય, નારી પ્રતિષ્ઠા, ગુજરાતના બ્રાહ્મણો, સિદ્ધાંતસાર (નિબંધ), માલતી માધવ, ઉત્તમ રામચરિત (રૂપાંતર), પ્રેમજીવન, શિક્ષાશતક (કવિતા).
સાહિત્યના ઉજાગર – નરસિંહરાવ દિવેટિયા
જન્મ : 3 – 9 – 1859
મૃત્યુ : 14 – 1 – 1937
જન્મસ્થળ : અમદાવાદ
કૃતિઓ :
કુસુમમાળા, હ્રદયવીણા, નૂપુરઝંકાર, સ્મરણસંહિતા, મનોમુકુર ભાગ? 1 – 4 , સ્મરણમુકુર, નરસિંહરાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેજ અને લિટરેચર ભાગ 1 – 2 , વિવર્તલીલા, તરંગલીલા (નિબંધ)
ઊર્મિ કાવ્યના સર્જક – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત‘
જન્મ : 20 – 11 – 1867
મૃત્યુ : 16 – 6 – 1923
જન્મસ્થળ : ચાવંડ
કૃતિઓ :
પૂર્વાલાપ (કાવ્યસંગ્રહ), રોમન સ્વરાજ્ય, ગુરુ ગોવિંદસિંહ, દુખી સંસાર (નાટકો), શિક્ષણનો ઇતિહાસ, સંવાદમાલા, સિદ્ધાંત સારનું અવલોકન, હીરામાણેકની મોટી એક ખાણ, કુમાર અને ગૌરી (વાર્તાઓ).
‘ભદ્રંભદ્ર‘ના સર્જક – રમણભાઈ નીલકંઠ
જન્મ : 13 – 3 – 1868
મૃત્યુ : 6 – 3 – 1928
જન્મસ્થળ : અમદાવાદ
કૃતિઓ :
ભદ્રંભદ્ર, શોધમાં (નવકથાઓ), રાઈનો પર્વત (નાટક), હાસ્યમંદિર (નિબંધો) કવિતા અને સાહિત્ય 1 – 4 , ધર્મ અને સમાજ 1 – 2 .
ધર્મનો તારો– આનંદશંકર ધ્રુવ
જન્મ : 25 – 2 – 1869
મૃત્યુ : 7 – 2 – 1942
જન્મસ્થળ : અમદાવાદ
કૃતિઓ :
કાવ્યતત્વ વિચાર, સાહિત્યવિચાર, આપણો ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી, ધર્મવર્ણન, વિચારમાધુરી, હિન્દુ (વેદ) ધર્મ, દિગ્દર્શન, તંત્રી : સુદર્શન.
વ્યક્તિ કઠણ,હ્ર્દય કોમળ? – બળવંતરાય ક. ઠાકોર
જન્મ : 23 – 10 – 1869
મૃત્યુ : 2 – 1 – 1952
જન્મસ્થળ : ભરૂચ
કૃતિઓ :
ભણકાર ધારા ભાગ 1 – 2 , ઉગતી જવાની, લગ્નમાં બ્રહ્મચર્ય, દર્શનિયું, કવિતાશિક્ષણ, પ્રયોગશાળા, પંચોતેરમે.
કલ્પનાઓના રાજકવિ – સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી‘
જન્મ : 26 – 1 – 1874
મૃત્યુ : 10 – 6 – 1900
જન્મસ્થળ : લાઠી
કૃતિઓ :
કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, કાશ્મીરનો પ્રવાસ, માયા અને મુદ્રિકા (નવલકથા), હમીરજી ગોહિલ, હ્રદયત્રિપુટી, ભરત (ખંડકાવ્ય).
કવિવર – ન્હાનાલાલ દલપતરામ
જન્મ : 16 – 3 – 1877
મૃત્યુ : 9 – 1 – 1946
જન્મસ્થળ : અમદાવાદ
કૃતિઓ :
કેટલાંક કાવ્યો ભાગ 1 – 3, ન્હાના ન્હાના રાસ (ભા. 1 – 3), ચિત્રદર્શનો, ગીતામંજરી, બાળકાવ્યો, મહેરામણનાં મોતી, વસંતોત્સવ, હરિદર્શન, હરિસંહિતા (ભા. 1 – 3), ઉષા, સારથિ, આપણાં સાક્ષરરત્નો.?
પ્રજ્ઞાચક્ષુ, પંડિત – સુખલાલજી
જન્મ : 8 – 2 – 1880
મૃત્યુ : 2 – 3 – 1980
જન્મસ્થળ : લીમલી
કૃતિઓ :
મારું જીવનવૃત, યોગદર્શન, દર્શન અને ચિંતન, જૈન ધર્મનો પ્રાણ, વાદમહાર્ણવ, પ્રમાણમીમાંસા, જ્ઞાનબિંદુ, હેતબિંદુ.
ગુજરાત સાહિત્ય સભા અને પરિષદના સ્વપ્નદ્રષ્ટા – રણજિતરામ મહેતા
જન્મ : 25 – 10 – 1881
મૃત્યુ : 4 – 6 – 1917
જન્મસ્થળ : સુરત
કૃતિઓ :
રણજિતકૃતિ સંગ્રહ, રણજિતરામના નિબંધો, લોકગીત, રણજિતરામ ગદ્યસંચય.
સવાયા ગુજરાતી – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ‘કાકાસાહેબ‘
જન્મ : 1 – 12 – 1885
મૃત્યુ : 21 – 8 – 1981
જન્મસ્થળ : સતારા
કૃતિઓ :
ઓતરાદી દીવાલો, જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, જીવનભારતી, પૂર્વરંગ, જીવનસંસ્કૃતિ, જીવનચિંતન, જીવતા તહેવારો, ગીતા ધર્મ, જીવન પ્રદીપ, સ્મરણયાત્રા.
સુમધુર વ્યક્તિત્વ – રામનારાયણ પાઠક
જન્મ : 8 – 4 – 1887
મૃત્યુ : 21 – 8 – 1955
જન્મસ્થળ : ગાણોલ ધોળકા)
કૃતિઓ :
દ્વિરેફની વાતો, શેષનાં કાવ્યો, કાવ્યની શક્તિ, સાહિત્ય વિમર્શ, કાવ્ય- સાહિત્યનાં વહેણો, સાહિત્યલોક, કાવ્ય પરિશીલન, મનોવિહાર, બૃહત પિંગળ, મધ્યમ પિંગળ, કુલાંગાર, ગોવિંદગમન, કાવ્યસમુચ્ચય.
અનાસક્ત, અવિચળ – સ્વામી આનંદ
જન્મ : 8 – 9 – 1887
મૃત્યુ : 25 – 1 - 1976
જન્મસ્થળ : શિયાણી(વઢવાણ પાસે)
કૃતિઓ : ઈશુનું બલિદાન, ધરતીનું લૂણ, લોકગીતા, ભગવાન બુદ્ધ, ગાંધીજીનાં સંસ્મરણો, ઉત્તરાપથની યાત્રા, બચપણનાં બાર વરસ, રામાયણ, મહાભારત અને સંત કથા.
સ્વપ્નદ્રષ્ટા – કનૈયાલાલ મુનશી
જન્મ : 30 – 12 – 1887
મૃત્યુ : 8 – 2 – 1971
જન્મસ્થળ : ભરૂચ
કૃતિઓ :
વેરની વસૂલાત, કોનો વાંક ?, સ્વપ્નદ્રષ્ટા, તપસ્વિતી, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, કૃષ્ણાવતાર ખંડ 1 – 8 , લોપામુદ્રા, કાકાની શશી, ધ્રુવસ્વામિની દેવી, ગુજરાતની અસ્મિતા.
મહાન વાર્તાકાર – રમણલાલ દેસાઈ
જન્મ : 12 – 5 – 1892
મૃત્યુ : 20 – 9 – 1954
જન્મસ્થળ : શિનોર
કૃતિઓ :
કોકિલા, પૂર્ણિમા, ઠગ, દિવ્યચક્ષુ, પ્રલય, ભારેલો અગ્નિ, ગ્રામલ્મી : ભાગ 1 થી 4 , જયંત, શિરીષ, અપ્સરા, બાલા જોગણ, શંકિત હ્રદય.
‘પોસ્ટઓફિસ’ના સર્જક?? – ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ‘
જન્મ : 12 – 12 – 1892
મૃત્યુ : 11 – 3 – 1965
જન્મસ્થળ : વીરપુર
કૃતિઓ :
તણખા, ત્રિભેટો, વનવેણુ, સાંધ્યરંગ, વાર્તારત્નો, પૃથ્વીશ, ચૌલાદેવી, આમ્રપાલી, મહામાત્ય ચાણક્ય, ધ્રુવદેવી, ઇતિહાસની તેજમૂર્તિઓ, જિબ્રાનની જીવનવાણી, જીવન સ્વપ્ન.
રાષ્ટ્રીય શાયર – ઝવેરચંદ મેઘાણી
જન્મ : 17 – 8 – 1896
મૃત્યુ : 9 – 3 – 1946
જન્મસ્થળ : ચોટીલા
કૃતિઓ :
સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠ તારાં વહેતાં પાણી, વસુંધરાનાં વહાલાંદવલાં, તુલસીકયારો, વેવિશાળ, પ્રભુ પધાર્યા, માણસાઈના દીવા, રાણો પ્રતાપ, શાહજહાં, કંકાવટી, રઢિયાળી રાત, યુગવંદના, કુરબાનીની કથાઓ, સોરઠી સંતો, રવીન્દ્ર વીણા.
વિદ્યાના જીવ – રસિકલાલ પરીખ
જન્મ : 20 – 8 – 1897
મૃત્યુ : 1 – 11 – 1982
જન્મસ્થળ : સાદરા
કૃતિઓ : કાવ્યપ્રકાશખંડન, નૃત્યરત્નકોશ કાવ્યાદર્શ : કાવ્યપ્રકાશ સંકેત, પુરોવચન અને વિવેચન (લેખસંગ્રહ), આકાશ ભાષતિ (વાયુ પ્રવચનો), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ (સંપાદન).
સાહિત્યકાર – જયંતિ દલાલ
જન્મ : 18 – 11 – 1909
મૃત્યુ : 24 – 8 – 1982
જન્મસ્થળ : અમદાવાદ
કૃતિઓ : ધીમુ અને વીભા, પાદરનાં તીરથ (નવલકથા), ઝબુક્યાં, જવનિકા, અવતરણ, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો, પ્રવેશ ચોથો(નાટક), કાયા લાકડાંની માયા લૂગડાંની, બળવાખોર પિતાની તસવીર, ખભે પિછોડીને દીઠો ચાંદ.
સુંદર મન ના – ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્‘
જન્મ : 22-3-1908
મૃત્યુ : 13-1-1991
જન્મસ્થળ : મિંયા-માતર(ભરૂચ જિલ્લો)
કૃતિઓ :
કાવ્યમંગલા, વસુધા, યાત્રા (કવિતા), હીરાકણી અને બીજી વાતો, પિયાસી, ઉન્નયન (નવલિકા), અર્વાચીન કવિતા, સાહિત્યચિંતન (વિવેચન), પાવકનાં પંથે (નવલકથા), વાસંતી પૂર્ણિમા (નાટક), દક્ષિણાયન (પ્રવાસ).
શાંતિના કવિ – ઉમાશંકર જોશી
જન્મ : 27 – 7–1911
મૃત્યુ : 19– 12– 1988
જન્મસ્થળ : બામણા (ઉ.ગુજરાત)
કૃતિઓ :
વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, આતિથ્ય, અભિજ્ઞા, ધારાવસ્ત્ર (કવિતા), શ્રાવણી મેળો, ત્રણ અર્ધુ બે (નવલિકા), સાપના ભારા, શહીદ (એકાંકી), ઉઘાડી બારી, ગોષ્ઠિ (નિબંધ), તંત્રી-બુદ્ધિપ્રકાશ
સાહિત્યનો જીવ? – પન્નાલાલ પટેલ
જન્મ : 7-5-1912
મૃત્યુ : 6-4-1989
જન્મસ્થળ : માંડલી (હાલ રાજસ્થાન)
કૃતિઓ :
મળેલા જીવ, માનવીની ભવાઈ, ના છૂટકે, પાછલે બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, પાર્થને કહો ચઢાવે બાણ (નવલકથા), જીવો દાંડ, પાનેતરના રંગ, ચીતરેલી દીવાલો (નવલિકા) અલપઝલપ (આત્મકથા)
ધર્મ – અધ્યાત્મ : સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક – સ્વામી સહજાનંદ
જન્મ : 3 – 4 – 1781
મૃત્યુ : 1830
જન્મસ્થળ : છપૈયા (ઉત્તર પ્રદેશ)
જીવનકાર્ય :
ગુજરાત – કાઠિયાવાડમાં ધર્મ સુધારણાનું મહાન કાર્ય, સમાજ – સુધારણા, અમદાવાદ, વડતાલમાં ગાદીઓ સ્થાપી, શિક્ષાપત્રી અને વચનામૃત નામનાં બે ગ્રંથ રચ્યા.
આર્યસમાજના સ્થાપક – સ્વામી દયાનંદ સરસ્વતી
જન્મ : 1824
મૃત્યુ : 30 – 10 – 1883
જન્મસ્થળ : ટંકારા (સૌરાષ્ટ્ર)
જવનકાર્ય :
અંધશ્રદ્ધા અને ધર્માંધ પ્રણાલિકાના ભંજક, વેદના પ્રખર સાધક અને પ્રચારક 10 – 4 – 1857 માં મુંબઈમાં આર્યસમાજ સંસ્થાની સ્થાપના કરી
સંસારી યોગી, શતાવધાની – શ્રીમદ્ રાજચંદ્ર
જન્મ : 9 – 11 – 1857
મૃત્યુ : 9 – 4 – 1901
જન્મસ્થળ : વવાણિયા (મોરબી)
જીવનકાર્ય :
સ્ત્રીનીતિબોધ, પુષ્પમાળા, મોક્ષમાળા, નેમિરાજ ગ્રંથોની રચના, વૈરાગ્યવિલાસ માસિકનું સંચાલન, જૈન સંપ્રદાય પ્રત્યે ઐતિહાસિક કર્તવ્ય.
વેદ પ્રચારક – સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
જન્મ : 27 – 12 – 1881
મૃત્યુ : 14 – 2 – 1992
જન્મસ્થળ : પંજાબ
જીવનકાર્ય :
1952માં અમદાવાદમાં કાંકરિયામાં વેદમંદિરની સ્થાપના, વૃંદાવનમાં શ્રૌતમુનિનિવાસનું સર્જન, ભગવાન વેદનું પ્રકાશન.
ગુજરાતને બેઠું કરવાનો સંકલ્પ કરનાર –ચુનીલાલ આશારામ ભગત શ્રી મોટા
જન્મ : 4 – 9 – 1898
મૃત્યુ : 23 – 7 – 1976
જન્મસ્થળ : સાવલી
જીવનકાર્ય :
નડિયાદ, અમદાવાદ, રાંદેર, કુંભકોણમમાં મૌનમંદિરોની સ્થાપના, માનવકલ્યાણ અને સમાજોત્થાનની પ્રવૃત્તિ, જીવનકેન્દ્રી પચીસ જેટલાં પુસ્તકો લખ્યાં છે.