હોમ
દલસુખભાઈ માલવણિયા
-
જૈન વિદ્યામનીષી દલસુખભાઈ માલવણિયાનો જન્મ ૨૨-૭-૧૯૧૦ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે થયો હતો. અભ્યાસના પ્રારંભિક સમયથી જ તેમની વિદ્યારુચિ ખીલી ઉઠી. સંસ્થાના આશ્રયે રહી જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ન્યાયતીર્થ અને જૈન વિશારદની પદવી મળી. શાંતિ-નિકેતન જઈ પાલીભાષા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રનો ઊંડો કર્યો. મુનિ જિનવિજયજી પાસેથી પ્રાકૃત ભાષા અને જૈન આગમોનું વિશેષ અધ્યયન ઝીલ્યું ડો. રાધાકૃષ્ણન અને પંડિત સુખલાલજીની નજર યુવાન દલસુખભાઈ ઉપર ઠરી અને અધ્યાપક પદે તેમની નિમણૂક કરી. અમદાવાદની ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામક બન્યા. ચાલીસ હજાર ઉપરાંત બહુમૂલ્ય હસ્તપ્રતો તેના વિશાળ ગ્રંથાગારમાં સુરક્ષિત છે. કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટી તરફથી તેમને બૌદ્ધ દર્શનના અધ્યાપન માટે આમંત્રણ મળતા, ત્યાં પણ કામગીરી બજાવી હતી. પેરિસમાં મળેલા આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિષદના ત્રીજા અધીવેશનમાં ખાસ આમંત્રણથી તેમણે ભાગ લીધો હતો. ગુજરાતી અને હિન્દીમાં તેમણે લગભગ ચાલીસ પુસ્તકોના લેખન – સંપાદન કર્યા છે. દાર્શનિક સાહિત્યની રચના માટે તેમણે ‘સિદ્ધાંત ભૂષણ’ ની પદવી અને સુવર્ણચંદ્રક તેમજ જૈન વિશ્વભારતી સંસ્થા દ્વારા ‘જૈન વિદ્યામનીષી’ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઈ. ૧૯૯૮માં દલસુખભાઈએ આ નશ્વર જગતમાંથી વિદાય લીધી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com