હોમ
સમાજ સેવક ચુનીલાલ ભાવસાર
-
સંતોના પરંપરાગત ચીલાથી આગવો ચીલો ચાતરનાર ચુનીલાલ ભાવસાર (પૂજ્ય શ્રી મોટા) નો જન્મ તા. ૪-૯-૧૮૯૮ના રોજ વડોદરા પાસેના સાવલી ગામે થયો હતો. મોટાએ ન તો ભગવા વસ્ત્ર ધારણ કર્યા, ન તો ઘર છોડ્યું કે ન તો આત્માનું કલ્યાણ કરીને સંતોષ માન્યો, અને પ્રામાણિકતાનું ગૌરવ એમના જીવનમાં વણાઈ ગયાં હતાં. અનેક અડચણો વેઠતા તેમણે પ્રમાણિકતાનું ગૌરવ એમના જીવનમાં વણાઈ ગયાં હતાં. અનેક રંગે-રંગાઈને ગાંધીજીના આદેશ મુજબ દેશસેવામાં - હરિજનસેવામાં લાગી ગયા. જીવન દરમિયાન મોટાએ જંગી રકમ એકત્ર કરી અને વિવિધ કલ્યાણકામોમાં ખર્ચ્યાં. તેમણે સમાજને બેઠો કરવાનું ધ્યેય રાખ્યું. કાવ્યો, ભજનોની રચના કરી, આધ્યાત્મિક શાંતિ માટે નડિયાદ, સુરત વગેરે સ્થળોએ મૌન મંદિરોની સ્થાપના કરી. તરણ સ્પર્ધા અને સાઈકલિંગ સ્પર્ધાઓ યોજવા, વૈજ્ઞાનિક શોધખોળ માટે, જ્ઞાનગંગોત્રી જેવા મહાગ્રંથના પ્રકાશન માટે લાખો રૂપિયાની ધનરાશી વહેતી કરી. તારીખ તા. ૨૨-૭-૧૯૭૬ના દિવસે ફાજલપુર જઈ બે-ચાર વ્યક્તિઓની હાજરીમાં પોતાની જીવનલીલા સંકેલી લીધી. પૂજ્ય શ્રી મોટાનો આખરી જીવનસંદેશ પણ કેટલો મહાન છે! તેઓ કહેતા ગયા કે: “મારા મૃત્યુ નિમિત્તે જે ભંડોળ થાય તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવામાં કરવો.”
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com