સામગ્રી :
૨ કપ ઘઉંનો લોટ,
૩/૪ કપ ચણા જીરાવાળો સાથવો,
૨ લીલાં મરચાં ઝીણાં સમારેલાં,
૨ ચમચા લસણ તથા લીલાં મરચાંની પેસ્ટ,
૩ ચમચા સરસિયું,
૧/૪ ચમચી અજમો,
૧/૪ ચમચી કલૌંજી,
૧ ૧/૨ ચમચી મીઠું,
૨ ચમચા કોથમીર સમારેલી,
૧ કપ દેશી ઘી.
રીત :
લોટમાં થોડું મીઠું તથા ૨ ચમચા દેશી ઘી નાખી નવશેકા પાણીથી નરમ લોટ બાંધી લો. તેને ભીનું કપડું ઢાંકી ૧/૨ કલાક રાખી મૂકો. પછી ફરી મસળી મોટા લીંબુ જેવડા ગોળા બનાવો.
સત્તુમાં ઘી સિવાયની બધી સામગ્રી મિક્સ કરી થોડું પાણી છાંટી નાના લીંબુ જેવડા ગોળા વાળો. પછી લોટના દરેક લૂઆમાં સત્તુનું પૂરણ ભરી ફરીથી ગોળા વાળો. પછી તેને હળવા હાથે સહેજ ચપટું કરો. બધી લિટ્ટી આ રીતે જ બનાવો.
ગરમ ઓવનમાં ૨૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન પર સોનેરી થાય ત્યાં સુધી બેક કરો. તેને ૧૫-૨૦ મિનિટ પીગળેલા ઘીમાં ડુબાડી રાખો. તેને ઓળાના ભડથા અને લસણ, જીરું તથા લીલાં મરચાંની ચટણી સાથે પીરસો.