રાજ તો રામનું, ને જુધ્ધ તો જરાસંઘનું;
બાણ તો અર્જુનનું, ને ગદા તો ભીમની.
કંઠ તો કોયલનો, ને શબ્દ તો મોરનો,
સ્વાદ તો જીભનો, ને મત પંચનો.
તલવાર તો શિરોહીની, ને બરછી તો તોબલહીની;
ઢાલ તો ગેંડાની, ને ચાલ તો ઘોડાની.
ઘોડો તો પાણીપંથો. ને બળદ તો વઢિયારના;
ભેંસ તો બરડાની, ને ખેડ તો વાડની.