હોમ
પતંગ વિશે જાણવા જેવી વાતો
-
પતંગ વિશે જાણવા જેવી વાતો
પ્રાચીન માણસો વનસ્પતિના રેષા વણીને દોરી બનાવતા હતા અને વનસ્પતિનાં મોટા મજબૂત પાંદડાંની પતંગ બનાવતા હતા.પશ્ચિમ સૌરાષ્ટ્રમાં શરદઋતુથી લઈને પતંગ ચગાવવાની ઋતુ શરૂ થાય છે અને અખાત્રીજને દિવસે પુરી થાય છે.ઈસ્વીસનના આરંભના અરસામાં ચીનના હળવંશી રાજાના દરબારમાં હુઆગ થેંગ નામના વિદ્રાન દરબારીએ ભમરા જેવી પતંગો બનાવી.ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે કરવામાં આવતો હતો.સૌપ્રથમ પતંગની શોધ ચીનમાં કરાઈ હતી, ત્યાર બાદ અગ્નિ એશિયામાં, ભારત ખંડમાં, પશ્ચિમ એશિયામાં, ઈજિપ્તમાં, ગ્રીસમાં વગેરેમાં પતંગ ચગાવવાની પ્રથા પ્રચલિત બની.૨૪૦૦ વર્ષ પહેલાં પ્રાચીન ગ્રીસમાં મહાન ફિલસૂફ પ્લેટોના મિત્ર અને લશ્કરી રાજપુરુષ આર્કી તાસે પક્ષીના આકારની વિશાળ અને વિચક્ષણ પતંગ બનાવી હતી.દુનિયાનું પ્રથમ એરોપ્લેન ઉડાડનાર રાઈટ ભાઈઓને પતંગ અને પક્ષીઓ પરથી ગ્લાઈડર અને એન્જિનવાળા વિમાન બનાવવાની પ્રેરણા મળી.ટેલિફોનના શોધક એલેકઝાન્ડર ગ્રેહામ બેલે ૪૦ ફૂટ પહોળી વિશાળ પતંગ બનાવી હતી.૧૮મી અને ૧૯મી સદીમાં પતંગ વડે આકાશના હવામાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.૧૯મી સદીમાં ડગ્લાસ આર્કીબાલ્ડે પતંગ વડે એનીમોમિટર આકાશમાં ચડાવીને સૌ પ્રથમ વાર આકાશના પવનની ઝડપ માપી હતી.૧૯૦૧માં બેડન પોવેલે પતંગનો પ્રયોગ વિજ્ઞાનના ક્ષેત્રમાં વાયરલેસ સંદેશાવ્યવહારમાં કર્યો હતો.ઈ.સ. ૧૭૫૨ના જૂનમાં બેન્જામિન ફ્રેન્કલિન નામના મહાન શોધકે પતંગ વડે ધરતી પર વીજળી ઉત્પન્ન કરવાનો પ્રયોગ કર્યો હતો.૧૯૦૬માં ધરતીકંપે મહાનગર સાનફ્રાન્સિકોનો નાશ કર્યો ત્યારે જર્યોર્જ લોરેન્સે તેની ઉપર ૧૭ કદાવર પતંગો વડે એક મોટો કેમેરો ચડાવીને આ ધરાશાયી અને અડધા બળી ગયેલા શહેરોનો વિરાટ ફોટો લીધો હતો.ચીની ફિલ્મનિર્માતા જિન કુંગોંગ અઠંગ પતંગ પ્રેમી હતા. તેણે ૧૯૫૮માં પતંગ પર એક ફિલ્મ બનાવી હતી.દિલ્હીમાં ૧૫મી ઓગસ્ટે, બિકારનેરમાં અડ્ડયા ત્રીજના દિવસે પતંગ ચડાવવાનો રિવાજ છે.કોરિયામાં પતંગ રસિયાઓ પતંગ પર નવા વર્ષના દિવસે પોતાના દીકરાનાં નામ, જન્મ તારીખ લખે છે અને પછી પતંગ ઉડાડે છે.જાવામાં પતંગને દેવી-દેવતાઓનાં પ્રતીકરૂપે ગણવામાં આવે છે.ઈન્ડોનેશિયામાં માછીમારો હોડીમાં બેસી પતંગ ઉડાડે છે.ઉત્તર ગુજરાતના સિધ્ધપુરથી પાલનપુર સુધીની પટ્ટીનો લોકો ઉત્તરાયણના દિવસે અને દશેરાના દિવસે એમ બે વાર પતંગની મોજ માણે છે.મહારાષ્ટ્રમાં ઉત્તરાયણના દિવસે ઊંધિયું ખાવાનો નહીં પણ તલના લાડુ ખવાનો રિવાજ છે.હિમાચલ, હરિયાણા તથા પૈજાબમાં ઉત્તરાયણ એક દિવસ પૂર્વે ઉજવે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com